કેવી રીતે થાય છે મુસ્લિમ કિન્નરના અંતિમ સંસ્કાર? જાણો હિન્દુ કિન્નર કરતા કેટલા અલગ હોય છે?
Funerals of Eunuchs : કિન્નરો આમ તો સમાજનો એક ભાગ છે પરંતુ તેમની જિંદગી વિશે હજારો દંતકથાઓ પ્રચલિત છે. આવી જ એક દંતકથા તેમના અંતિમ સંસ્કારને લઈને પણ છે.
કહેવાય છે કે જો કોઈ કિન્નરનું મોત થાય તો તેને ચપ્પલથી મારવામાં આવે છે. જો કે હવે અહીં સવાલ એ થાય કે કોઈ મુસ્લિમ કિન્નરનું મોત થાય તો તેમની અંતિમ વિધિ કેવી રીતે થાય છે?

કિન્નરો વિશે કહેવાય છે કે તેમના અંતિમ સંસ્કાર રાતમાં જ કરવામાં આવે છે. મૃતકને ચપ્પલથી મારતા મારતા અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે. જેથી કોઈ જોઈ ન શકે.
ન્યૂઝ18 સાથે વાત કરતાં મહંત કામિનીએ જણાવ્યુ કે, સદીઓથી સમાજ કિન્નરોને અભિશાપ તરીકે જોતો આવ્યો છે, તેથી તેમના વિશે ઘણી ખોટી માન્યતાઓ ફેલાઈ રહી છે.
મહંત કામિની કહે છે કે, એ વાત તદ્દન ખોટી છે કે જ્યારે કોઈ કિન્નરનું મૃત્યુ થાય ત્યારે તેની લાશને જૂતા અને ચપ્પલથી મારવામાં આવે છે. જો કોઈ મિત્રનું મૃત્યુ થાય તો અમે પણ તે જ રીતે શોક વ્યક્ત કરીએ છીએ જે રીતે અન્ય લોકો તેમના પ્રિયજનોના મૃત્યુનો શોક વ્યક્ત કરે છે.
મહંત કામિની જણાવે છે કે, કિન્નરના અંતિમ સંસ્કાર પણ સામાન્ય વ્યક્તિની જેમ જ કરવામાં આવે છે. જો કોઈ વ્યંઢળ મુસ્લિમ સમુદાયનો હોય તો તેના અંતિમ સંસ્કાર ઈસ્લામિક રીતે કરવામાં આવે છે. એટલે કે તેને દફનાવવામાં આવે છે. જો હિંદુ સમુદાયનો હોય તો તેના અંતિમ સંસ્કાર હિંદુ ધર્મ પ્રમાણે કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, કિન્નરોના અંતિમ સંસ્કારમાં કિન્નરો સિવાય સિંગર, સંગીતકારો અને અન્ય ઘણા લોકો હોય છે જે કિન્નર નથી. આ સિવાય એક કિન્નર સમાજના ઘણા લોકો સાથે સારા સંબંધો જાળવી રાખે છે જે તેની અંતિમ ક્ષણોમાં તેની સાથે રહે છે.
મહંત કામિની કહે છે કે આવા લોકો કિન્નરના અંતિમ સંસ્કાર કરે છે. આ લોકો તેમની અંતિમ યાત્રામાં પણ ભાગ લે છે અને તેના અંતિમ સંસ્કાર પણ કરે છે.












Click it and Unblock the Notifications
