વાત એ ચોખાની જેના કારણે ભારત-પાકિસ્તાન લડી રહ્યાં છે, જાણો શું છે પુરી બબાલ?
ભારત-પાકિસ્તાન પહેલાથી જ એકબીજાના દુશ્મન રહ્યાં છે. હવે વધુ એક વખત બન્ને સામસામે છે. આ વખતે તેના માટે જવાબદાર એક ચોખા છે.
વિશ્વના ઘણા દેશોમાં ચોખાની ખેતી થાય છે. ચોખાને ગુણના આધારે ઘણી શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાં સામાન્ય ચોખા, બાસમતી ચોખા અને સુગંધિત ચોખા પણ વિવિધ શ્રેણીઓમાં આવે છે.

શું છે પુરી બબાલ?
બાસમતી ચોખાને આખી દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન હાલમાં બાસમતી ચોખાને લઈને વિવાદમાં છે. જે અંતર્ગત ભારતની ટોચની કૃષિ સંસ્થાએ પાકિસ્તાન પર સંરક્ષિત બાસમતી ચોખાની જાતોની ચોરીનો આરોપ લગાવ્યો છે.
બાસમતી અંગેનો આ વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો નથી. જણાવી દઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન બાસમતી ચોખા ભારતની ઓળખ હતી. પરંતુ આઝાદીના સમયે જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે બાસમતી ચોખાનું પણ વિભાજન કરવામાં આવ્યું.
જીઆઈ ટેગ
બાસમતી એક GI એટલે કે ભૌગોલિક સંકેત ઉત્પાદન છે. વિશ્વના ઘણા દેશો આ સુગંધિત ચોખા એટલે કે બાસમતીને જીઆઈ ટેગના આધારે ઓળખે છે. આ અંગે APEDAમાં બાસમતી ચોખાના નોડલ ઓફિસર ડૉ. રિતેશ શર્માએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના 14 જિલ્લા અને ભારતના 7 રાજ્યોમાં ઉગાડવામાં આવતા સુગંધિત ચોખાને બાસમતી ચોખાનું GI ટેગ મળ્યું છે.
ભારતના 7 રાજ્યો પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુના 3 જિલ્લાઓ અને પશ્ચિમ યુપીના 30 જિલ્લાઓમાં ઉગાડવામાં આવતા સુગંધિત ચોખાને બાસમતી જીઆઈ ટેગ મળ્યો છે. વિશ્વના આ પ્રદેશોમાં ઉગાડવામાં આવતા સુગંધિત ચોખાને બાસમતી ચોખા તરીકે ઓળખવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય જીઆઈ ટેગ
બાસમતી ચોખાના આંતરરાષ્ટ્રીય જીઆઈ ટેગને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે 2019માં ઓસ્ટ્રેલિયા સામે જીઆઈ ટેગ માટે અરજી કરી હતી, પરંતુ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ભારતીય બાસમતીને જીઆઈ ટેગ આપવાનો ઈન્કાર કરી દીધો. જેની પાછળનું કારણ પાકિસ્તાનની લોબીંગ હોવાનું માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાએ દલીલ કરી હતી કે બાસમતીનું ઉત્પાદન ભારતમાં તેમજ પાકિસ્તાનમાં થાય છે. આ કારણોસર GI ટેગ આપી શકાય નહીં. APEDAએ આ અંગે ઓસ્ટ્રેલિયન કોર્ટનો સંપર્ક કર્યો છે.
માહિતી અનુસાર, વર્ષ 2023માં બાસમતી ચોખાની વૈશ્વિક બજાર કિંમત 12180 ડોલર અંદાજવામાં આવી હતી. તેની કિંમત 2030 સુધીમાં 21700 ડોલર સુધી પહોંચવાની ધારણા છે.












Click it and Unblock the Notifications
