ટોપીની ‘મુરાદ’, તો ગીતા અંગે ‘રઝા’ કેમ નહીં?
અમદાવાદ, 9 ઑગસ્ટ : ઉન્હેં યે જિદ થી કે હમ બુલાતે, હમેં યે ઉમ્મીદ વો પુકારે... અગર તુમ ન હોતે ફિલ્મના આ ગીતની કડી ઉપર ઊભા રહી જઇએ, તો દુનિયા કેમ ચાલશે? આ ગીત આજે હિન્દી ફિલ્મોના વિલન તથા ચરિત્ર અભિનેતા તરીકે કામ કરનાર બૉલીવુડ કલાકાર રઝા મુરાદના તાજા નિવેદનના કારણે યાદ આવી ગયું. રઝા મુરાદે ખૂબ જ ચતુરાઈ સાથે એક વાત કહી નાંખી અને તે પ્રસિદ્ધિ તેમજ મીડિયામાં સ્થાન પામી લીધું કે જે સેકડો ફિલ્મો કર્યા બાદ પણ તેઓ પામી નહોતાં શક્યાં.

રઝા મુરાદે આ તીર તે મંચ ઉપરથી છોડ્યો કે જ્યાં શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતાં. શિવરાજ સિંહ રઝાના નિવેદન ઉપર મૌન રહ્યાં. તેમની પોતાની રાજકીય મજબૂરીઓ હોઈ શકે, પણ ભારતીય સંસ્કૃતિ અને અવધારણાના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા જઇએ, તો રઝાનું આ નિવેદન માત્ર બાલિશ જ નથી, પણ એક કલાકારના નાતે અકારણ પણ છે.
રઝા મુરાદે આ નિવેદન તે મધ્ય પ્રદેશમાં આપ્યું કે જ્યાં થોડાંક દિવસ અગાઉ મુખ્યમંત્રી શિવરાજ સિંહ માનવ જાતિના કલ્યાણના પ્રતીક સમાન ગ્રંથ ગીતા અંગે વિવાદમાં આવીગયા હતાં. વિવાદ વધતો જોઈ શિવરાજે મધ્ય પ્રદેશની સ્કૂલોમાં ગીતા ભણાવવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
રઝા મુરાદ અને ગીતા વિવાદને જોડવાનો મતલબ એ જ છે કે જો રઝા મુરાદ કોઈક હિન્દૂ પાસે મુસ્લિમ ટોપી પહેરવાની મુરાદ ધરાવી શકે, તો પછી મધ્ય પ્રદેશમાં ગીતા ઉપર રઝા કેમ ન બની શકી? કેમ કેટલાંક મુસ્લિમ સંગઠનોએ શિવરાજ સિંહને આ મહત્વનો નિર્ણય પરત ખેંચવા માટે મજબૂર કર્યાં?
શું પરસ્પર ભાઈચારો અને સહિષ્ણુતા માત્ર એક તરફી હોઈ શકે? જો ટોપી પહેરવાથી જ કોઈને બિનસામ્પ્રદાયિક હોવાનું પ્રમાણ મળી જતું હોય, તો પછી વંદે માતરમ તથા ગીતા જેવા પવિત્ર અને માનવ જાતિના કલ્યાણ સમાન ગ્રંથનો વિરોધ કોમવાદનો પરિચાયક નથી?












Click it and Unblock the Notifications
