નવરોજ મુબારક: જો પારસી ગુજરાત ના આવ્યા હોત તો આ પણ ના હોત!
પારસીઓનું આજે છે નવું વર્ષ, ત્યારે ગુજરાતીમાં સૌથી પહેલી વાર આવેલા પારસીઓ વિષે વાંચો આ ખાસ વાતો.
ગુજરાતમાં સૌ પ્રથમ વાર આવનાર પારસી કોમ આજે ભારતભરમાં વસે છે અને તેમણે પોતાની મીઠી વાણી અને વિવિધતાથી ગુજરાતમાં જ નહીં ભારતભરમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તેવા પારસી ગુજરાતીઓને નવાવર્ષ નિમિત્તે વનઇન્ડિયા ગુજરાતી તરફથી નવરોજ મુબારક.
વર્ષો પહેલા ગુજરાતની ધરતી આવેલા પારસી ગુજરાતીઓ સાથે સાચા અર્થમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. ત્યારે આજે અમે તમને પારસી ખાવાની તેવી કેટલીક અદ્ધભૂત વાનગી વિષે જણાવીશું જેના વિષે જાણીને તમને નવાઇ લાગશે કે આ બધી વાનગીઓ પારસીઓની દેન છે. અને જો પારસીઓ ના હોત તો આ વસ્તુઓ કદાચ આપણા ખાનપાનમાં પણ ના હોત....

પારસીઓ અને ફળોનો સંબંધ
મૂળ ઇરાનની ભારત આવેલા પારસીઓના વડદાદાઓ ડ્રાયફ્રૂટ અને ફળોની ખેતી કરવાના સારા એવા જાણકાર હતા. અને માટે જ નવસારી જેવા વિસ્તારોમાં આજે પણ મોટા ભાગના ફળોના ખેતરમાં પારસી માનુસ તમને જોવા મળશે.

બેકરી આઇટમ
આજે આપણે જે જાત જાતને અને ભાત ભાતની બેકરી આઇટમ ખાઇએ છીએને તે પણ પારસીઓની દેન છે. તેમણે જ નાનખટાઇ, બિસ્કિટ, ટોસ્ટ અને મુખ્યત્વે બ્રેડ જેવી વસ્તુઓ બનાવવાની શરૂ કરી. અને ગુજરાતી બંધુઓ માટે તે લોકો તે જમાનામાં ઇંડા વગરની બ્રેક અને કેક બનાવતા હતા.

માવા કેક
માવા કેક આ ફેવરેટ રેસિપ પાછળ પણ પારસીઓનો બહુ મોટા હાથ છે. તેની શરૂઆત પારસી બેકરીઓમાં થઇ હતી. અને આજે પણ તે આ રેસિપીમાં માસ્ટરી ધરાવે છે.

નોનવેજ આઇટમો
પહેલાના સમયમાં ગુજરાત જેવા શાકાહારી રાજ્યમાં જો કોઇ બહારના વ્યક્તિને નોનવેજ ખાવું હોય તો તેને પારસી મિત્રની મદદ લેવી જ રહી. અનેક નોનવેજ વેરાયટી પણ પારસી ભોજનની દેન છે.












Click it and Unblock the Notifications
