Garuda Purana : આવો લાઇફ પાર્ટનર નર્ક બનાવી દે છે જીવન, જાણો અને સાવચેત રહો
ગરૂડ પુરાણમાં સંબંધોની બાબતે પણ વાત કરવામાં આવી છે. જે જીવનસાથી સાથે જોડાયેલા છે.
Garuda Purana : હિન્દુ ધર્મમાં ગરૂડ પુરાણને મહાપુરાણ માનવામાં આવે છે. જેમાં જન્મ-મરણ જ નહીં પણ જીવન જીવવા માટે પણ ઘણી મહત્વની વાતો જણાવવામાં આવી છે. આ વાતો જીવનમાં અપનાવી લેવામાં આવે તો જીવન ખુશીઓથી ભરાઇ જાય છે.
આ સાથે જો આ વાતો જાણી લઇએ તો ભવિષ્યમાં થતા નુકસાનથી બચી શકાય છે. ગરૂડ પુરાણમાં સંબંધોની બાબતે પણ વાત કરવામાં આવી છે. જે જીવનસાથી સાથે જોડાયેલા છે.

જીવનને પરેશાનીઓથી ભરી દે છે આવા જીવનસાથી
જીવનને સુખી અને દુઃખદાયક બનાવવામાં જીવનસાથીનો મોટો ફાળો હોય છે. જો જીવનસાથી સારો હોય તો વ્યક્તિ મોટા પડકારોને પણસરળતાથી પાર કરી લે છે.
બીજી તરફ લાઈફ પાર્ટનર યોગ્ય ન હોય, તો સારું જીવન પણ નર્ક બની જાય છે. તો આજે જાણીશું કે, કેવો લાઈફ પાર્ટનર જીવનમાં ઘણી પરેશાનીઓ અને કષ્ટોનું કારણ બની શકે છે.
પતિ-પત્નીના સંબંધને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે, પરંતુ જીવનસાથી સારો ન હોય, તો વર્તમાન જીવન નરક જેવું બની જાય છે.
આવો જીવનસાથી જે તમને પ્રેમ નથી કરતો, તમારો આદર નથી કરતો, દરેક સમયે ઝઘડા કરતો રહે છે, તો તે તમારા સારા જીવનનેઅશાંત અને કંકાશ ભરેલુ બનાવી શકે છે.

દગાબાઝ જીવનસાથી
લાઈફ પાર્ટનર કોઈ અન્ય સ્ત્રી કે પુરુષ સાથે જોડાઈ જાય તો જીવનની સુખ-શાંતિ છીનવાઈ જાય છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રામાણિકતાઅને વિશ્વાસ સૌથી મહત્વની વસ્તુ છે, જો તે જ છીનવાઈ જાય છે, તો આવી સ્થિતિમાં જીવનસાથીને છોડી દેવું વધુ સારું છે.

અપમાન કરતો જીવનસાથી
જો પતિ કે પત્ની વારંવાર બીજાની સામે અપમાન કરે છે, પોતાની જવાબદારીઓ નિભાવતા નથી, તો આવા જીવનસાથી સાથે રહેવું એ નરક સમાન જીવન જીવવા જેવું છે. આ સાથે તેમનો આખો સમય દુ:ખ અને વેદનામાં પસાર થાય છે.
જો પતિ કે પત્ની એકબીજા સાથે જોડાયેલા સંબંધોને માન આપતા નથી. બલ્કે આ સંબંધોનું અપમાન કરે છે, કોઈ કારણ વગર લડાઈ કરે છે, તો તેનાથી સમાજમાં બદનામી પણ થાય છે અને પતિ-પત્નીના સંબંધો પણ નબળા પડે છે. આવી સ્થિતિમાં દાંપત્ય જીવનની ખુશીઓ ખતમથવામાં વધુ સમય લાગતો નથી.












Click it and Unblock the Notifications
