For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ, દુર્ઘટનાથી બચશો

તમે હંમેશા સાંભળ્યું હશે કે ગેસ સિલિન્ડર ફાટવાથી મોટી દુર્ઘટના થઈ. આવી દુર્ઘટના માટે હંમેશા લોકોને જવાબદાર ઠેરવવામાં આવે છે

|
Google Oneindia Gujarati News

તમે હંમેશા સાંભળ્યું હશે કે ગેસ સિલિન્ડર ફાટવાથી મોટી દુર્ઘટના થઈ. આવી દુર્ઘટના માટે હંમેશા લોકોને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ આવી દુર્ઘટના પેટ્રોલિયમ કંપની તરફથી ખોટા સિલિન્ડર આપવાને કારણે પણ થાય છે. દરેક સિલિન્ડરની એક એક્સપાયરી ડેટ હોય છે. કેટલીકવાર એક્સપાયરી ડેટનું સિલિન્ડર પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને કારણે દુર્ઘટના સર્જાય છે. એટલે જરૂરી છે કે સિલિન્ડરની ડિલિવરી લેતા પહેલા તેની એક્સપાયરિ ડેટ ચેક કરો. આ કામ ફક્ત એક નજરમાં જ કરી શકાય છે.

આ પણ વાંચો: સસ્તામાં મળી રહ્યું છે ગેસ કનેક્શન, 500 રૂપિયાનો ગેસ પણ ફ્રી

આ રીતે વાંચો એક્સપાયરી ડેટ

આ રીતે વાંચો એક્સપાયરી ડેટ

ગેસ સિલિન્ડરની એક્સપારયી ડેટ જાણવી સહેલી છે. દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગ્યુલેટર હોય છે ત્યાં ડી 19 જેવું કંઈક લખેલું હોય છે. આ જ ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે. ડી 19નો મતબલ છે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2019 છે. તેનાા પછી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો ખતરનાક છે. આવા સિલિન્ડરોમાં ગેસ લીક કે અન્ય મુશ્કેલી સર્જાઈ શકે છે. જેને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. ગેસ સિલિન્ડર ફાટવા જેવી ઘટના પણ બની શકે છે.

જાણો ગેસ સિલિન્ડરમાં લખેલી સાંકેતિક ભાષા

જાણો ગેસ સિલિન્ડરમાં લખેલી સાંકેતિક ભાષા

ગેસ સિલિન્ડરમાં સૌથી ઉપર રેગ્યુલેટર પાસે જે 3 પટ્ટી હોય છે, તેમાં એક પટ્ટી ઉપર A,B,C,D લખેલું હોય છે. ગેસ કંપની દરેક લેટરને 3 મહિનામાં વહેંચે છે. Aનો અર્થ છે જાન્યુઆરીથી માર્ચ, Bનો અર્થ એપ્રિલથી જૂન સુધીનો હોય છે. તો સીનો અર્થ થાય છે જુલાઈથી સપ્ટેમ્બર અને ડી એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર. જો ગેસ સિલિન્ડર પર ડી 19 લખ્યું લખેલું હોય તો આ ગેસ સિલિન્ડર ડીસેમ્બર 2019 બાદ એક્સપાયર થઈ જશે. તો 19નો મતલબ છે 2019નું વર્ષ. ત્યાર બાદ ગેસ સિલિન્ડરનો ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે.

LPG ગેસનો ઉપયોગ કરતી વખતે આટલું રાખો ધ્યાન

LPG ગેસનો ઉપયોગ કરતી વખતે આટલું રાખો ધ્યાન

- એલપીજી ગેસનો ઉપયોગ કરતી વખતે બારી ખુલ્લી રાખો

- ગેસ પાસે કોઈ પ્રકારનો જ્વલનશીલ પદાર્થ કે પ્લાસ્ટિકનો સામાન ન રાખો.

- ખાવાનું બનાવ્યા બાદ હંમેશા ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરો અને ગેસનો નોબ પણ બંધ રાખો. આવું નહીં કરો ચો પાઈપમાં ગેસ ભરાઈ રહેશે.

- તમારી ગેસ એજન્સી અને કસ્ટમર કેરનો નંબર સેવ રાખો. જો ગેસના નોઝલમાં લીકેજ હોય તો ગેસ એજન્સીના ટોલ ફ્રી નંબર પર કોલ કરો

- ગેસ લીકેજને ક્યારેય દિવાસળીથી ચેક ન કરો. ઘરમાં લાઈટ ન ચાલુ કરો. આગ હોય તેવા ઉપકરણો બંધ કરો અને તરત જ એલપીજી ઈમરજન્સી નંબર ડાયલ કરો.

એલપીજી મેઈન્ટેનન્સ કેવી રીતે કરશો

એલપીજી મેઈન્ટેનન્સ કેવી રીતે કરશો

- જો લાંબા સમય સુધી ગેસનો ઉપયોગ ન કરવાનો હોય તો રેગ્યુલેટર ખોલીને મૂકી દો
- એલપીજી ગેસ સિલિન્ડર હંમેશા ઉપરની બાજુ રાખો, જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખો.
- સાબુના પાણ સિલિન્ડરના જોઈન્ટ્સમાં નાખીને લીકેજ ચેક કરતા રહો. સાબુના પરપોટા પરથી તમે લીકેજ જાણી શક્શો.
- કોઈ પ્રકારની આગ દ્વારા લીકેજ જેક ન કરો, આમ કરવાથી આગ લાગી શકે છે.
- જૂના અને કપાયેલા ગેસ પાઈપ, જૂના રેગ્યુલેટરનો ઉપયોગ ન કરો.
- એક્સિડેન્ટલ લીકેજને કારણે 50 ટકા દુર્ઘટના થાય છે, એટેલ ISI માર્ક વળા ગેસ ટ્યુબ્સ અને રેગ્યુલેટર વાપરો.
- એલપીજી સિલિન્ડર સાથે છેડખાની ન કરો.

English summary
check expiry date of gas cylinder and be safe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X