For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ધ્યાને નહીં લો આ વાતો તો ખંડિત થઇ જશે આપની પૂજા

|
Google Oneindia Gujarati News

[ધાર્મિક] મનુષ્ય મનની શાંતિ અને કામનાઓની પૂર્તિ માટે પોતાના ઇષ્ટ દેવની આરાધના અને સ્તુતિ કરે છે. જોકે સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધાની સાથે કરવામાં આવેલી પૂજામાં કોઇ ત્રુટિયોને સ્થાન નથી રહેતું. તો પણ આપણે આપણા ઇષ્ટ દેવની સ્તુતી કરતી વખતે એ ખ્યાલ ચોક્કસ રાખવો જોઇએ કે કોઇ ખામી ના રહી જાય જેનાથી આપણને પૂર્ણ ફળોની પ્રાપ્તિ થઇ શકે. આવો અમે આપને જણાવીએ કે પૂજા કક્ષમાં નીચે પ્રકારની સાવધાનીઓ રાખવાથી વધારે લાભ મળે છે.

પૂજા સમયે અને ત્યારબાદ શું શું કરવું-

  • પૂજા કરતી વખતે પોતાના ઇષ્ટ દેવને કામનાપૂર્તિ હેતું રોજ દક્ષિણા ચોક્કસ ચઢાવો. ચઢાવેલી દક્ષિણાને કોઇ જરૂરીયાત વાળી વ્યક્તિને દાન કરી દો.
  • સરસ્વતી અને લક્ષ્મીજીની ઉભી મૂર્તિ પૂજાકક્ષમાં રાખવી જોઇએ. તેમની દરરોજ પૂજા કરવી જોઇએ.
  • પૂજાકક્ષમાં વિધિ-વિધાનથી કળશ ચોક્કસ સ્થાપિત કરવું જોઇએ. પૂજાઘરમાં સદૈવ જળનું એક કળશ ભરીને રાખો. સંભવ હોય તો તેને ઇશાન કોણમાં જ રાખવું.
  • પૂજન હંમેશા આસન પર બેસીને કરવું જોઇએ.
  • એટલું ધ્યાન રાખવું કે પૂજા કરતી વખતે મુખ પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રહે.
  • પૂજા સવારના છ વાગ્યાથી 08 વાગ્યાના મધ્યમાં જ કરવાની કોશીશ કરવી જોઇએ.
  • આરતી કરતી વખતે સૌથી પહેલા ચારવાર ચરણોની, અને બે વાર નાભીની અને ત્રણ વાર તમામ અંગોની કરવી જોઇએ.

પૂજા કરતી વખતે વધુ શું સાવધાની રાખવી જોઇએ જેનાથી આપણી પૂજા ખંડીત ના થાય જુઓ તસવીરોમાં...

મોઢેથી ક્યારેય ના ફૂંકવો દિવો

મોઢેથી ક્યારેય ના ફૂંકવો દિવો

આરતી, દ્વીપ, અગ્નિ જેવા પવિત્રના પ્રતિકોને મોઢેથી ફુંક મારીને ક્યારેય બુઝાવવા જોઇએ નહીં.

ગણેશ ભૈરવને ના ચઢાવો તુલસી

ગણેશ ભૈરવને ના ચઢાવો તુલસી

ગણેશજી અને ભૈરવનાથને ક્યારેય તુલસી અર્પણ કરવી નહીં.

દુર્ગામા

દુર્ગામા

દુર્ગામાને દુર્વા ચઢાવો નહીં, દુર્વા એક પ્રકારનું ઘાસ હોય છે.

કેવી મૂર્તિ રાખવી

કેવી મૂર્તિ રાખવી

આપના પૂજાઘરમાં 9 ઇંચથી મોટી મૂર્તિઓ રાખવી નહીં.

ઘરમાં શિવલિંગ?

ઘરમાં શિવલિંગ?

આ સત્ય છે પણ આપના ઘરમાં શિવલિંગ રાખવું જોઇએ નહીં.

મીણબત્તી

મીણબત્તી

મીણબત્તીથી આપના પૂજાકક્ષમાં આરતીના દિવા કે અન્ય દિવા પ્રગટાવવા જોઇએ નહીં.

મંદિર ઉપર કંઇ કરવું નહીં

મંદિર ઉપર કંઇ કરવું નહીં

પૂજાના ઓરડામાં પર્દા ચોક્કસ લગાવવા. અને મંદિરની ઉપર પુસ્તક, ચશ્મા અથવા અન્ય કોઇ વસ્તુ ના મૂકો.

પૂર્વજોની તસવીર પૂજાકક્ષમાં ના રાખવી

પૂર્વજોની તસવીર પૂજાકક્ષમાં ના રાખવી

માતા-પિતા, અને પૂર્વજોની તસવીરો પૂજાકક્ષમાં રાખવી જોઇએ નહીં.

રવિવારે તુલસી તોડવી નહી

રવિવારે તુલસી તોડવી નહી

રવિવાર, એકાદશમી અને દ્વદશીના રોજ સંધ્યાકાળમાં તુસલીને તોડવી જોઇએ નહીં.

અગરબતી ના સળગાવવી

અગરબતી ના સળગાવવી

અગરબતી સળગાવવી જોઇએ નહીં, કારણ કે તેમાં વાસના લાકડાનો ઉપયોગ થાય છે.

English summary
While doing puja of worshiping god, you must be careful about dos and dont s. Here are some tips about pooja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X