For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધવા માટે આ 4 ટીપ્સ કરો ફોલો

પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધવામાં જો તમે અમુક બાબતોને અવગણશો તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. અમે તમને જણાવી રહ્યા છે 4 ટીપ્સ...

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સહુ કોઈ જીવનમાં એક પરફેક્ટ પાર્ટનર શોધવા માંગે છે પરંતુ યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી સરળ નથી. જો કે લોકો પોતાના માટે શ્રેષ્ઠ જીવનસાથી શોધવામાં કોઈ કસર છોડતા નથી તેમ છતાં કેટલીકવાર તેઓ પોતાની ભૂલોને કારણે નિષ્ફળ જાય છે. પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધવામાં જો તમે અમુક બાબતોને અવગણશો તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. યોગ્ય તપાસ કર્યા પછી જ કોઈને તમારા જીવનસાથી બનાવવાનું વિચારો, જે તમારુ જીવન ખૂબ જ સરળ બનાવી દેશે.

સમ્માન વિના બધુ બેકાર

સમ્માન વિના બધુ બેકાર

જ્યારે પણ તમે તમારા માટે જીવનસાથીની શોધમાં હોવ ત્યારે તેનામાં કેટલીક ખાસ આદતો અવશ્ય શોધો. જેમાં આદર હંમેશા ટોચ પર આવે છે. જો તમારો પાર્ટનર તમારો આદર ન કરી શકે તો ચોક્કસ, તમારી વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય તમારા સંબંધમાં તિરાડ પડવાની જ છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે પણ પાર્ટનર તમારી વાત પર ધ્યાન નહીં આપે અથવા તમારી સાથે દુર્વ્યવહાર કરશે તો તમે તેને પસંદ કરવાનો પસ્તાવો કરશો. તેથી હંમેશા પહેલા આ સમ્માનની ગુણવત્તા તપાસો.

અંડરસ્ટેન્ડિંગ હોવી જરુરી

અંડરસ્ટેન્ડિંગ હોવી જરુરી

આમ જોવા જઈએ તો કોઈ પરફેક્ટ પાર્ટનર નથી હોતો. વ્યક્તિના અમુક ગુણો તેને તમારા માટે પરફેક્ટ બનાવે છે. જીવનસાથી પસંદ કરતા પહેલા તમારા મૂલ્યો સાથે તેમના મૂલ્યોને મેચ કરો. તમે અને તેનો પરિવાર કેટલા સમાન છો અને તમારી વચ્ચે કેવી અંડરસ્ટેન્ડીંગ છે. જો તે તમને સમજવામાં સારો ન હોય અને તમારે તેને સમયાંતરે બધુ સમજાવવું પડે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમારા બંને વચ્ચે તાલમેલની સમસ્યા થઈ શકે છે.

ગુસ્સા પર કાબુ

ગુસ્સા પર કાબુ

ઘણા લોકો બોલ્યા વગર અથવા તો નાની-નાની વાત પર ખૂબ ગુસ્સે થઈ જાય છે જે કોઈપણ સંબંધ માટે સારુ નથી. જો તમે એવા જીવનસાથીને પસંદ કરી રહ્યા છો જે દરેક અન્ય વાત પર ગુસ્સે થાય છે તો તમે ઇચ્છો તો પણ તેને તમારી વાત સમજાવી શકશો નહીં. ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે પરંતુ આક્રમક સ્વભાવ ધરાવતો પાર્ટનર હંમેશા ચીડાયેલો જ રહે છે. આવા જીવનસાથી સાથે જીવન જીવવુ ખૂબ મુશ્કેલ થઈ શકે છે.

સ્પેસનુ મહત્વ

સ્પેસનુ મહત્વ

યુગલો વચ્ચે પ્રેમ જેટલો મહત્વનો છે તેટલુ જ મહત્વ તેમની વચ્ચે સ્પેસનુ હોવુ છે. આ એક એવો ગુણ છે કે જો પાર્ટનર પાસે ન હોય તો સંબંધોમાં ઘણી મુશ્કેલી આવે છે. તમે સંબંધમાં ગૂંગળામણ અનુભવો છો. વધુ પડતો સંયમ સંબંધોમાં ખટાશનુ કારણ બની શકે છે. આવી સ્થિતિમાં લગ્ન માટે હા કહેતા પહેલા જોઈ લો કે તમારો પાર્ટનર તમને કેટલી સ્પેસ આપે છે.

English summary
How to find a perfect life partner, follow these 4 important tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X