15 ઓગસ્ટે માત્ર ભારત જ નહીં પણ આ દેશ પણ થયા છે આઝાદ, જાણો યાદી
Independence Day 2023 : 15 ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરોથી લખાયો છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આઝાદીના 75 વર્ષમાં ભારતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આઝાદી પહેલા, રાજાઓ અને મુગલ યુગમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, જેણે અહીં પોતાનું વર્ચસ્વ અને શાસન બનાવ્યું હતું. જે બાદ ભારતમાં અંગ્રેજ સરકારનું શાસન ચાલવા લાગ્યું. ભારતીયો તેમના જ દેશમાં ગુલામ બનીને રહી ગયા હતા, જેમને બ્રિટિશ સરકારના આદેશોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી. જોકે, ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદીની માંગ માટે અવાજ ઉઠાવ્યો અને આખરે 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયો હતો.

આ દિવસ દર વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો, 15મી ઓગસ્ટના રોજ ભારત સહિત અન્ય ઘણા દેશો પણ પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
15 ઓગસ્ટના રોજ ભારત સિવાય કેટલાક અન્ય દેશો પણ આઝાદ થયા હતા. આ અહેવાલમાં જાણીશું કે, 15 ઓગસ્ટના ઈતિહાસ વિશે, જેમાં ભારત સહિતના અન્ય દેશોમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
બહેરીન - ભારતની જેમ બહેરીન પણ અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં કેદ હતું. જે બાદમાં બ્રિટિશ દળોએ 1960ના દાયકાથી બહેરીન છોડવાનું શરૂ કર્યું હતું. 1971માં બહેરીન અને બ્રિટન વચ્ચે સંધિ થઈ હતી, જે બાદ બહેરીન બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થઈ ગયું હતું.
જે તારીખે બંને દેશો વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા તે તારીખ પણ 15 ઓગસ્ટ હતી. તેથી 15 ઓગસ્ટ, 1971 એ બહેરીનનો સ્વતંત્રતા દિવસ છે. જોકે, બહેરીનના શાસક ઈસા બિન સલમાન અલ ખલીફાએ 16 ડિસેમ્બરના રોજ બહેરીનની ગાદી હાંસલ કરી હતી. તેથી જ બહેરીન 16 ડિસેમ્બરના રોજ સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રીય રજા ઉજવે છે.
કોંગો - આફ્રિકન દેશ એન્ગો પર 1880માં ફ્રાન્સનો કબ્જો હતો. ઘણા વર્ષોથી ગુલામીની સાંકળોમાં કેદ કોંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ ફ્રાન્સથી આઝાદ થયો હતો. સ્વતંત્રતા બાદ કોંગો પ્રજાસત્તાક બન્યું હતું. આ દેશ 15 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ પણ ઉજવે છે.
લિક્ટેનસ્ટેઇન - ઑસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે લિક્ટેનસ્ટેઇન નામનો દેશ છે, જે 1866 સુધી જર્મનીના તાબા હેઠળ હતો. જોકે, 15 ઓગસ્ટ, 1866ના રોજ, લિક્ટેનસ્ટાઇન જર્મનીથી સ્વતંત્ર થયો. પાછળથી 1940થી લિક્ટેનસ્ટીને 15 ઓગસ્ટના રોજ તેના સ્વતંત્રતા દિવસની જાહેરાત કરી અને તેને સત્તાવાર રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી.
દક્ષિણ કોરિયા - 1945 પહેલા દક્ષિણ કોરિયા પર જાપાનનો કબ્જો હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત દળોએ દક્ષિણ કોરિયાને જાપાનીઝ ગુલામીમાંથી મુક્ત કરાવ્યું હતું. દક્ષિણ કોરિયા 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર થયું. દક્ષિણ કોરિયાના લોકો તેમના સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવે છે.
ઉત્તર કોરીયા - દક્ષિણ કોરિયાની જેમ ઉત્તર કોરિયા પણ 15 ઓગસ્ટ, 1945ના રોજ સ્વતંત્ર થયું. આ દેશ પણ જાપાન હેઠળ હતો. સ્વતંત્રતા પછી, ઉત્તર કોરિયાએ 15 ઓગસ્ટને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવાની જાહેરાત કરી. આ દિવસે રજા હોવાને કારણે લોકો લગ્ન કરે છે. ઉત્તર કોરિયામાં 15 ઓગસ્ટને રજા અને લગ્નના દિવસ તરીકે ઉજવવાની પરંપરા બની ગઈ છે.












Click it and Unblock the Notifications
