Ied blast in bijapur : શું હોય છે IED? જાણો કેમ નક્સલીઓ હુમલા માટે તેનો ઉપયોગ કરે છે?
Ied blast in bijapur : ભારતના કેટલાક રાજ્યોમાં નક્સલીઓ સતત સેનાને નિશાન બનાવતા રહ્યાં છે. તાજેતરમાં જ છત્તીસગઢના બીજાપુરમાં એક બ્લાસ્ટમાં 9 જવાનો શહિદ થયા છે.
નક્સલીઓએ મોટા પ્રમાણમાં ied નો ઉપયોગ કર્યો અને સેનાના વાહનને નિશાન બનાવ્યુ. આ બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે 400 મીટર દુર સુધી વાહનના ટુકડા ઉડ્યા.

આવી ઘટનાઓ બાદ એક સવાલ વારંવાર આવે છે કે આખરે નક્સલીઓ કેમ વારંવાર Ied હુમલા કરવામાં સફળ થઈ જાય છે? કેવી રીતે તેના સુધી Ied પહોંચે છે?
નક્સલીઓ સુરક્ષા દળોને નિશાન બનાવવા IEDનો ઉપયોગ કરે છે. IED એક પ્રકારનો બોમ્બ છે અને આર્મી બોમ્બથી અલગ છે. આતંકીઓ IEDનો ઉપયોગ મોટા પ્રમાણમાં વિસ્ફોટ કરવા અને સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે કરે છે.
IED બ્લાસ્ટ સાથે જ ઘટનાસ્થળે આગ લાગી જાય છે. આમાં તેમાં ઘાતક અને આગ લગાડનાર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોમ્બનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા રસ્તાના કિનારે IED લગાવતી વખતે કરવામાં આવે છે. જેના કારણે તેના પર એક પગ પડતા કે વાહન પસાર થતા જ વિસ્ફોટ થાય છે.
IED ને ટ્રિગર કરવા રિમોટ કંટ્રોલ, ઇન્ફ્રારેડ અથવા મેગ્નેટિક ટ્રિગર્સ, દબાણ-સેન્સર બાર અથવા ટ્રિપ વાયર જેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઘણી વખત તેને વાયરની મદદથી રસ્તાના કિનારે બિછાવી દેવામાં આવે છે. ભારતમાં આતંકીઓ અને નક્સલવાદીઓ વારંવાર IED બ્લાસ્ટ દ્વારા સુરક્ષા દળોને નુકસાન પહોંચાડે છે.
આતંકીઓ સુરક્ષા દળોને નિશાન બનાવે છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ એટલે કે આઈઈડી બ્લાસ્ટ દ્વારા પોતાની નાપાક યોજનાઓને અંજામ આપ્યો હતો.
14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ સેનાના કાફલા પર IED વડે હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા.












Click it and Unblock the Notifications
