પીરિયડ દરમિયાન વજાઈનામાં ફસાઈ જાય મેન્સ્ટ્રૂઅલ કપ, તો આ છે કાઢવા માટેની યોગ્ય રીત
પીરિયડ વખતે વજાઈનામાં મેન્સ્ટ્રૂઅલ કપ ફસાઈ જાય તો તેને કેવી રીતે કાઢવો તે અંગેના સ્ટેપ્સ અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ.
નવી દિલ્લીઃ જ્યારે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલી વાત મનમાં આવે છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તે લીક થશે કે નહીં? શું આ સલામત છે? પ્રશ્નોની સૂચિ ચાલ્યા જ કરે છે. પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે જે દરેકના મનને હચમચાવી દે છે. જો મેન્સ્ટ્રુઅલ કપ મારી યોનિમાર્ગમાં અટવાઈ જાય તો શું? પીરિયડ વખતે વજાઈનામાં મેન્સ્ટ્રૂઅલ કપ ફસાઈ જાય તો તેને કેવી રીતે કાઢવો તે અંગેના સ્ટેપ્સ અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

મેન્સ્ટ્રૂઅલ કપ વિશે સવાલ
આ એક સ્વાભાવિક પ્રશ્ન છે અને હવે આપણે એ જોવાનુ છે કે તે ખરેખર થઈ શકે છે કે નહિ. જો તે થાય તો આપણે તેના વિશે કેવી રીતે જાણી શકીએ? તમે જોયુ જ હશે કે તમારી યોનિ ન તો બહુ ઊંડી છે અને ન તો કોઈ ગુફા જેવી છે. તમારુ ગર્ભાશય ગ્રીવા(uterine cervix) ખૂબ જ આરામદાયક અને સાંકડુ હોય છે. આનો અર્થ એ છે કે માસિક કપ તમારા શરીરમાં પ્રવેશી શકતો નથી. તેથી ચિંતા કરવાનુ બંધ કરો! એકવાર તે અંદર આવી જાય તો તેના માટે માત્ર એક જ જગ્યા હોય છે, તે છે બહાર આવવુ.

મેન્સ્ટ્રૂઅલ કપ હમણાં જ યુઝ કરવાનુ શીખ્યા છો?
જો તમે હમણાં જ મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાનુ શીખ્યા હોય તો તમને તેને દૂર કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. તેથી ધીરજ રાખો. પહેલા મેન્સ્ટ્રૂઅલ કપનુ સીલ તોડ્યા પછી, કપના બેઝને નીચોવો આરામથી તેને સતત દબાવતા ધીમેથી બહાર કાઢો. આ ટેમ્પોનને બહાર કાઢવા કરતા થોડુ અલગ છે અને લગભગ 5 સેકન્ડ વધુ સમય લેશે. તમે આને કાઢવા માટે પોતાની વજાઈનાને આરામથી ખોલવા માટે ટૉયલેટ કે ટબના કિનારે એક પગને ઉપર ઉઠાવીને કોશિશ પણ કરી શકો છો.

મેન્સ્ટ્રૂઅપ કપ ના નીકળી રહ્યો હોય તો સ્ત્રીરોગ વિશેષજ્ઞનો સંપર્ક કરો
બીજી રીત એ છે કે યોનિમાર્ગમાં સ્વચ્છ આંગળી અને અંગૂઠો દાખલ કરો અને કપના બેઝને અનુભવો. પોતાના પેલ્વિક ફ્લોરના સ્નાયુઓનો ઉપયોગ કરીને, નીચેની તરફ ઝૂકો જેથી કપ સુધી પહોંચવામાં સરળતા રહે. રિમની સીલ તોડવાનો પ્રયાસ કરવા માટે કપની બૉડીને તમારી આંગળી અને અંગૂઠાની વચ્ચે(ઘણી વખત) મજબૂતીથી સ્ક્વિઝ કરો અને પછી ધીમેથી બહારની તરફ ખેંચો. જો તે પણ કામ ન કરો તો પોતાની આંગળીને રિમ સુધી ચલાવો અને કપના રિમ અને તેના સરફેસની વચ્ચે હવા જવાની સ્થિતિ બનાવો અને આંગળીને અંદરની તરફ દબાવો, પછી ધીમેથી બહાર કાઢો. એક વાર એ યોગ્ય રીતે નીકળી જાય તો પોતાની વજાઈનાને સાફ પાણીથી ધોઈ નાખો અને પોતાના હાથને સાબુથી સાફ કરો. જો આ ઉપાયો પણ કામ ન કરે તો તમારે કપ દૂર કરવા માટે કોઈ મિત્ર/પાર્ટનરને પૂછવાની જરૂર પડી શકે છે. પરંતુ શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે સ્ત્રીરોગચિકિત્સક અથવા પ્રશિક્ષિત નર્સને મળો જે યોનિમાર્ગની અંદર અટવાયેલા માસિક કપને સરળતાથી દૂર કરી શકે.

મેન્સ્ટ્રૂઅલ કપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
મેન્સ્ટ્રૂઅપ કપ એ સેનિટરી પેડ્સ અને વજાઈના ટેમ્પોન માટે એક ઈકો ફ્રેન્ડલી અને પોકેટ-ફ્રેન્ડલી વિકલ્પ છે જેનો ઉપયોગ માસિક સ્વચ્છતાના હેતુઓ માટે થાય છે. તેનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં જ લોકપ્રિય બન્યો છે. મેન્સ્ટ્રૂઅલ કપ એ નરમ સિલિકોનથી બનેલુ એક નાનુ કપ-આકારનુ ઉપકરણ છે જે તમારા પીરિયડ દરમિયાન લોહી એકત્ર કરવા માટે યોનિમાં દાખલ કરવામાં આવે છે. તે માસિક ધર્મનુ રક્ત એકત્ર કરે છે, જ્યારે સેનિટરી પેડ્સ અને ટેમ્પોન લોહીને શોષી લે છે. બધી નવી વસ્તુઓની જેમ મેન્સ્ટ્રૂઅપ કપને વજાઈનામાં દાખલ કરવા અને કાઢવા માટે થોડી ધીરજ અને પ્રેક્ટિસની જરુર હોય છે. એકવાર તમે પ્રક્રિયાની આદત પાડી લો પછી મેન્સ્ટ્રૂઅલ કપને અંદર નાખવો અને બહાર કાઢવો ખૂબ જ સરળ હોય છે.
ડિસ્કલેમરઃઅમે આ લેખની પદ્ધતિઓ અને દાવાઓને સમર્થન આપતા નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.












Click it and Unblock the Notifications
