એક્સ જેવી ખૂબી ધરાવતા વ્યક્તિના પ્રેમમાં જલ્દી પડી શકો છો તમે

હાલમાં જ થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે પોતાના એક્સ લવરની ખૂબીઓ ધરાવતા વ્યક્તિના પ્રેમમા પડવાની સંભાવના વધુ હોય છે.

પ્રેમમાં કે કોઈના સંબંધમાં હોવા પર પોતાના પાર્ટનરને સમજવા કોઈ સરળ વાત નથી. પ્રેમથી વધુ સુંદર બીજુ કંઈ નથી હોતુ પરંતુ આ સંબંધને નિભાવવો એટલો જ મુશ્કેલ હોય છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે પોતાના એક્સ લવરની ખૂબીઓ ધરાવતા વ્યક્તિના પ્રેમમા પડવાની સંભાવના વધુ હોય છે.

શું કહે છે અભ્યાસ

શું કહે છે અભ્યાસ

નેશનલ એકેડમી ઑફ સાયન્સના જર્નલ પ્રોસીડિંગમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં શામેલ સંશોધનકર્તાઓએ અલગ અલગ સમયે અલગ અલગ એજ ગ્રુપના કપલ્સ અને પરિવારોને એનલાઈઝ કર્યા. ત્યારબાદ સંશોધનકર્તાઓએ ભાગ લેનારા 332 જણના વર્તમાન અને એક્સ પાર્ટનરની ખૂબીઓની તુલના કરી.

કેવી રીતે થયો અભ્યાસ

કેવી રીતે થયો અભ્યાસ

સંશોધનકર્તાઓએ ભાગ લેનારા વિશે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો કે તે પોતાના પાર્ટનર સાથે કેટલી સહજતાથી વાત કરે છે અને તેમના વિષે તેમને શું પસંદ છે. બધાને પૂછવામાં આવ્યુ કે તેમને શું પસંદ છે, ક્યાં ફરવાનું સારુ લાગે છે. તેમની પસંદ વિશે પાર્ટનરની સંમતિ અને અમંમતિ પણ જાણવામાં આવી. અધ્યયનના પરિણામે રિસર્ચમાં સંશોધનકર્તાઓએ જોયુ કે લોકોને એવાજ પાર્ટનર ગમે છે જે ખૂબીઓ તેમના એક્સ પાર્ટનરમાં હતી.

શું છે લોજિક

શું છે લોજિક

સંશોધનકર્તાઓનું કહેવુ છે કે એક્સ પાર્ટનરની ખૂબીઓ ધરાવતા વ્યક્તિથી પ્રેમ કરવાથી સંબંધ ખુશહાલ રહી શકે છે. દરેક સંબંધમાં દરેક વ્યક્તિની પોતાના પાર્ટનર સાથે ડીલ કરવાની એક અલગ સ્ટ્રેટેજી હોય છે. જો તમારો નવો પાર્ટનર તમારા એક્સથી મળતો આવતો હશે તો એનાથી તમને તેની સાથે એડજસ્ટ કરવામાં સરળતા રહેશે.

જો કે આની સંબંધ પર ખોટી અસર પણ પડી શકે

જો કે આની સંબંધ પર ખોટી અસર પણ પડી શકે

આવુ એટલા માટે છે કારણકે જો તમારા પાર્ટનરની આદતો પણ તમારા એક્સ જેવી હશે તો પછી તમારા સંબંધમાં પણ ઝઘડાના એ જ જૂના કારણો રહેશે જેને તમે પહેલા ઉકેલી શક્યા નહોતા. અધ્યયનના પરિણામ સુધી પહોંચવા માટે બધાને અમુક સવાલ કરવામાં આવ્યા હતા અને તેના આધારે જ આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X