For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક તમારો પાર્ટનર ગે કે લેસ્બિયન તો નથીને? આ લક્ષણોથી ઓળખો

આ આર્ટિકલમાં અમે તમને જણાવીશુ કે કેવી રીતે તમે પોતાના લવ પાર્ટનર વિશે જાણી શકે છે કે તે LGBT સાથે સંબંધ રાખે છે કે નહિ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ LGBTને લઈને લોકો પહેલેથી જ ઘણા જાગૃત થઈ રહ્યા છે પરંતુ આજે પણ ઘણા લોકો સેક્સુઅલ ઓરિએન્ટેશન પર ખુલીને વાત નથી કરતા. મોટાભાગના લોકો સેક્શ્યુઅલ ઓરીએન્ટેશન વિશે વાત કરવામાં ઘણુ અસહજ અનુભવે છે કારણકે તેમને લાગે છે કે તેમનો પરિવાર તેને સ્વીકારી નહિ શકે. આના કારણે સમાજમાં ગે અને લેસ્બિયન લોકોની જબરદસ્તી લગ્ન કરાવી દેવામાં આવે છે.

કેવી રીતે જાણવુ કે પાર્ટનર LGBT છે

કેવી રીતે જાણવુ કે પાર્ટનર LGBT છે

LGBT કંઈ ખરાબ નથી પરંતુ આ વાતને આજ સુધી સમાજ સ્વીકારી શક્યો નથી. શું તમે જાણો છે કે LGBT શું છે અને કેવી રીતે જાણવુ કે તમારો પાર્ટનર LGBT તો નથીને. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશુ કે કેવી રીતે તમે પોતાના લવ પાર્ટનર વિશે જાણી શકે છે કે તે LGBT સાથે સંબંધ રાખે છે કે નહિ.

શું છે LGBT?

શું છે LGBT?

L - લેસ્બિયન - જ્યારે એક મહિલાને બીજી મહિલા સાથે પ્રેમ થઈ જાય તેને લેસ્બિયન કહેવાય છે. લેસ્બિયન પાર્ટનરમાં એક છોકરી છોકરાની જેમ રહે છે. જેમ કે પેન્ટ શર્ટ પહેરવા,વાળા નાના રાખવા - જેને બુચ કહેવામાં આવે છે. બીજી પાર્ટનર સામાન્ય મહિલાની જેમ રહે છે - સાડી, સૂટ પહેરવા, લાંબા વાળ રાખવા- જેને ફેમ કહેવામાં આવે છે.
G - ગે - જ્યારે એક પુરુષને બીજા પુરુષ સાથે પ્રેમ થઈ જાય તેને ગે કહેવાય છે.
B - બાઈસેક્સ્યુઅલ - જ્યારે કોઈ મહિલા કે પુરુષને મહિલા અને પુરુષ બંનેથી પ્રેમ થઈ જાય ત્યારે તેને બાઈ સેક્સ્યુઅલ કહેવાય છે.
T- ટ્રાન્સજેન્ડર - જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય ત્યારે તેનુ જેન્ડર અલગ હોય છે પરંતુ મોટા થવા પર વ્યક્તિ એકદમ ઉલટુ અનુભવે ત્યારે તેને ટ્રાન્સજેન્ડર કહેવાય છે. જેમ કે - કોઈ બાળક છોકરા તરીકે જન્મ્યો હોય પરંતુ તે છોકરી જેવુ અનુભવે ત્યારે તેને ટ્રાન્સજેન્ડર કહેવાય છે.

ટચ કરવામાં અનકંફર્ટેબલ અનુભવવુ

ટચ કરવામાં અનકંફર્ટેબલ અનુભવવુ

જો તમારો પાર્ટનર LGBT હોય તો તે પોતાના પાર્ટનરને સ્પર્શવામાં અસહજ અનુભવ કરે છે. ગે પોતાની પત્નીને સ્પર્શવામાં જ્યારે લેસ્બિયન પોતાના પતિને સ્પર્શવામાં અસહજ અનુભવે છે. આવુ એટલા માટે થાય છે કારણકે તે તેમના માટે નેચરલ નથી હોતુ. તે ઈચ્છતા હોવા છતાં પણ પોતાના પાર્ટનર માટે એટ્રેક્શન ફીલ નથી કરી શકતા. જો તમારો પાર્ટનર તમારી સાથે રોમાંસ, કિસ, હગ અને ટચમાં અસહજ અનુભવતો હોય તો ખુલીને પોતાના પાર્ટનર સાથે વાત કરો.

રસ ન બતાવવો

રસ ન બતાવવો

જો તમારો પાર્ટનર LGBT હોય તો તે રસ બતાવી શકશે નહિ. જો તમારો પાર્ટનર ગે હોય તો તમે ભલે સાડી પહેરો કે પછી શૉર્ટ ડ્રેસ પહેરો તેમાં તેને બિલકુલ રસ નહિ હોય કારણકે તેના માટે આ બધુ મહત્વનુ નથી.

પુરુષોમાં રુચિ બતાવવી

પુરુષોમાં રુચિ બતાવવી

જો તમારા પાર્ટનરને પુરુષોમાં વધારે રુચિ હોય તો તમારો પાર્ટનર ગે હોઈ શકે છે. ગે છોકરાઓ છોકરીઓ કરતા વધુ છોકરાઓના લુક્સને નોટિસ કરે છે. ગે છોકરાઓ હેન્ડસ છોકરાઓને જોઈને ઘણા એટ્રેક્ટ થઈ જાય છે. તેમને બીજા પુરુષો પ્રત્યે આકર્ષણ અનુભવાય છે. જો તમારા પાર્ટનારમાં આ વર્તન જોવા મળે તો તેને ઈગ્નોર ન કરો પરંતુ ખુલીને વાત કરો.

મહિલાઓમાં રુચિ બતાવવી

મહિલાઓમાં રુચિ બતાવવી

જો તમારી પાર્ટનર લેસ્બિયન હોય તો તે છોકરાઓ કરતા વધુ બીજી છોકરીઓમાં રુચિ બતાવશે. લેસ્બિયન છોકરીઓ બીજી છોકરીઓને સ્પર્શવાના બહાના બનાવે છે. બીજી છોકરીઓને અડીને બેસવાનુ પસંદ કરે છે. લેસ્બિયન છોકરીઓ ગાળો દેવામાં ખચકાતી નથી. લેસ્બિયન છોકરીઓની બૉડી લેગ્વેજ છોકરાઓ જેવી હોય છે.

પાર્ટનર LGBT હોય તો શું કરવુ

પાર્ટનર LGBT હોય તો શું કરવુ

ગભરાવ નહિ - જો તમારો પાર્ટનર ગે કે પછી લેસ્બિયન LGBT હોય તો તમારે ગભરાવાને બદલે તેની સાથે સીધી વાત કરવાની જરુર છે. તમે પોતાના પાર્ટનર સાથે નૉર્મલ વ્યવહાર રાખો અને તેની સાથે ખુલીને વાત કરો.

દોસ્ત બનો - જો તમારો પાર્ટનક LGBT હોય તો તમે તેના સારા દોસ્ત બનો. તેના સત્યને સ્વીકારો. તમારા પાર્ટનર સાથે વાત કરો.

સપોર્ટ કરો - જો તમારો પાર્ટનર LGBT હોય તો પોતાના પાર્ટનરને સપોર્ટ કરો. આમ કરવુ એટલુ સરળ નથી હોતુ કારણકે એ સમયે આપણી ફીલિંગ હોય છે પરંતુ તેમછતાં પણ પાર્ટનર સપોર્ટ કરવો જોઈએ કારણકે એ વખતે તમારા પાર્ટનર માટે પણ મુશ્કેલી હોય છે. આપણો સમાજ આજે પણ LGBTને સ્વીકારતો નથી.

English summary
How to cope up with your parter who is gay or lasbian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X