ના હાઇટ, ના દેખાવ, ના બોડી; તો પણ છે સુપરસ્ટાર
આ બંગ્લાદેશી સુપરસ્ટાર અલોમ બોગરાએ આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ફેસબૂકથી લઇને યૂ ટ્યૂબ પર બધે જ તેમના વિડીયો ટ્રેન્ડ કરી રહ્યા છે. આ સુપરસ્ટારે 500થી વધુ ગીતો પ્રોડ્યૂસ કર્યા છે.
નીચે જે વ્યક્તિનો ફોટો તમે જોઇ રહ્યા છો, તેમનું નામ છે અલોમ બોગરા. ફોટો જોયા પછી તમારા મગજમાં અનેક જાતના પ્રશ્નો ઊભા થશે. અલોમના મોઢા પરથી તેના ટેલેન્ટની ખબર પડે એમ નથી, પરંતુ તમને જણાવી દઇએ આ અલોમ બોગરા બાંગ્લાદેશનો સુપરસ્ટાર છે. ફેસબૂકથી માંડીને યૂ ટ્યૂબ પર તેમના વિડીયો ટ્રેન્ડ કરી રહ્યા છે. અલોમ અત્યાર સુધીમાં 500થી વધુ ગીતો પ્રોડ્યૂસ કરી ચૂક્યા છે.
એટલું જ નહીં, અલોમ બોગરા ઘણી ફિલ્મોમાં લીડ રોલ પણ કરી ચૂક્યાં છે. બંગ્લાદેશમાં અલોમની ડિમાન્ડ એટલી વધી છે કે હવે તેઓ એડ ફિલ્મ પણ કરી રહ્યાં છે. બાંગ્લાદેશમાં અલોમની ફેન ફોલોઇંગ એટલી વધારે છે કે, ત્યાંના ક્રિકેટર પણ તેમની સાથે સેલ્ફી લેવા માંગે છે.

સાતમુ ફેઇલ
આ બંગ્લાદેશી સુપરસ્ટારનું સાચું નામ અશરફુલ આલોમ છે. તેમનો જન્મ બાંગ્લાદેશના બોગરા જિલ્લાના યૂરિલા ગામમાં થયો હતો. તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે તેમની પિતાએ બીજા લગ્ન કરી લીધા તથા અલોમ અને તેમની માતાને એકલા છોડી દીધા. સાતમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા બાદ તેમણે નિર્ણય લીધો કે હવે તેઓ કામ કરશે.

પહેલા દુકાન ચલાવતા હતા
તેમની માતા એક દુકાનમાં કામ કરીને રોજી-રોટી રળતી હતી, અલોમ પણ દુકાનમાં પોતાની માતાની મદદ કરતા. એ દુકાનના માલિકે જ્યારે દુકાન વેચવાની વાત કરી ત્યારે અલોમે જ આ દુકાન ખરીદી લીધી. તેઓ મોડી રાત સુધી દુકાનમાં કામ કરતા અને ત્યાર બાદ વિડીયો જોવામાં વ્યસ્ત થઇ જતા.

એક સલાહ અને બદલાઇ ગઇ જિંદગી
આ સુપરસ્ટાર ક્યારય લોકોની સામે ન આવ્યો હોત અને તેની જિંદગી આમ જ ચાલ્યા કરતી હોત, જો તેણે અબ્દુર રઝાકની સલાહ ન માની હોત. અબ્દુર રઝાક અલોમનો રેગ્યૂલર કસ્ટમર હતો. તેની સલાહથી અલોમે કેબલ ટીવીના બિઝનેસમાં ઝંપલાવ્યું અને તેમનો બિઝનેસ ખૂબ ચાલ્યો. આલોમને નાનપણથી એક્ટિંગનો શોખ હતો. તે પોતાના ફ્રી ટાઇમમાં અનેક જાતને વિડીયો જોયા કરતા.

અલોમ સાથે કામ કરવા છોકરીઓ પડાપડી કરે છે
બાંગ્લાદેશના આ સુપરસ્ટારના વિડીયો તમે જોશો તો એમાં તમને અલોમ સાથે ઘણી સુંદર હિરોઇનો જોવા મળશે. ના હાઇટ, ના દેખાવ, ના બોડી, તેમ છતાં પણ અલોમ બની ગયા છે બાંગ્લાદેશના સુપરસ્ટાર! જેમ સુપરસ્ટાર સાથે કામ કરવા છોકરીઓ પડાપડી કરે, એમ જ આ સુપરસ્ટાર સાથએ એકવાર કામ કરવા માટે બાંગ્લાદેશમાં છોકરીઓ પડાપડી કરી રહી છે.
|
દુનિયાના દરેક ખૂણામાં છે ફેન
અલોમના ફેન માત્ર બાંગ્લાદેશમાં જ નથી. અલોમે 2008માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને હાલ તેમનું ફેન ફોલોઇંગ કોઇ સેલિબ્રિટિને ટક્કર આપે એવું છે. તેમની સાથે સેલ્ફી લેવા લોકોની લાઇન લાગે છે. અલોમ રોમાન્સથી લઇને ડાન્સ સુધી દરેક વસ્તુમાં પરફેક્ટ છે. અલોમ સામાન્ય જનતાના સામાન્ય સુપરસ્ટાર છે. આ ટ્વીટમાં તે પ્રિયંકા ચોપરાને પોતાની નેક્સ્ટ ફિલ્મ માટે ઇન્વાઇટ કરી રહ્યાં છે.
|
બાંગ્લાદેશના રોમેન્સ કિંગ છે અલોમ
અત્યાર સુધીના ફોટો અને વિડીયો જોઇને તમે એટલું તો સમજી જ ગયા હશો કે, અલોમ કોઇ નાના વ્યક્તિ નથી. અલોમનો આ વિડીયો જોઇને તમને ખાતરી થઇ જશે કે હીરો માત્ર બોડી બિલ્ડર અને કૂલ ડૂડ જ હોય એ જરૂરી નથી.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
