જાણો તમારા મોબાઇલ પરથી IPLની મજા કેવી રીતે માણશો

આઇફોન
આઇફોન માટે ઓફીશિયલ બીસીસીઆઇની આઇપીએલ ટી20 એપ્લીકેશન છે જ જેને આપ બીસીસીઆઇની વેબસાઇટ પર જઇને ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત આઇટ્યૂન સ્ટોરમાં આઇપીએલ ટી20 નામની એક એપ્લીકેશન છે જેને આપ આપના આઇફોનમાં ફ્રિ ડાઉનલોડ કરી શકશો.
એન્ડ્રોઇડ ફોન
એન્ડ્રોઇડ મોબાઇલ યુઝરો માટે આમ તો ગુગલ પ્લેમાં ઘણીબધી ક્રિકેટ એપ્લિકેશન છે. જેમાંથી આઇપીએલ લાઇવ સ્ટ્રીમ, આઇપીએલ ટીવી એપ્લિકેશન ઘણી પોપ્યુલર છે. આ એપ્લિકેશનની મદદથી આપ ફોનમાં લાઇવ મેચની મજા માણી શકશો. તેમજ સ્કોર પણ જાણી શકશો.
વિન્ડો ફોન
વિન્ડો ફોન્સ ભલે એન્ડ્રોઇડના મુકાબલામાં વધારે પોપ્યુલર ના હોય પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે આવનાર યુગ વિન્ડો ફોન્સનો રહેશે. આઇપીએલ મેચોનું લાઇવ સ્કોર જાણવા માટે આપ આપના વિન્ડો ફોનમાં આઇપીએલ 5 2012 એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનમાં ક્રિકેટ, બોલ બાય બોલ જેવા ઘણા ફિચર આપવામાં આવેલા છે.












Click it and Unblock the Notifications
