For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાની બહેનના કારણે પણ મોટાપો આવી શકે છે: રિસર્ચ

નાની બહેન હોય તો જિંદગી વધુ રસપ્રદ બની જાય છે. એકબીજાના કપડાથી લઈને સિક્રેટ્શ શૅર કરવા જેવા ઘણાં ફાયદા થાય છે. નાની બહેન હોય તો તમને પણ બૉસ જેવી ફીલિંગ આવે છે.

|
Google Oneindia Gujarati News

નાની બહેન હોય તો જિંદગી વધુ રસપ્રદ બની જાય છે. એકબીજાના કપડાથી લઈને સિક્રેટ્શ શૅર કરવા જેવા ઘણાં ફાયદા થાય છે. નાની બહેન હોય તો તમને પણ બૉસ જેવી ફીલિંગ આવે છે. મોટા હોવાનો અર્થ એ પણ છે કે તમે તમારા ભાઈ બહેન કરતા વધુ તાકાતવાન છો. તમે મોટા થઈ જાવ તો પણ તમારી તાકાત ઓછી નથી થતી.

જેવી રીતે દરેક ચીજવસ્તુઓના બે પાસાં હોય છે, જેમ નાની બહેન હોવાના ફાયદા છે, તો નુક્સાન પણ છે. સારી વાત એ છે કે નાની બહેન હોવાથી એ દરેક વખતે તમારી સાથે રહે છે. આ મામલે સારી વાત એ છે કે નાની બહેન હોવાથી મોટી બહેન જાડા થવાનો ખતરો વધી જાય છે. જો તમે પહેલાથી જાડાપણું ઘટાડવા મહેન તકીર રહ્યા છો, અને ખાસ કરીને ડિલીવરી બાદ તો મોટી બહેન બનવું તમને ભારે પડી શકે છે.

આ પણ વાંચો: એક્સ જેવી ખૂબી ધરાવતા વ્યક્તિના પ્રેમમાં જલ્દી પડી શકો છો તમે

શું કહે છે સ્ટડી?

શું કહે છે સ્ટડી?

એપિડેમિઓલોજી એન્ડ કમ્યુનિટી હેલ્થમાં પ્રકાશિત સ્ટડીમાં સન 1991થી 2009 વચ્ચે પેદા થયેલી 13,406 સ્વીડિશ બહેનો પર સ્ટડી કરાયો હતો. આ સ્ટડીમં સામે આવ્યું કે પહેલા બાળક અથવા મોટી બહેનમાં BMI વધવાનો ખતરો વધુ રહે છે. એનો અર્થ એ છે કે તેમનામાં વજન વધવાની અને ઓવરરેટ થવાનો ખતરો વધુ હોય છે.

આ વાતના મૂળ સુધી પહોંચવા માટે સ્વીડિશ નેશનલ બર્થના રજિસ્ટર પ્રમાણે પાછલા 20 વર્ષનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યો. સંશોધકોએ તમામ માતાઓની પ્રેગનન્સીના શરૂઆતના મહિનામાં મળેલી માહિતી પ્રમાણે તપાસ કરવામાં આવી. તેનાથી સ્ટડીના પરિણામ સુધી પહોંચવામાં મદદ કરી.

સ્ટડી

સ્ટડી

જો કે તેમાં એ વાત પણ સામે આવી કે બાળપણમાં મોટી બહેનનું વજન ઓછું હતું પરંતુ ઉંમર વધવાની સાથે સાથે તે પોતાની માતાને વધુ નજીક આવતી ગઈ અને તેનામાં હાઈ BMIના સંકેત દેખાવાના શરૂ થઈ ગાય. એટલું જ નહીં જન્મ બાદ મોટી બહેનની સાઈઝ વધવા લાગી

સ્ટડીના પરિણામ અનુસાર નાની બહેનની તુલનામાં મોટી બહેનમાં 2.4 ટકા BMI વધુ હતા અને તેમાંથી 40 ટકા યુવતીઓ જાડી થવાનો ખતરો હતો. સંશોધન કર્તાઓએ એ વાતનું પણ ધ્યાન આપી અદ્યયન શરૂ કર્યું તો 18 વર્ષની ઉંમર સુધી સરેરાશ વજનમાં વધારો થયો હતો. તેમણે કહ્યું કે દર વર્ષે 4 ઓંસ વજનમાં વધારો થયો છે.

રસપ્રદ છે કારણ

રસપ્રદ છે કારણ

ન્યૂઝીલેન્ડમાં યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ અને સ્વીડનની ઉપસલા યુનિવર્સિટીના નિષ્ણાતોએ કહ્યું કે નાની બહેન કરતા મોટી બહેનનું વજન હોવાનું કારણ સ્પષ્ટ નથી. જો કે નિષ્ણાતોનું કહેવું છે કે તેનું એક કારણ એ પણ હોઈ શકે કે જાડાપણું લોકોમાં વધી રહ્યું છે, તેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. તેમણે કહ્યું કે હવે પરિવાર નાના થઈ રહ્યા છે, મોટા ભાગના લોકો એક જ બાળક પેદા કરી રહ્યા છે.

શું આની પાછળ કોઈ થિયરી છે?

શું આની પાછળ કોઈ થિયરી છે?

યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડની લિંગિંસ ઈન્સ્ટીટ્યુટના પ્રોફેસર વેન કટફીલ્ડે પોતાની થિયરમાં કહ્યું છે કે પહેલી પ્રેગનન્સીમાં ભોજન બાદ પોષક તત્વોને ભ્રૂણ સુધી પહોંચાડતી રક્તવાહિકાઓ પાતળી છે. આ કારણથી પોષક તત્વો સપ્યાલ કરવાની સંભાવના ઓછી હોય છે, જેના કારણએ શિશુના વિકાસ કરતા વધુ ફેટ જામવાનું શરૂ થઈ જાય. જેના કારણએ બાળકની ઉંમર વધવાની સાથે સાથે ઈન્સ્યુલીન પણ ઓછો પ્રબાવ પાડે છે. પ્રોફેસરનું કહેવું છે કે પહેલા બાળકમાં ઈન્સ્યુલિન સેન્સિટીવીટી ઓછી થતી જાય છે. અને તેમાં હાઈ બ્લડપ્રેશરનો ખતરો રહે છે.

સાંસ્કૃતિક થિયરી

સાંસ્કૃતિક થિયરી

ન્યૂયોર્ક સિટીની લેનોક્સ હિલ હોસ્પિટલના સેન્ટર ફોર વેટ મેનેજમેન્ટના ડિરેક્ટર ડોક્ટર મારિયા પેનાની થિયરી સાંસ્કૃતિક કારણોથી જોડાયેલી છે. તેમણે કહ્યું કે કેટલીક સંસ્કૃતિમાં મહિલાઓ પહેલા બાળકને લઈ વધુ સતર્ક રહે છે. પહેલું બાળક થવા પર દરેક નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે અને ક્યારેક ક્યારેક તેને વધુ ખવડાવી દેવામાં આવે છે. જેનાથી બાળકનું સ્વાસ્થ્ય વજનદાર થઈ શકે. પરંતુ બીજું બાળક થાય ત્યારે માતા પિતાને એ વાતની જાણ હોય છે, તેમણે ક્યારે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે. એટલે બીજા બાળકના ઉછેરમાં તે ભૂલો ઓછી કરે છે અને બાળકને જરૂર પ્રમાણે જ ખવડાવે છે.

તેમણે કહ્યું કે આ આદતો બાળકો સાથે જિંદગીભર રહે છે અને આ કારણે તેમનામાં ઈટિંગ વિકાર અને મોટાપાનો ખતરો સર્જાય છે .જે લોકોની ઉંમર વધવાની સાથે જાડાપણું આવે છે, તે લોકો પોતાના મગજના સિગ્નલને સમજી નથી શક્તા કે તેમણે ક્યારે ખાવાનું બંધ કરવું જોઈએ. કેટલાક બાળકોની જિંદગીની શરૂઆતમાં જ આ સંકેતોને નજરઅંદાજ કરવાનું શીખવવામાં આવે છે. જો માતા પિતા જ બાળકને એ શીખવે કે ભૂખ ન લાગે તો પણ ખાવું જોઈએ તો તે તેમની આદત બની જશે.

સોશિયલ થીયરી

સોશિયલ થીયરી

આ થિયરીનો સાર કંઈક અલગ છે. સોશિયલ થિયરી અનુસાર મોટા બાળક પોતાના ના ભાઈ બહેન સાથે સ્પર્ધા કરવાના ચક્કરમાં વધુ ખાઈ લે છે. ઓસ્ટ્રેલિયાની મેલબર્નની ડેકિન યુનિવર્સિટીના ગેરી સેકનું કહેવું છે કે પહેલા બાળક પર વધુ ખર્ચ કરવામાં આવે છે. જો તમારી નાની બહેન છે અને તમારું વજન વધી રહ્યું છે, તો આ સ્ટડીમાં મદદથી તમે જાણી શકો છો કે સાચું કારણ શું છે. તમારી નાની બહેનના કારણે સહેલાઈથી વજન ઘટાડવું મુશ્કેલ છે

English summary
If you had a younger sister chances for your gaining weight is more according to research
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X