અહીં મળે છે માતાના દૂધમાંથી બનેલો આઈસક્રીમ, જાણો કોણ અને કેવી રીતે બનાવે છે?
શાસ્ત્રોથી લઈને દુનિયાભરના ડોક્ટરો સુધી તમામ લોકો માતાના દૂધને બાળક માટે સૌથી ઉત્તમ ખોરાક માને છે. તમને જાણીને નવાઈ લાગશે કે હવે તો દુનિયામાં માતાના દૂધમાંથી બનેલો આઈસક્રીમ પણ વેચાય છે.
આમ તો કોઈ માતાના દૂધને બજારમાં વેચવાનું ન વિચારે. જો કે તેમ છત્તા માતાના દૂધમાંથી બનેલો આઈસ્ક્રીમ બજારમાં વેચાય છે.

આજે ઘણા દેશોમાં સ્તન દૂધ વેચાય છે. જો કે ભારતમાં માતાનું દૂધ ખરીદી કે વેચી શકાતું નથી. ભારતમાં સરકાર કોઈને પણ નફા માટે માતાનું દૂધ વેચવાની મંજૂરી આપતી નથી, ભારતમાં કોઈ પણ વ્યક્તિ માતાનું દૂધ ખરીદી કે વેચી શકતી નથી.
ગયા વર્ષે જ સરકારે મોંઘા ભાવે માતાનું દૂધ વેચતી ડેરી કંપનીનું લાઇસન્સ રદ કર્યું હતું. જો કે, પ્રિ-મેચ્યોર બાળકો માટે અથવા અન્ય સંજોગોમાં માતાના દૂધનું દાન કરવાની જોગવાઈ છે.
જણાવી દઈએ કે, જે બાળકોને માતાનું દૂધ નથી મળતું તેમને ઘણી સંસ્થાઓ કોઈપણ લાભ વિના માતાનું દૂધ આપી રહી છે. આ સ્થિતિમાં, જરૂર પડ્યે ડોનેટેડ બ્રેસ્ટ મિલ્ક માંગી શકાય છે, પરંતુ તેને વેચવું એ ગુનો છે. FSS એક્ટ 2006 હેઠળ કોઈ આમ કરી શકે નહીં.
માતાના દૂધમાંથી બનેલા આઈસ્ક્રીમ વિશે સાંભળીને લોકો ચૌકી જાય છે પરંતું જણાવી દઈએ કે વર્ષ 2011માં બ્રેસ્ટ મિલ્ક આઈસ્ક્રીમને લઈને ઘણી ચર્ચા થઈ હતી અને તેને લઈને વિવાદ પણ થયો હતો.
આ સમયે લંડનમાં એક આઈસ્ક્રીમ પાર્લરે માતાના દૂધમાંથી બનેલો આઈસ્ક્રીમ વેચવાનો દાવો કર્યો હતો. તે આઈસ્ક્રીમ ડેરી દૂધને બદલે માતાના દૂધમાંથી બનાવવામાં આવતો હતો. આ આઈસ્ક્રીમનું નામ બેબી ગાગા હતું.
માહિતી અનુસાર, આ આઈસ્ક્રીમને લઈને ઘણો વિવાદ થયો પરંતુ તેની પાછળનો તર્ક એ હતો કે જો પુખ્ત વયના લોકોને ખ્યાલ આવે કે માતાનું દૂધ કેટલું સ્વાદિષ્ટ છે તો નવી માતાઓને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે, જે મહિલાઓ માટે યોગ્ય છે.
જણાવી દઈએ કે, દુનિયાભરમાં ઘણી અલગ-અલગ કંપનીઓ પ્રાણીઓના દૂધમાંથી પણ આઈસ્ક્રીમ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘોડીના દૂધમાંથી બનેલા આઈસ્ક્રીમ અંગે પણ દાવો કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
