તસવીરો: ભારતનું સૌથી સસ્તું રાજ્ય 'તમિલનાડુ'

ચેન્નઇ, જૂન: ચૂંટણી ટાણે ભાજપનું માર્કેટિંગ જ કંઇક એવું હતું કે લોકોને પોતાની આંખો પર પટ્ટી બાંધવી પડી, નહી તો વિકાસનો દાવો કરનાર નરેન્દ્ર મોદી ક્યારેય દેશના વડાપ્રધાનમંત્રી ન બનતા. સામાન્ય માણસોને એ વાતનો વિશ્વાસ થશે નહી પરંતુ આ જ સત્ય છે.

તમિલનાડુની મુખ્યમંત્રી જે જયલિલિતાએ પોતાના રાજ્યમાં જે વિકાસ કાર્ય કર્યું છે તેની તુલનામાં કોઇપણ રાજ્ય આ લેવલ પર કોઇ પણ ટકી શકે નહી. મોટાભાગે કહેવામાં આવે તો તમિલનાડુ દેશનું સૌથી સસ્તું રાજ્ય છે જ્યાં ગુજરાતની માફક 24 કલાક વિજળી સહિત અન્ય મૂળભૂત સુવિધાઓ મળે છે. દેશભરમાં તમિલનાડુ જ એક એવું રાજ્ય છે જ્યાં સામાન્ય માણસોને સૌથી સસ્તું ભોજન ઉપલબ્ધ થઇ શકે છે.

મુખ્યમંત્રી જયલલિતાએ પોતાના રાજ્યના ગરીબો માટે સસ્તું ભોજનથી માંડીને સસ્તી દવાઓ સુધી બધુ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમ્મા નામથી ચલનાર 'અમ્મા કેન્ટીન', 'અમ્મા ડ્રગ સ્ટોર્સ', 'અમ્મા વોટર', 'અમ્મા મીઠું' અને 'અમ્મા બસ' તમિલનાડુને અન્ય રાજ્યોથી બિલકુલ અલગ તારે છે.

સસ્તું ભોજન

સસ્તું ભોજન

તમિલનાડુમાં સસ્તું ભોજન આપવા માટે અમ્મા કેન્ટીનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્ટીનમાં 1 રૂપિયામાં 1 ઇડલી અને માત્ર 15 રૂપિયામાં પેટભરીને મળી જાય છે. અન્ય રાજ્યોમાંથી આવનાર લોકોને પેટભરીને ભોજન એ પણ સસ્તા ભાવોમાં કદાચ જ કોઇ સરકાર આપતી હશે.

સસ્તી દવાઓ

સસ્તી દવાઓ

આજના સમયમાં જો સૌથી વધુ પૈસા ક્યાંય પૈસા ખર્ચ થતા હોય તો તે છે દવાઓ. પરંતુ જયલલિતાએ એક એવી વ્યવસ્થા શરૂ કરી દિધી કે હવે દવાઓ પણ સસ્તા ભાવે પર ઉપલબ્ધ થઇ રહી છે. અમ્મા ડ્રગ્સ સ્ટોર નામથી ચાલતી મેડિકલ શોપમાં બધી દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાને શરૂ કરવાનો ઉદેશ્ય એ છે કે ગરીબ પણ પોતાના દર્દીની યોગ્ય રીતે સારવાર કરાવી શકે.

સસ્તુ પાણી

સસ્તુ પાણી

અમ્મા કેન્ટીનના તર્જ પર અમ્મા વોટર પણ શરૂ કર્યું. બધા જાણે છે કે તમિલનાડુમાં આખુ વર્ષ જોરદાર ગરમી પડે છે. એવામાં આ અમ્મા વોટર બિસલેરી અને અન્ય ખાનગી કંપનીઓની પાણીની બોટલથી ઘણી સસ્તી છે. તમિલનાડુમાં દરેક ગરીબ માણસ પણ બજારમાંથી પાણીની બોટલ ખરીદી પોતાની તરસ છિપાવી શકે છે.

સસ્તું ટ્રાન્સફોર્મેશન

સસ્તું ટ્રાન્સફોર્મેશન

તમિલનાડુમાં રહેનાર લોકોને ટ્રાન્સફોર્મેશનમાં કોઇ સમસ્યા ન થાય અને વધુ પૈસા આપવા ન પડે તેના માટે અમ્મા બસનું સંચાલન કરવામાં આવ્યું છે. આ બસોમાં મુસાફરો પાસેથી ભાડા પેઠે ઓછા પૈસા વસૂલવામાં આવે છે. તમને જણાવી દઇએ કે બસોની સુવિધા અન્ય રાજ્યોમાં નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X