Relationship: 5 વસ્તુઓ જે બનાવે છે તમને પરફેક્ટ લાઈફ પાર્ટનર, આજથી જ કરી દો શરૂ
અમે તમને એવા આઈડિયા આપી રહ્યા છે જે તમને સારા સાથી બનવામાં મદદ કરશે.
નવી દિલ્લીઃ દુનિયામાં સંબંધો તો બધા જરૂરી છે પંરતુ પાર્ટનર સાથેના રિલેશન સૌથી સરસ હોય છે. પરંતુ શું તમારો પાર્ટનર તમારા માટે સૌથી પહેલા છે? શું તમે તમારી ખુથી વધુ તેની ખુશીનુ ધ્યાન રાખો છો? જો એવુ હોય તો તમે પોતાના પાર્ટનર માટે સૌથી સારા સાથી છો પરંતુ જો આવુ ન હોય તો આજથી જ આના પર કામ કરવાનુ શરૂ કરી દો. અમે તમને એવા આઈડિયા આપી રહ્યા છે જે તમને સારા સાથી બનવામાં મદદ કરશે.

કામમાં મદદ કરો
તમારો પાર્ટનર મદદ માટે જ્યારે કહે ત્યારે તમે તૈયાર રહો છે. આ સારુ તો છે જ પરંતુ આનાથી તમે એક સારા પાર્ટનર નથી બનતા. મદદ માટે પાર્ટનરના બોલાવવા પર કે રાહ જોવાના બદલે તમે પહેલ કરીને આ કામ કરી શકો છો. આ મદદ માત્ર બહારના જ નહિ પરંતુ ઘરના નાના-મોટા કામોમાં પણ કરી શકો છો. જેવુ તમે પાર્ટનર સાથે સમય પસાર કરવાનુ શરૂ કરો છો તો પોતાના સાથીને સમજવા લાગો છો. માટે તમે પોતાના સાથીના હાવઃભાવથી એ સમજી શકો છો કે તે ક્યારે મુશ્કેલીમાં છે અને એવુ લાગે તો તેને અહેસાસ કરાવો કે તમે તેના માટે ઉભા છો.

એવી ભેટ જે હંમેશા માટે બની જાય યાદ
સાથીને ફૂલ આપવા કે પછી કોઈ સારુ પરફ્યુમ ગિફ્ટ કરવાથી તે ખુશ તો થાય છે પરંતુ તે બહુ લાંબા સમય સુધી યાદ નથી રહેતુ. એ પણ આપવુ ખરાબ નથી પરંતુ સમયે-સમયે એવી કોઈ ગિફ્ટ આપો જેનાથી કોઈ યાદ જોડાયેલી હોય અને લાંબા સમય સુધી ચાલી શકે જેથી તમારો સાથી તેને જીવનભર યાદ રાખશે. જરૂરી નથી કે આ ગિફ્ટ બહુ મોંઘી જ હોય. બસ તમારા પાર્ટનરને સમજવાની કોશિશ કરો અને જુઓ કે તેને શું પસંદ છે અને તેનો મૂડ બની શકે છે.

એકબીજાને આપો સ્પેસ
જ્યારે પણ તમે પોતાના પાર્ટનર સાથે હોય ત્યારે બહુ વાતો કરો છો. તમે હંમેશા તેની સાથે રહેવા માંગો છે અને તેને પોતાની પાસે રાખવા માંગો છો પરંતુ હંમેશા સાથે હોવાથી જ સારા પાર્ટનર નથી બનાતુ. સંબંધોમાં એકબીજાને સ્પેસ આપવી કે ખુદના માટે પણ થોડો મોકો આપવો ખૂબ જરૂરી છે. નવા વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં પાર્ટનર હંમેશા સાથે જ હોય છે. માટે જરૂરી છે કે પાર્ટનર્સ એકબીજાને રોજ કમસે કમ 30 મિનિટ એકલા રહેવાનો મોકો આપે.

લખીને જણાવો પ્રેમ
પ્રેમ પત્ર એક એવી વસ્તુ છે જે આજના પ્રેમીઓ કદાચ જ સમજી શકે. એક વાત સમજી લોક કે સંબંધોમાં ઉંડાણ લાવવા માટે આ ખૂબ જ પ્રભાવી રીત છે. તમે પોતાના સાથી માટે કંઈ લખવાની કોશિશ કરો. તેના વિશે વિચારો અને લખીને રાખો. તેને કોઈ નામ આપો. તેની સાથે પોતાના સારા અને હસી ભરેલી પળો વિશે લખો. તમારો પાર્ટનર જ્યારે તેને વાંચશે તો વિશ્વાસ રાખો તેને બહુ જ ખાસ અનુભવશે. એ તમારા સાથીના ચહેરા પર એક સ્મિત ભરી દેશે. એક સારા પાર્ટનર બનવા માટે આ સૌથી સરળ રીત છે.

સાથીને આપો સમય
જ્યારે તમે નવા સંબંધમાં હોય ત્યારે તમારી પાસે પાર્ટનર માટે સમય જ સમય હોય છે. અસલી પડકાર ત્યારે શરૂ થાય છે જ્યારે સમય પસાર થાય છે અને તમે બંને એક દિનચર્યામાં ઢળી જાવ છો. તમે એકબીજાને કેઝ્યુઅલી લેવાનુ શરૂ કરી દો છો અને આ જ કારણ હોય છે સંબંધોમાં તણાવ પેદા કરવાનો. માટે પોતાના પાર્ટનરે હંમેશા સમય આપો.












Click it and Unblock the Notifications
