For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશ અંગેની આ વાતો જેનાથી તમે હશો અજાણ

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ નામ આવતા જ આપણા મનમાં કાયદા વ્યવસ્થા અને ક્ષેત્રવાદ તથા જાતિવાદથી ભરેલા રાજકારણનો ચહેરો આવી જાય છે. ગરમીના દિવસોમાં અહીંની ગરમી અને શિયાળાની ઠંડી. આ તમામ સામાન્ય વાત છે, પરંતુ યુપી અંગે એવી ખાસ વાતો છે, જે કદાચ તમે નહીં જાણતા હોવ.

ઉત્તર ભારતનુ એક એવુ રાજ્ય જેને 1 એપ્રિલ 1937માં અમુક કારણોને ધ્યાનમાં રાખીને એક રાજ્ય બનાવવામાં આવ્યું હતું. એક એવું રાજ્ય, જે ભારતમાં થનારી કોઇપણ વાત અથવા તો ઘટનામાં સૌથી વધુ સમાચારમાં રહે છે. આ રાજ્ય, રાજકીયથી લઇને આર્થિક મુદ્દા તમામમાં આગળ હોય છે. આખા વિશ્વમાં ઉત્તર પ્રદેશને આગરાના તાજમેહલ, લખનઉની નજાકત, બનારસના ઘાટ, કનપુરિયા મિજાજ, અલ્હાબાદનાં સંગમના કારણે ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશની રાજકીય ભાષા હિન્દી છે અને અહીં લોકો, હિન્દીને જ અલગ અલગ રીતે બોલે છે. અહીં તમને સામાન્ય વાતચીતમાં ભરપૂર ગાળો સંભળવા મળી શકે છે, પરંતુ તેનાથી કોઇને મનદુઃખ થતું નથી.

ભારત સરકારના ચિન્હ મોર્ય સમ્રાટ અશોક દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી નજીક સારનાથમાં બનાવવામાં આવ્યા હતા. જેને 1947 બાદ ભારત સરકાર દ્વારા પોતાના ચિન્હ બનાવી દેવામાં આવ્યા. સંગીતની અનેક વિદ્યાઓએ યુપીમાં જન્મ લીધો હતો, અકબરના દરબારમાં તાનસેન અને બૈજુ બાવરાએ ઉત્તર પ્રદેશમાં સંગીત કલાને એક ઉચ્ચ સ્થાનનો દરજ્જો અપાવ્યો. તબલા અને સિતારનો વિકાસ આ જ રાજ્યમાં થયો હતો. જોકે, અહીંના લોકો મસ્ત મોલા હોય છે, તે વ્યવહાર બનાવવામાં વધારે વિશ્વાસ રાખે છે. તેમના અનુસાર પરિવારના મોટાભાગના કામ વ્યવહારથી થાય છે. એક સર્વે અનુસાર યુપીના લોકો હંમેશા જુગાડમાં રહે છે, તેમના કામ કોઇ જુગાડથી થઇ જાય. ભારતમાં ઠગવામાં આવતી જનસંખ્યાનો સૌથી મોટો ભાગ યુપીમાં છે. ઉત્તર પ્રદેશમાં કુલ 80 જિલ્લા અને 15 ડિવિજન છે. અહીંની જનસંખ્યા હિન્દુસ્તાનના તમામ રાજ્યો કરતા સૌથી વધારે છે. ઉત્તર પ્રદેશ અંગે અનેક રોચક તથ્યો છે, જે અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

બાર ગામે બોલી બદલાય

બાર ગામે બોલી બદલાય

યુપી અંગે એ વાત ઘણી પ્રસિદ્ધ છે. અહીં દર ત્રણ કિ.મી. પર પાણીનો સ્વાદ બદલાઇ જાય છે અને ભાષામાં પણ પરિવર્તન આવી જાય છે. એક જ જિલ્લામાં અમુક અંતરે ભાષમાં તફાવત જોવા મળે છે.

જાલસેર

જાલસેર

જો તમે સ્વિત્ઝરલેન્ડમાં ગાયના ગળામાં બંધાયેલી ઘંટીઓ આકર્ષે છે તો તેને જોઇને વાઉ કહેતા પહેલા યુપી અંગે જાણી લો, યુપીના એટા જિલ્લામાં એક ગામમાં દર વર્ષે મોટી માત્રામાં આ પીત્તળની ઘંટીઓને બનાવીને વિદેશમાં મોકલવામાં આવે છે.

નોટંકી

નોટંકી

હિન્દી સિનેમા આવ્યું તે પહેલા ભારતમાં સૌથી વધારે મનોરંજન નોટંકીથી કરવામાં આવતુ હતુ, જેમાં ઘરેલુ યુવતીઓના જવા પર મનાઇ હતી. જો કે, જ્યારે નોટંકી શરૂ થઇ ત્યારે ઘણી સારી હતી, પરંતુ સમય જતા તે સાથોસાથ એક અશ્લીલ ડાન્સમાં બદલાઇ ગઇ. થોડા દિવસો પહેલા સૈફઇ મહોત્સવમાં નોટંકીમાં જ વિવાદ થયો હતો.

કરમાંસા

કરમાંસા

ભારતની એક એવી નદી છે, જેમાં પાણી છે, પરંતુ લોકો તેના પાણીને અડતા કે પછી ઉપયોગ કરતા ગભરાય છે, તેમનું માનવું છે કે તેનો સ્પર્શ કરવાથી તેમનું કામ બગડી જશે. આ નદીની આસપાસ રોકાતા લોકો પણ માત્ર ડ્રાઇફ્રૂટ્સ ખાય છે, કારણ કે તેમને લાગે છે કે જમવાનું બનાવતી વખતે આ પાણીનો ઉપયોગ કરવો પડશે.

જનોઇ સંસ્કાર

જનોઇ સંસ્કાર

ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ પરિવારોમાં જનોઇ સંસ્કારનું ઘણું જ મહત્વ હોય છે, જ્યારે અહીં જનોઇ સંસ્કાર થાય છે, તો છોકરો માત્ર લંગોટ પહેરીને ઘરની બહાર નિકળે છે અને ભીખ માગવી પડે છે. એકવાર જનોઇ ધારણ કર્યા પછી તેને આખી જિંદગી ધારણ કરી રાખવી પડે છે.

શાહજહાંપુર

શાહજહાંપુર

આઝાદીને અનેક વર્ષો પછી પણ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક અજીબોગરીબ સમ્મેલન થાય છે. અહીં હોળીના બીજા દિવસે કેટલાક લોકો નગ્ન થઇને માત્ર જૂતાઓની માળા પહેરીને પરેડ લગાવે છે. આ કામ તમામ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થાય છે, પરંતુ હજુ સુધી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

અત્તર

અત્તર

યુપીના કન્નૌજ જિલ્લામાં મોટી માત્રામાં અત્તર બનાવવામાં આવે છે. જો તમે ક્યારેક આ શહેર પાસેથી પસાર થાઓ તો ગુલાબોની ખુશબી હવામાં સહેલાયથી અનુભવી શકો છો. અહીં ખેતરોમાં પાક કરતા ફુલોને વધુ ઉગાડવામાં આવે છે.

પારિજાત વૃક્ષ

પારિજાત વૃક્ષ

પારિજાત વૃક્ષ લખનઉથી 40 કિમીના અંતરે છે. જે આખા વિશ્વમાં એક અનોખુ વૃક્ષ છે. આ વૃક્ષને તેના ફુલો માટે ઓળખવામાં આવે છે. જે દરરોજ પોતાનો રંગ બદલે છે. લોકો માને છે કે ભગવાન કૃષ્ણની બીજી પત્ની માટે આ વૃક્ષ સ્વર્ગથી આવ્યું હતું.

મહિલાઓનું નગ્ન થઇને ચાલવું

મહિલાઓનું નગ્ન થઇને ચાલવું

યુપીના કેટલાક વિસ્તારોમાં જ્યારે દૂકાળ પડે છે ત્યારે મહિલાઓ નગ્ન થઇને બળદ બનીને ચાલે છે અને એ સ્થળે પુરુષોના આવવા પર પ્રતિબંધ હોય છે. આખા દિવસમાં માત્ર એક જ પુરુષ દૂર પાણી રાખીને જતો રહે છે. આ એક પ્રકારનો ટોટકો છે.

ઉન્નાવ

ઉન્નાવ

યુપીની આર્થિક રાજધાની કાનપુર છે, પરંતુ કાનપુર પાસે સ્થિત ઉન્નાવમાં તમામ કારખાના લાગેલા છે. આ દેશનો સૌથી પ્રદુષિત વિસ્તાર છે, અહીં દરેક બાજુ ચામડાની ગંધ આવે છે.

નકટૌરા

નકટૌરા

યુપીની મહિલાઓ, પોતાની પુત્રીના લગ્નમાં જવાના બદલે ઘર પર રહીને નકટૌરા રમે છે, જેમાં તે વરરાજા અને દુલ્હન બનીને પોર્ન જોક્સ કરે છે અને આ રશમને અદા કરે છે.

અમર લોકોનો વાસ

અમર લોકોનો વાસ

કહેવામાં આવે છે કે સંસારમાં માત્ર ત્રણ લોકો જ અમર છે- અશ્વથામા, હનુમાન જી અને વેદવ્યાસ. માનવામાં આવે છે કે, આ ત્રણેય અમર લોકો યુપીમાં જ છે. યુપીના કેટલાક મંદિરો માટે એવું માનવામાં આવે છે કે આ લોકો દરરોજ આ સ્થળો પર પૂજા કરવા માટે આવે છે.

તંબાકુ બીડી

તંબાકુ બીડી

યુપીમાં ભારતની સૌથી વધુ તંબાકુ અને બીડી બનાવવામાં આવે છે. અહીં કાસંગજ વિસ્તારમાં તંબાકુની ખેતી ઉચ્ચ સ્તર પર થાય છે અને ગુરસહાયગંજ વિસ્તારમાં દરેક ઘરમાં માત્ર બીડી બનાવવાનું કામ થાય છે. અહીંથી આખા વિશ્વને નશીલા પ્રદાર્થ મોકલવામાં આવે છે.

બનારસ

બનારસ

બનારસ, વિશ્વનું સૌથી પ્રાચીન શહેર છે. કહેવામાં આવે છે કે એક જમનામાં અહીં લોકો એકબીજા સાથે સામાન્ય વાતચીતમાં શાસ્ત્રોક્ત ભાષાનો પ્રયોગ કરતા હતા, તેના કારણે અહીંની ભાષા અને સંસ્કૃતિ ઘણી જ સમૃદ્ધ છે.

હોલી

હોલી

યુપીના કાનપુરમાં હોળીનો પર્વ માત્ર એક જ દિવસ નહીં પરંતુ દસ દિવસ મનાવવામાં આવે છે, અહીં ગંગા મેળો લાગે ત્યાં સુધી દરરોજ એકબીજાને રંગ લગાવવામાં આવે છે, મથુરામાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે.

શાહજહાં

શાહજહાં

આગરાનો વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ, બાદશાહ શાહજહાંએ બનાવ્યો હતો, કહેવાય છે કે તે પોતાની બેગમને એટલો પ્રેમ કરતા હતા કે તેના મર્યાના પાંચ દિવસની અંદર બાદશાહના બધા વાળ સફેદ થઇ ગયા હતા.

English summary
India's most populous state Uttar Pradesh has diverse culture from eastern to western UP. There are many facts which people do not know about Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X