જન્મજાત બહેરા લોકો કઈ ભાષામાં વિચારે છે? જાણો તેમની વિચારવાની રીત

માણસ ભાષા દ્વારા વિચારોનું આદાનપ્રદાન કરે છે. આટલુ જ નહીં તે જે તે ભાષામાં જ મગજમાં વિચારો કરે છે. ભાષા વગર કામ મુશ્કેલ થઈ જાય છે.

જો કે અહીં એક સવાલ એ છે કે કોઈ વ્યક્તિ જન્મથી બહેરો છે તો તે કઈ ભાષામાં વિચાર કરે છે અને તેની વિચારવાની રીત કેવી હોય છે?

deaf

અહીં એ સમજવું જરૂરી છે કે ભાષા અને વિચાર વચ્ચે શું સંબંધ છે. ભાષા એ આપણા વિચારો વ્યક્ત કરવાનું માધ્યમ છે. તેનાથી અનુભવો, લાગણીઓ અને વિચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ. જો કે તેનો અર્થ એ નથી કે શબ્દો હોય તો જ વિચારી શકાય.

બહેરા લોકો કેવી રીતે વિચારે છે?
બહેરા લોકો પણ સાંભળનારા લોકોની જેમ વિચારે છે. તેઓ તેમની આસપાસની દુનિયાને સમજે છે, અનુભવે છે અને પ્રતિક્રિયા આપે છે. તે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે અલગ-અલગ રીત અપનાવે છે.

બહેરા લોકો સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. હાથના હાવભાવ, ચહેરાના હાવભાવ અને શરીરની હિલચાલનો ઉપયોગ કરીને વાતચીત કરે છે. સાંકેતિક ભાષા વ્યાકરણ, વાક્યરચના અને શબ્દભંડોળ સાથે સંપૂર્ણ વિકસિત ભાષા છે. બહેરા લોકો આ ભાષામાં વિચારે છે, અનુભવે છે અને સ્મૃતિઓ રચે છે.

જો કે, ઘણા બહેરા લોકો લેખિત ભાષા સારી રીતે સમજે છે અને તેનો ઉપયોગ કરે છે. તેઓ લેખન અને વાંચન દ્વારા અન્ય લોકો સાથે વાતચીત કરે છે.

મગજમાં ભાષાનો વિકાસ થાય છે. આપણે કોઈ ભાષા શીખીએ છીએ ત્યારે આપણા મગજમાં નવા ન્યુરલ નેટવર્ક્સ રચાય છે. બહેરા બાળકોના મનમાં પણ આવું જ થાય છે. તેઓ સાંકેતિક ભાષા શીખે છે અને તે ભાષા માટે તેમના મગજમાં અલગ વિસ્તારો વિકસિત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X