સદીઓ પહેલા મહિલાઓ કેવી રીતે લિપસ્ટિક લગાવતી? માત્ર આ મહિલાઓને હતી પરવાનગી
આજકાલ મહિલાઓ માટે લિપસ્ટિક ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. તમને જાણીને નવાઈએ લાગશે કે લિપસ્ટિક આજકાલથી નહીં પરંતુ સદીઓથી લગાવાઈ રહી છે.
મેકઅપ પસંદ કરનારા બહુ ઓછા લોકો જાણે છે કે લિપસ્ટિકની શરૂઆત કેવી રીતે થઈ અને લગભગ 500 વર્ષ પહેલાં મહિલાઓએ લિપસ્ટિક કેવી રીતે બનાવી અને તેનો ઉપયોગ કર્યો?

500 વર્ષ પહેલા મહિલાઓ લિપસ્ટિક કેવી રીતે લગાવતી?
મહિલાઓ દરેક જમાનામાં મેકઅપની શોખીન રહી છે. 500 વર્ષ પહેલાના લિપસ્ટિકના ઇતિહાસ પર નજર કરીએ તો તે સમયે સુમેરિયન પુરુષો અને સ્ત્રીઓ કિંમતી પથ્થરોને પીસીને હોઠને રંગ આપવા માટે તેનો ઉપયોગ કરતા.
ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા કીડાને મારીને તેના હોઠ પર લગાવતી. જેથી તેમના હોઠ લાલ અને સુંદર દેખાય. સિંધુ ખીણની સંસ્કૃતિની મહિલાઓ લિપસ્ટિક તરીકે ગારાનો ઉપયોગ કરતી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે તે જમાનામાં માત્ર શક્તિશાળી મહિલાઓ જ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકતી હતી. કોઈપણ સામાન્ય સ્ત્રીને તેના હોઠ સુંદર બનાવવાની મંજૂરી નહોતી.
જો કોઈએ આવું કર્યું તો તેને તેની સજા ભોગવવી પડતી. આ રીતે તે જમાનામાં લિપસ્ટિકનો ઉપયોગ થતો હતો પરંતુ દરેક મહિલા તેને લગાવીને સુંદર દેખાતી નહોતી. આ જે તે સમયના ભેદભાવને પણ સ્પષ્ટપણે દર્શાવે છે.












Click it and Unblock the Notifications
