મોટો પ્રશ્ન: ભાજપ મોદી માટે કેમ ઇચ્છે છે સલામત સીટ?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 માર્ચ: ચૂંટણીનો શંખનાદ ફૂંકાય ગયો છે પરંતુ અત્યાર સુધી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જગ્યા નક્કી થઇ શકી નથી કે તે કયા સ્થળેથી ચૂંટણી લડશે. પાર્ટીમાં તેમને લઇને તમામ વાતો સામે આવી રહી છે.

જ્યાં પાર્ટી નરેન્દ્ર મોદીને વારાણસીની સેફ સીટથી લડાવવા માટે ઇચ્છુક છે તો બીજી તરફ આ સલામત સીટના હાલના એમપી ડૉક્ટર મુરલી મનોહર જોશીએ પાર્ટીના લોકો પર સીટને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

જો કે આ વાતને લઇને મીડિયામાં તમાશો બનતાં જોતાં મુરલી મનોહર જોશીએ ભલે જ કહી દિધું હોય કે તે તેમ જ કરશે જે ભાજપની ચૂંટણી સમિતી કહેશે. પરંતુ તેમાં કોઇ શંકા નથી કે પાર્ટીની અંદર નરેન્દ્ર મોદીની ચૂંટણી સીટને લઇને ઉથલ પાથલ મચેલી છે.

પરંતુ આ બધાની વચ્ચે એક મોટો સવાલ એ છે કે જ્યારે ભાજપ મોટા દાવાની સાથે કહી રહી છે કે તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર આખા ભારતમાં છે. અડધાની વધુ લોકો મોદીને પસંદ કરે છે તો પછી નરેન્દ્ર મોદીને સલામત સીટ પરથી ચૂંટણી લડાવવા માટે કેમ મથામણ કરી રહી છે? કેમ નરેન્દ્ર મોદીની સીટને લઇને ક્યારેક બનારસ, ક્યારેક લખનઉ અને ક્યારેક ગાંધીનગરને લઇને ચર્ચા થઇ રહી છે.

ભાજપમાં આવી સ્થિતી પેદા કેમ થઇ?

ભાજપમાં આવી સ્થિતી પેદા કેમ થઇ?

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સીટો ભાજપની જીતેલી છે. જ્યાં મુરલી મનોહર જોશી બનારસથી એમપી છે તો બીજી તરફ લખનઉથી લાલજી ટંડન એમપી છે તો બીજી તરફ ગુજરાતના ગાંધીનગરથી સાંસદ લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે. આ ત્રણેય સ્થળોમાંથી જો કોઇપણ સીટ પર મોડી લડે છે તો ત્રણેય વરિષ્ઠ નેતાઓમાંથી કોઇ એક નેતાને પોતાની સીટ છોડવી પડશે. પરંતુ સવાલ એ છે કે ભાજપમાં આવી સ્થિતી પેદા કેમ થઇ?

નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા

નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા

જ્યારે નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા છે અને તેમને પસંદ કરનાર અડધાથી વધુ દેશના લોકો છે તો પછી કેમ ભાજપ તેમણે સલામત સીટ પરથી ચૂંટણી લડાવવા માટે ઉત્સુક છે. આ સવાલ આજે દેશની જનતા ભાજપને કરી રહી છે. નરેન્દ્ર મોદીના દમ પર ચૂંટણી જીતવાનું સપનું જોનાર ભાજપે તો નરેન્દ્ર મોદીને દેશના કોઇપણ ખૂણેથી ચૂંટણી લડાવીને ભારે બહુમતિ સાથે જીતવાનો વિશ્વાસ હોવો જોઇએ, પરંતુ તે આમ કરી શકતી નથી.

હિન્દુત્વનો નારો પ્રબળ કરી શકે છે

હિન્દુત્વનો નારો પ્રબળ કરી શકે છે

આ અંગે રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે કદાચ તેના પાછળ એ કારણ છે કે ભાજપને એવું લાગે છે કે જો નરેન્દ્ર મોદી બનારસથી ઉભા રહશે તો તે હિન્દુત્વનો નારો પ્રબળ કરી શકે છે અને પોતાનો 'નમો-નમો' અને 'રામલલા'ના નારાને બુલંદ કરી શકે છે. અથવા પછી તે નરેન્દ્ર મોદીને લખનઉથી લડાવીને દેશના આદર્શ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાયપાઇના ઉત્તરાધિકારીના રૂપમાં પ્રસુસ્ત કરી શકે છે.

272નો આંકડો પાર કરાવવામાં મદદરૂપ થશે

272નો આંકડો પાર કરાવવામાં મદદરૂપ થશે

તો બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે વારાણસી ભાજપ માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કે ફક્ત નરેન્દ્ર મોદીના લડવાથી આસપાસની 30-40 સીટો પર અસર પડશે અને 30-40 સીટ જ ભાજપને 272નો આંકડો પાર કરાવવામાં મદદ કરશે.

મોદી માટે વરિષ્ઠ નેતા પાસેથી કુરબાની આશા

મોદી માટે વરિષ્ઠ નેતા પાસેથી કુરબાની આશા

જો કે મુદ્દો હજુ સુધી ગુંચવાયેલો છે, ભાજપને હવે ફક્ત 13 માર્ચની રાહ છે જે દિવસ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક થશે તેમાં એ નક્કી થઇ જશે કે કોણ ક્યાંથી ચૂંટણી લડશે? પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે અંતે વરિષ્ઠ નેતા સલામત સીટોની શોધમાં માથાકૂટ કેમ કરી રહી છે? કેમ મોદીની સીટ માટે કોઇ વરિષ્ઠ નેતા પાસેથી કુરબાની આશા કરવામાં અવી રહી છે.

Did You Know

Did You Know

ઇન્ડિયા ટીવીના જાણિતા કાર્યક્રમ 'આપ કી અદાલત'માં શો હોસ્ટ રજત શર્મા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા ભાજપ પ્રવક્તા સ્મૃતિ ઇરાનીએ આશ્વર્યજનક વાત કહી હતી. સ્મૃતિ ઇરાનીએ શો માં ખુલીને કહ્યું હતું કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો મુકાબલો થઇ ના શકે. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં રાહુલ ગાંધી અરે હું તો કહું છું કે રાહુલ ગાંધી ના તો નરેન્દ્ર મોદી સાથે મુકાબલો કરે અને ના તો મારા જેવી પાર્ટીની એક નાની પ્રવક્તા સાથે. જો તેમનામાં દમ હોય તો તે આ કાર્યક્રમ એટલે ઇન્ડિયા ટીવીના શો 'આપ કી અદાલત'માં આવે જનતાના પ્રશ્નોના જવાબ આપે.

English summary
If Narendra Modi wave, why BJP leaders looking for safe seat For Narendra Modi asked People.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X