Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આસારામના સાધના કક્ષમાં શરીરને સમર્પિત કરી દેતી હતી સેવિકાઓ

સુરત, 6 ઓક્ટોબર: સંત આસારામ બાપૂ અને તેમના પુત્ર નારાયણ સાંઇની એક પછી એક કાળી કરતૂતો સામે આવી રહી છે. જ્યારે જોધપુર પોલીસ તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી તો સુરતમાં બે બહેનો હિંમત એકઠી કરી અને પોતાની આપવીતિ પોલીસને સંભળાવી, જેમાં બંને પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. રવિવારે એક મોટો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કેર આશ્રમમાં સેવિકાઓને પોતાનું તન-મન બધુ સમર્પિત કરી દેવાનું કહેવામાં આવે છે.

સુરતના જહાંગીરપુરા અને અમદાવાદમાં આસારામ અને તેમના પુત્ર વિરૂદ્ધ એફઆરઆઇ મુજબ 2003માં સુરતની બે છોકરીઓ, જેમાં એક કિશોર હતી, ગુજરાતના સાબરમતી સ્થિત આસારામ બાપૂમાં આશ્રમમાં લાવવામાં આવી. ત્યાં તેમને સેવિકા તરીકે રાખવામાં આવી હતી. બંને છોકરીઓને આયુર્વેદિક દવાઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે દરમિયાન મોટી બહેનને સાધના કક્ષમાં બોલાવવામાં આવતી હતી અને સાધના દરમિયાન તેને પોતાનું તન-મન બધુ સમર્પિત કરવા માટે કહેવામાં આવતું હતું. ઇશ્વર ભક્તિના નામ છોકરીના શરીરની સાથે શું થતું હતું, તે તમે સમજી શકો છો.

તો બીજી તરફ નાની બહેન અમદાવાદમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે નારાયણ સાંઇ તેને પોતાની સાથે ફરવા લઇ જતા હતા. અલગ-અલગ આશ્રમમાં લઇ જતા હતા અને તે ત્યાં તેની સાથે ઘણી યૌન શોષણ કરવામાં આવ્યું હતું. બંને બહેનો માટે જ્યારે હદ બહાર થઇ ગયું, ત્યારે બંનેએ 2005માં આશ્રમ છોડી દિધો.

અમદાવાદ પોલીસે કહ્યું હતુંક એ કેસને જોધપુર ટ્રાન્સફર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે કહ્યું હતું કે આવા કેસની તપાસ ઘણી સંવેદનશીલ હોય છે, જો કે દરેક પગલું સમજી વિચારે ભરવું પડે. એવામાં જો અન્ય પીડિતાઓ આગળ આવે છે તો તપાસમાં મદદ મળી શકે છે. સ્લાઇડરમાં જુઓ કયા-કયા છે નવા આરોપો.

દર પંદર મિનિટે નવી છોકરી

દર પંદર મિનિટે નવી છોકરી

આસારામના પૂર્વ સેવાદાર ભોલાનંદે આરોપ લગાવ્યો છે કે અમદાવાદ આશ્રમમાં મોટાભાગની રાતો એક સાથે કેટલીય છોકરીઓને બોલાવે છે અને યૌન આચારના સમયે દર 15 મિનિટ પર છોકરીઓ બદલતા હતા.

અપ્રાકૃતિક સેક્સ

અપ્રાકૃતિક સેક્સ

સુરતમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં 37 વર્ષીય મહિલાએ આસારામ પર તેના અપ્રાકૃતિક શારિરીક સંબંધ બાંધ્યો હતો.

ચોરીનો આરોપ

ચોરીનો આરોપ

અમદાવાદમાં દાખલ કરવામાં આવેલી એફઆરઆઇમાં નાની બહેનને કહ્યું હતું કે તેના પર અને તેની બહેન પર વારંવાર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યા, જેથી કોઇને યૌન શોષણની ફરિયાદ ન કરે. તેમને ડરાવવામાં અને ધમકાવવામાં આવતી હતી.

 દવાઓ બનાવવાના બહાને યૌન શોષણ

દવાઓ બનાવવાના બહાને યૌન શોષણ

સુરતમાં એફઆરઆઇના અનુસાર દેશના અલગ-અલગ રાજ્યોમાં સેવિકાઓ તરીકે છોકરીઓને લાવવામાં આવતી હતી. અને દવાઓ બનાવવાના બહાને તેમની સાથે યૌન શોષણ કરવામાં આવતું હતું.

બાળકોના લિંગ બાંધી દેવામાં આવતા હતા

બાળકોના લિંગ બાંધી દેવામાં આવતા હતા

ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવી સાથે વાતચીતમાં પૂર્વ સેવાદાર ભોલાનંદે આરોપ લગાવ્યો હતો કે આસારામના આશ્રમોમાં એકવાર જ્યારે તમે તન-મન બધુ સમર્પિત કરી દિધું તો ત્યારબાદ તમારું શરીર મજાક બની જાય છે. તોફાન કરવામાં આવતાં બાળકોના લિંગ બાંધી દેવામાં આવતા હતા.

આશ્રમનું નિવેદન

આશ્રમનું નિવેદન

આશ્રમના પ્રવક્તાએ કહ્યું હતું કે જે કોઇપણ આસારામ બાપૂ પર આરોપ લગાવી રહ્યાં છે, તે પુરાવા આપે તો સારું રહેશે. જો કોઇ પુરાવો છે તો તે આશ્રમની વેબસાઇટને પણ મોકલી શકે છે. સબૂત વિના આરોપ લગાવવો ખોટું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X