For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

International Yoga Day: કેવી રીતે થઈ યોગ દિવસની શરૂઆત, શું છે યોગનુ મહત્વ

કાલે એટલે કે રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. આ છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. જાણો તેનો ઈતિહાસ અને મહત્વ.

|
Google Oneindia Gujarati News

કાલે એટલે કે રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. આ છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. દર વર્ષે 21 જૂને દુનિયાભરમાં યોગ દિવસ મનાવવામાં આવે છે. મોટા મોટા સમૂહોમાં લોકો યોગ કરે છે. આ વર્ષે કોરોના વાયરસ ફેલાવાના કારણે આ રીતના આયોજન નહિ થઈ શકે પરંતુ ઘરોમાં જ રહીને લોકો યોગ દિવસ જરૂર મનાવશે. યોગને શરીરને સ્વસ્થ રાખવા માટે તો કરવામાં આવે જ છે પરંતુ આધ્યાત્મિક વિકાસમાં પણ યોગનુ ખૂબ મહત્વ છે.

યોગથી કેવી રીતે વધે છે આધ્યાત્મિક શક્તિ

યોગથી કેવી રીતે વધે છે આધ્યાત્મિક શક્તિ

યોગ એક પ્રાચીન ભારતીય જીવન પદ્ધતિ છે. જેનાથી શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનુ કામ થાય છે. યોગના માધ્યમથી શરીર, મન અને મસ્તિષ્કને પૂર્ણ રીતે સ્વસ્થ કરી શકાય છે. ત્રણે સ્વસ્થ રહેવા સાથે તમે સ્વયંને સ્વસ્થ અનુભવો છો. યોગ દ્વારા માત્ર બિમારીઓનુ નિદાન જ નથી થતુ પરંતુ તેને અપનાવીને ઘણા શારીરિક અને માનસિક તકલીફોમાંથી મુક્ત થઈ શકાય છે. યોગ પ્રતિરક્ષા પ્રણાલિને મજબૂત બનાવીને જીવનમાં નવી ઉર્જાનો સંચાર પણ કરે છે.યોગાસને કરવાથી શરીર લચીલુ અને મજબૂત બને છે. આ સાથે સાથે યોગમાં પ્રાણાયામ અને ધ્યાનની જે ક્રિયાઓ થાય છે તેનુ ખાસ મહત્વ છે. ચિંતા, સ્ટ્રેસ, અનિંદ્રામાં ફાયદો મળે છે. છાત્રોની એકાગ્રતા વધે છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષની થીમ

કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષની થીમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે દર વર્ષે એક થીમ હોય છે. આ વખતે પણ યોગ દિવસ પર થીમ આપવામાં આવી છે કારણકે આ વર્ષે કોરોના વાયરસ મહામારીની અસર થીમ પર પણ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવ 2020ની થીમ પરિવાર સાથે મનાવો યોગ દિવસ છે. સ્પષ્ટ છે કેક લોકોને એક જગ્યાએ ભેગા ન થવા માટે આ થીમ રાખવામાં આવી છે.

યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઈ

યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઈ

યોગનો ઈતિહાસ હજારો વર્ષો જૂનો જણાવવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છ વર્ષ જૂનો છે. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 27 સપ્ટેમ્બર 2014ના રોજ દુનિયાભરમાં યોગ દિવસ મનાવવાનુ આહ્વવાન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર, 2014ના રોજ એ એલાન કર્યુ કે 21 જૂન દુનિયામાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવશે. જે બાદ સતત દર વર્ષે એટલે કે 2015થી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.

21 જૂન જ કેમ?

21 જૂન જ કેમ?

21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પસંદ કરવાનુ પણ એક ખાસ કારણ છે. 21 જૂન વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યનો જલ્દી ઉદય થાય છે અને મોડો અસ્ત થાય છે. આ દિવસે ગ્રીસ્મ સંક્રાતિ બાદ સૂર્ય દક્ષિણાયન થઈ જાય છે. માટે જ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.

21 જૂન જ કેમ?

21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પસંદ કરવાનુ પણ એક ખાસ કારણ છે. 21 જૂન વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યનો જલ્દી ઉદય થાય છે અને મોડો અસ્ત થાય છે. આ દિવસે ગ્રીસ્મ સંક્રાતિ બાદ સૂર્ય દક્ષિણાયન થઈ જાય છે. માટે જ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.

પહેલા યોગ દિવસ પર બન્યો હતો રેકોર્ડ

પહેલા યોગ દિવસ પર બન્યો હતો રેકોર્ડ

21 જૂન 2015ના રોજ પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. આમાં એક ખાસ રેકોર્ટ પણ બન્યો હતો. 21 જૂન 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 35 હજારથી વધુ લોકો અને 84 દેશોના પ્રતિનિધિઓએ દિલ્લીના રાજપથ પર યોગ કર્યુ હતુ. આ સમારંભમાં એટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને 84 દેશોના લોકો શામેલ થવાથી ગિનીશ બુક ઑફ રેકોર્ડ બન્યો હતો.

શું ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે?શું ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે?

English summary
International Yoga Day 2020: benefits and history of yoga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X