કેવી રીતે અસ્તિત્વમાં આવે છે નવો દેશ? જાણો પુરી પ્રક્રિયા
દુનિયામાં હાલ 195 જેટલા દેશો અસ્તિત્વમાં છે. સુડાન સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલો નવો દેશ છે. અહીં અમે તમને નવા દેશના અસ્તિત્વમાં આવવાની પ્રકિયા જણાવી રહ્યાં છીએ.
વિશ્વનો સૌથી નવો દેશ દક્ષિણ સુડાન છે. તેની સ્વતંત્રતા 9 જુલાઈ 2011ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ દેશને સૌપ્રથમ સુડાન દ્વારા તેના પાડોશી દેશ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

જણાવી દઈએ કે આ દેશ સૌથી ગરીબ દેશોમાં સામેલ છે, જ્યાં 1.50 કરોડથી વધુ વસ્તીને બે સમયનું ભોજન પણ મળતું નથી.
આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે કયા આધારે દેશને નવા દેશ તરીકે ઓળખવામાં આવે છે? એવું નથી કે જો કોઈ જમીનના ટુકડાને દેશ તરીકે જાહેર કરે તો બીજા બધા દેશો તેને સરળતાથી ઓળખી જાય.
દેશ બનાવવા માટે એક જટિલ પ્રક્રિયા છે. જ્યારે સુડાનને નવો દેશ બનાવવાની વાત કરવામાં આવી ત્યારે તેને ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ 9 જુલાઈએ નક્કી કરવામાં આવ્યું હતું કે સુડાન એક નવો દેશ બનશે.
કેવી રીતે અસ્તિત્વમાં આવે છે નવો દેશ?
દેશ બનાવવાની પ્રક્રિયા સમજવા આંતરરાષ્ટ્રીય કાયદા સમજવા જરૂરી છે. 26 ડિસેમ્બર 1935 ના રોજ ઉરુગ્વેની રાજધાની મોન્ટેવિડિયોમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સ દરમિયાન મુખ્યત્વે 4 શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આ ચાર શરતોનું પાલન ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્થાનને નવો દેશ જાહેર કરી શકાય નહીં. આ સાથે નવા દેશને સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન્યતા મળે તે પણ જરૂરી બનાવવામાં આવ્યું હતું.
કઈ હતી આ ચાર શરતો?
આ તમામ 4 શરતોમાં પ્રથમ શરત એ હતી કે નવા દેશને ત્યારે જ માન્યતા આપવામાં આવશે જ્યારે તે જગ્યાએ કાયમી વસ્તી હશે. આ પછી બીજી શરત મૂકવામાં આવી હતી કે નવા દેશમાં એક નિશ્ચિત વિસ્તાર અથવા ભૌગોલિક વિસ્તાર હોવો જોઈએ. આ પછી ત્રીજી શરત એ હતી કે સરકાર અથવા કોઈ ગવર્નિંગ બોડી હોવી જોઈએ.
છેલ્લી શરત એ હતી કે જે વિસ્તારને નવો દેશ જાહેર કરવામાં આવશે તેના અન્ય રાષ્ટ્રો સાથે સારા સંબંધો હોવા જોઈએ. આ ચાર શરતો પૂર્ણ કર્યા પછી તે નવા દેશને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવે છે. જ્યારે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે જ નવા દેશને તમામ દેશોની મંજૂરી મળે છે.












Click it and Unblock the Notifications
