For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારો બૉયફ્રેન્ડ પણ બીજી છોકરીથી થઈ જાય છે ઓવરફ્રેન્ડલી અને કરે છે ફ્લર્ટ તો આ રીતે કરો હેન્ડલ

નીચે આપેલી અમુક ટીપ્સ તમને પોતાના ફ્લર્ટી બૉયફ્રેન્ડને સંભાળવામાં મદદ કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આપણે સહુ જીવનમાં ક્યારેક ને ક્યારેક ફ્લર્ટ કરીએ છીએ એને એ સ્થિતિમાં ખુદને જોતા હોઈએ જ્યારે કોઈ ફ્લર્ટ કરી રહ્યુ હોય. પરંતુ ફ્લર્ટિંગ ત્યારે મુશ્કેલીનુ કારણ બની જાય છે જ્યારે તમારો પાર્ટનર તમારી સાથે રિલેશનશિપમાં રહેવા છતાં બીજા સાથે ફ્લર્ટિંગ કરે. તમારા બૉયફ્રેન્ડનુ ફલર્ટી હોવુ તમારા સંબંધને નબળો પાડે છે અને ઈનસિક્યોરિટી અને નિરાશા વધારે છે. આવા કેસોમાં મોટાભાગની રિલેશનશિપનો અંત જ છેલ્લો ઉપાય બની જાય છે. જો તમે પણ ખુદને આવી જ સ્થિતિમાં જોતા હોય જેમાં તમારો બૉયફ્રેન્ડ અન્ય છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કે એકસ્ટ્રા ફ્રેન્ડલી જોવા મળતો હોય તો આવા સમયે તમારે ક્રોધિત અને નિરાશ થવાના કારણે ધીરજ અને સમજદારીથી કામ લેવુ જોઈએ. નીચે આપેલી અમુક ટીપ્સ તમને પોતાના ફ્લર્ટી બૉયફ્રેન્ડને સંભાળવામાં મદદ કરશે.

ઉતાવળ ના કરો

ઉતાવળ ના કરો

જો તમે ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ નિર્ણય કરશો તો તે તમારા સંબંધને ખતમ કરી શકે છે. ફ્લર્ટ કરવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે અને ફ્લર્ટ કરવાનો અર્થ એ નથી કે તમારો પાર્ટનર બીજા પ્રત્યે શારીરિક રીતે પણ આકર્ષિત હોય. તમારે સમય આપીને તેને બીજા સાથે ફ્લર્ટિંગ કરવાની પાછળના કારણો સમજવા પડશે. ઘણી વાર આનુ કારણ માત્ર આત્મવિશ્વાસ મેળવવાનુ કે મનોરંજન મેળવવાનુ પણ હોઈ શકે છે. એવામાં પહેલા કારણોને જાણવા અને પછી તેના અનુસાર પોતાના પાર્ટનર સાથે વાતચીત કરો.

વાતચીતથી થઈ શકે છે ઘણી સમસ્યાઓનો અંત

વાતચીતથી થઈ શકે છે ઘણી સમસ્યાઓનો અંત

યોગ્ય રીતે તેમજ નિયમિત રીતે કરવામાં આવેલી વાતચીત તમારા સંબંધને સ્વસ્થ રાખવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પબ્લિકમાં કોઈ ચર્ચા કે લડાઈ કરવાના બદલે પર્સનલમાં પોતાના પાર્ટનરના ફ્લર્ટી વ્યવહાર વિશે તેની સાથે વાત કરવાનો ઉપાય સારો છે. આ વાતચીત દરમિયાન તમારે પોતાના બૉયફ્રેન્ડ પર કોઈ આરોપ નથી લગાવવાનો પરંતુ સહજ સ્વરમાં તેના આ વ્યવહારની પાછળના કારણ અને તેને ઘટાડવાની રીત પર ખુલીને વાત કરવાની છે.

ભરોસો રાખો

ભરોસો રાખો

જો તમારો બૉયફ્રેન્ડ પોતાની ફ્લર્ટિંગની આદતોને સુધારવાના પ્રયાસમાં લાગેલો હોય તો તેના પર અને તેના પ્રયાસો પર ભરોસો રાખવાની જરુર છે. તે એક જ દિવસમાં ફ્લર્ટિંગ બંધ નહી કરી શકે, તેમને પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવા માટે જેટલો સમય જોઈએ તે તમારે આપવો જોઈએ અને એ દરમિયાન તમારે તેના પર ભરોસો પણ રાખવો જોઈએ.

સચેત રહો

સચેત રહો

જો કે આંખ મીચીને વિશ્વાસ કરવો પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારે વિશ્વાસ અને જાગૃકતા વચ્ચે સંતુલન શોધવુ પડશે. બધુ વધુ શંકા ના કરો અને બહુ વધુ વિશ્વાસ પણ ના કરો. પબ્લિકમાં પોતાના બૉયફ્રેન્ડના વ્યવહાર પર નજર રાખો અને તેમના પ્રત્યે સચેત રહો અને યોગ્ય સમય આવતા સહજ થઈને તેના વિશે વાતચીત કરો.

English summary
How to deal with flirty boyfriend? here is the tips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X