શંકાશીલ પાર્ટનરથી છો પરેશાન, તો આ સરળ ઉપાયોથી મેળવો છુટકારો

પ્રેમનું બીજુ નામ વિશ્વાસ છે. વિશ્વાસ વગરનો સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી, અને બાદમાં બ્રેકઅપ પણ થઇ શકે છે.

પ્રેમનું બીજુ નામ વિશ્વાસ છે. વિશ્વાસ વગરનો સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી, અને બાદમાં બ્રેકઅપ પણ થઇ શકે છે. જો તમે કોઇ સાથે રિલેશનશીપમાં છો, તો ઘણીવાર તમારા પાર્ટનર પઝેસિવ હોય છે. તમારૂ બીજાને મળવું, હળવું-મળવું ચેટિંગ કરવું, વાતચીત કરવી અને હસી-મજાક કરવો પસંદ આવતું નથી.

couple

ઘણા લોકો પોતાના પ્રેમી કે પ્રેમીકાની જાસુસી કરે છે. જો તમારો પાર્ટનર તમારી જાસુસી કરે છે, તો સમજી લેવું કે તેમને તમારા પર ભરોસો નથી. તો આવો આજે જાણીએ કે, તમારા પાર્ટનરની કઇ હરકતોથી જાણી શકાય કે, તેમને તમારા પર શંકા કરે છે.

વારંવાર ફોન ચેક કરવો

આજકાલ જો તમારે કોઈની જાસૂસી કરવી હોય, તો સૌથી પહેલા તે વ્યક્તિનો ફોન ચેક કરવામાં આવે છે. સામાન્ય રીતે, જ્યારે પાર્ટનર તમને ફોનનો પાસવર્ડ પૂછે છે, તો તરત જ સતર્ક થઈ જાઓ, જો તે વ્યક્તિ તમારી ચેટ્સ, ટેક્સટ મેસેજ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને કોલ રેકોર્ડ્સ ચેક તો નથી કરી રહ્યો, જો એમ હોય, તો તે તમારી જાસૂસી કરી રહ્યો છે. ઘણા પાર્ટનર્સ ખુન્નસમાં તમારા નજીકના મિત્રના નંબરને ડિલીટ અને બ્લોક પણ કરી દે છે.

વારંવાર કોલ કરવા

જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર શંકા કરે છે, ત્યારે તે વારંવાર ફોન કરીને અને પછી તમે અત્યારે શું કરી રહ્યા છો, તે અનુમાન કરીને તમારું સ્થાન શોધવાનો પ્રયાસ કરે છે. જો તે વારંવાર એક જ વસ્તુ પૂછતો હોય તો સમજવું કે દાળમાં કંઈક કાળું છે.

સામાન્ય મિત્રોને શોધો

જો તમારો પાર્ટનર કોઈ કોમન ફ્રેન્ડની મદદથી તમારી માહિતી વારંવાર મેળવવા માંગે છે, તો સમજી લેવું કે બધું બરાબર નથી ચાલી રહ્યું. કારણ કે, જો વિશ્વાસ હોત તો તે વ્યક્તિ તમને સીધું પૂછી શકત.

દરેક વાતે કસમ આપવી

જ્યારે પાર્ટનર તમારા પર ભરોસો નથી કરતો, ત્યારે તે ઘણીવાર તમને વારંવાર કસમ ખાવા માટે કહે છે, તો આ કોઈપણ સંબંધ માટે સારી નિશાની નથી. આનો અર્થ એ છે કે, તમે જે વ્યક્તિને તમારું જીવન સમજી રહ્યા છો, તેને તમારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X