For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે જૂના દોસ્તો સાથે વધારો સંપર્ક અને ફરીથી યાદ કરો વીતેલી પળો

આવો આજે જાણીએ કઈ રીતે આપણે આપણી આ દોસ્તીમાં ફરીથી નવીનતા અને જોશ ભરી શકીએ.

|
Google Oneindia Gujarati News

દોસ્ત, જે તણાવપૂર્ણ સમયમાં પણ હાસ્યની છોળો લાવી દે. દોસ્તીનો સંબંધ એવો છે, જે વધતી ઉંમર સાથે વધુ નવો બનતો જાય. આપણી બધાની પાસે આ રીતના દોસ્ત અને સંબંધ બંને હોય છે પરંતુ જિંદગીમાં આગળ વધતા ક્યારેક ક્યારેક આ દોસ્ત દૂર અને સંબંધ નબળા પડવા લાગે છે. જ્યારે જિંદગીના વધતા તણાવ વચ્ચે આપણે આજે પણ જૂના દિવસોને યાદ કરીએ છીએ જે આપણે દોસ્તો સાથે મોજમસ્તીમાં વિતાવ્યા છે. આવો આજે જાણીએ કઈ રીતે આપણે આપણી આ દોસ્તીમાં ફરીથી નવીનતા અને જોશ ભરી શકીએ.

કોઈ કારણ ન શોધો

કોઈ કારણ ન શોધો

જૂના દોસ્તો સાથે જોડાવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી. બસ ફોન ઉઠાવીને કરો કૉલ, વીડિયો કૉલ, મેસેજ અને વૉટ્સએપ કરીને તેમની સાથે વિતાવેલી દરેક સુંદર દિવસો વિશે વાતો કરો. વાતચીત કરીને મળવા માટે એક સમય નક્કી કરો. જો તમે અલગ અલગ શહેરમાં રહેતા હોય તો બસ એક ફ્રેન્ડ્સ ટ્રિપ પ્લાન કરી શકો છો. આ તમામ રીતો અપનાવીને પોતાના જૂના સમયને યાદ કરીને અને ફરીથી એ જ સમય વિતાવીવે એકવાર ખુદને તરોતાજા કરી શકો છો.

પહેલી વાતચીત રાખો નાની

પહેલી વાતચીત રાખો નાની

સ્કૂલ તેમજ કૉલેજના દોસ્તો ફરીથી મળતી વખતે પોતાની પહેલી વાતચીત થોડી નાની અને ફની રાખે. પોતાના દોસ્તને પણ ખુદના વિશે બોલવાનો સમય આપો. એક વાર જ્યારે તમે બંને પોતાની યાદોમાં ખોવાઈ જશો તો ફરીથી મળવાનુ બહાનુ મળી જશે. એક જૂની દોસ્તીને ફરીથી જીવંત કરવા માટે બસ બીજુ શું જોઈએ.

યાદો યાદ આવે છે

યાદો યાદ આવે છે

જ્યારે પણ તમે પોતાના બાળપણના દોસ્ત કે સહેલીને મળતા હોય તો જૂની યાદો તો જરૂર તાજા થશે. તમે ઈચ્છો તો પોતાની સાથે જૂના ફોટા અને કાર્ડ્ઝ પણ લઈ જઈ શકો છો જેથી તમારી મુલાકાતમાં થોડુ ફન એલીમેન્ટ જોડાઈ જાય.

પ્લાન બી રાખો તૈયાર

પ્લાન બી રાખો તૈયાર

કરિયર, લગ્ન, પરિવાર અને બાળકો આવી ગયા બાદ દરેક વ્યક્તિમાં કંઈને કંઈ ફેરફાર જરૂર આવે છે. બની શકે કે જૂના દોસ્ત કે સહેલીને મળવા પર તમને કંઈક અલગ કે ફેરફાર પણ અનુભવાય. એવામાં નિરાશ થવાના બદલે જૂની યાદો પર જોર આપો અને તેમને ફરીથી તાજી કરવાની કોશિશ કરો. બની શકે કે તમારા દોસ્તને થોડો સમય જોઈતો હોય.

બનો સારા શ્રોતા

બનો સારા શ્રોતા

જો તમે તમારા જૂના દોસ્તને મળવા માટે બોલાવો અને આખો સમય વાતચીત જ કરતા રહેશો તો તમારા દોસ્તને થોડુ ખરાબ લાગી શકે છે. મીટિંગ દરમિયાન થોડો સમય દોસ્તને પણ આપો અને એક સારા શ્રોતા બનો. જૂની દોસ્તીની નવી શરૂઆત બંને તરફથી થવી જોઈએ. બંનેને સમાન મોકો મળવો જોઈએ.

આ પણ વાંચોઃ જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડાઆ પણ વાંચોઃ જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા

English summary
Here are ways to breathe life into an old friendship of yours and treasure it forever!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X