History Of Indian Muslims : ભારતીય મુસ્લિમો કોના વંશજ? જાણો કેવી રીતે ભારત પહોંચ્યા?
History Of Indian Muslims: ભારતમાં મુસ્લિમોના આગમન વિશે ઇતિહાસમાં ઘણુ કહેવાયુ છે. તેમની પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ વિશે ઘણી વાતો છે. જો કે એક સવાલ હંમેશા રહ્યો છે કે મુસ્લિમો ભારત કેવી રીતે પહોંચ્યા?

જણાવી દઈએ કે, દુનિયામાં ઈસ્લામ બીજો સૌથી મોટો ધર્મ છે. ભારતમાં પણ મુસ્લિમો સૌથી મોટી લઘુમતિ છે. દુનિયાભરમાં અંદાજે 1.8 અબજ મુસ્લિમો રહે છે.
જણાવી દઈએ કે, અરેબિયામાં ઇસ્લામના ઉદયના થોડા સમય પછી ઇસ્લામે ગુજરાતના આરબ દરિયાકાંઠાના વેપાર માર્ગ દ્વારા ભારતીય સમુદાયમાં પોતાનું સ્થાન બનાવ્યું. ઇસ્લામ 7મી સદી સુધીમાં ભારતીય ખંડોના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગયો હતો. જે પછી આરબોએ સિંધ પર વિજય મેળવ્યો અને બાદમાં 12મી સદીમાં મહમૂદ ગઝની પંજાબ થઈને ઉત્તર ભારત પહોંચ્યો.
આ પછી ઘણા મુસ્લિમ શાસકો અને વેપારીઓએ સતત ભારતની મુલાકાત લેતા રહ્યાં. ધીરે ધીરે ઇસ્લામ સંસ્કૃતિએ ભારતમાં પોતાનું સ્થાન બનાવ્યું., ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નાખવાનો શ્રેય પણ કુતુબુદ્દીન ઐબકને આપવામાં આવે છે.
ભારતમાં મોટાભાગના મુસ્લિમો દક્ષિણ એશિયાના વંશીય જૂથોના છે. ભારતમાં મુસ્લિમો મુખ્યત્વે મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાંથી આવ્યા હતા. મુસ્લિમોમાં સર્વોચ્ચ જાતિ અશરફ છે અને સૌથી નીચી જાતિ અજલાફ છે. એવું કહેવાય છે કે ભારતની પ્રથમ મસ્જિદ ચેરામન જુમા મસ્જિદ 629 એડી માં બનાવવામાં આવી હતી.
ઇસ્લામ મુખ્યત્વે ઉત્તર આફ્રિકા, સાહેલ, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા જેવા દેશોમાં ફેલાયેલો છે. આજે દેશના મોટાભાગના ભાગોમાં મુસ્લિમો હાજર છે. મક્કા મુસ્લિમ સમુદાયના લોકો માટે એક તીર્થ સ્થળ છે. દુનિયાભરમાંથી મુસ્લિમો અહીં હજ માટે આવે છે.












Click it and Unblock the Notifications
