આવતા અઠવાડિએ પ્રતિબંધ આવી શકે છે સેમસંગના ડિવાઇસ પર!

કોર્ટના નિર્ણય બાદ સેમસંગે પેટન્ટ ઉલ્લંઘનના મામલામાં એપ્પલને વળતર આપ્યા બાદ હવે આઇટીસી સેમસંગના કેટલાંક ડિવાઇસ પર અમેરિકામાં પ્રતિબંધ લગાવી શકે છે.
આશા વ્યક્ત કરવામાં આવી છે છે કે આવતા અઠવાડીએ આ નિર્ણય આવી જાય. જોકે આદેશ બાદ આ નિર્ણય તુરત લેવાનો હતો પરંતુ આની પર આઇટીસી હજી થોડો સમય માંગી રહી છે.
કોર્ટે નિર્ણયમાં આ વાતનો સ્વીકાર કર્યો કે સેમસંગે પોતાની મોબાઇલ ડિવાઇસ બનાવવા માટે એપ્પલના ચાર પેટેન્ટ ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો. જે સ્પષ્ટપણે એપ્પલની ઇન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી માનવામાં આવી.
આ પેટેન્ટનું ઉલ્લંઘન કરી બનાવવામાં આવેલી ડિવાઇસ લિસ્ટમાં સેમસંગના ગેલેક્સી એસ2 સ્માર્ટફોન અને ગેલેક્સી 10.1 ટેબનો પણ સમાવેશ થાય છે. જે ગ્રાહકોમાં સૌથી વધારે પસંદ કરવામાં આવેલ ડિવાઇસમાની એક છે.
સેમસંગના ઉલ્લઘનના કારણ એપ્પલને આઇફોનના 3જીએસ અને આઇફોન 4એસના મોડેલની સાથે પહેલી અને બીજી જનરેશન આઇપેડના વેચાણ પર નુકસાન ભોગવવું પડ્યું હતું. જોકે હવે રાહ 9 ઓગસ્ટની છે જ્યારે આઇટીસી સેમસંગના આ ડિવાઇસ પર નિર્ણય લેશે. જ્યાં ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીનો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
