For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે ભાષા નહોતી તો પૂર્વજો શારીરિક સંબંધો માટે કેવી રીતે સંકેત આપતા?

વર્તમાન સમયમાં વાતચીતના ઘણા રસ્તાઓ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જૂના સમયમાં લોકો એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરતા હતા?

By Desk
|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં વાતચીતના ઘણા રસ્તાઓ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જૂના સમયમાં લોકો એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરતા હતા? તે સમયે જ્યારે ભાષાનો વિકાસ પણ થયો ન હતો ત્યારે તેણે પોતાના મનની વાત કેવી રીતે પહોંચાહતા? તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરતા અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે તેઓ શારીરિક સંબંધ બાંધવા માંગતા હોય ત્યારે તેઓ શું કરતા હશે? તેનો જવાબ આ સંશોધનમાં મળી આવ્યો છે.

પૂર્વજો પ્રેમની બાબતમાં હોશિયાર હતા

પૂર્વજો પ્રેમની બાબતમાં હોશિયાર હતા

તમને વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગશે પરંતુ આપણા પૂર્વજો પ્રેમ મામલે આજકાલના લોકો કરતા વધુ હોશિયાર હતા. એક નવા અભ્યાસ મુજબ, નિએન્ડરથલ માનવીઓ તેમના સાથીઓને આકર્ષવા માટે તેમના ચહેરાના હાવભાવનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હતા. આ સાથે તેણે પોતાના સ્માઈલનો ઉપયોગ ઈન્ટિમેટ રિલેશન માટે પણ કરતા હતા.

પોતાના માટે આવા જીવનસાથી પસંદ કરતા

પોતાના માટે આવા જીવનસાથી પસંદ કરતા

મિલાન યુનિવર્સિટીના સંશોધકોએ નિએન્ડરથલ મનુષ્યોમાંથી આનુવંશિક નમૂના લીધા હતા. આ નમુનાઓની તપાસ પર એવું બહાર આવ્યું છે કે જનીન પરિવર્તનને કારણે સંભવ છે કે મનુષ્યો પોતાના માટે ઓછા આક્રમક જીવનસાથી પસંદ કરવા માટે પ્રેરિત થયા હોય. આ આપણા પૂર્વજોના ઘરેલું જીવનમાં અનુકૂલનની શરૂઆત તરીકે ચિહ્નિત કરે છે.

પોતાને ઘરના વાતાવરણને અનુકૂળ બનાવ્યા

પોતાને ઘરના વાતાવરણને અનુકૂળ બનાવ્યા

સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા અભ્યાસને ટાંકીને sciencemag.org એ ઉલ્લેખ કર્યો છે કે આધુનિક માનવીઓ લુપ્ત પૂર્વજ (નિએન્ડરથલ્સ અને ડેનિસોવન્સ) થી અલગ થયા પછી ઘરેલું વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ થયા.

મિલાન યુનિવર્સિટીમાં અભ્યાસ થયો

મિલાન યુનિવર્સિટીમાં અભ્યાસ થયો

નોંધનીય છે કે ઇટાલીની મિલાન યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજીસ્ટ જિયુસેપ ટેસ્ટા અને તેમના એક સાથીઓએ ન્યુરલ ક્રેસ્ટ કોષો પર BAZ1B નામના જનીનનો અભ્યાસ કર્યો હતો અને તે પછી જ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચી શક્યા હતા. હકીકતમાં, તે જાણતા હતા કે આ જનીનની બે નકલો મોટાભાગના લોકોમાં જોવા મળે છે અને તે મનુષ્યની સામાન્ય પ્રવૃત્તિમાં વિશેષ ભૂમિકા ભજવે છે.

English summary
How could ancestors have hinted at a physical relationship when there was no language?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X