જો બકા! આનંદીબેને કહ્યું એટલે માનવું તો પડે જ!!
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2જી ઓક્ટોબર ગાંધીજીના જન્મ દિવસને સફાઇ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, છે અને આ ઉપલક્ષમાં નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને પણ દેશભરમાં સફાઇ અભિયાન ચલાવવાનું ફરમાન આપી દીધું છે. કેન્દ્રીય મંત્રીઓએ તો મોદીના આ અભિયાનની શરૂઆત કરી પણ દીધી છે. તેઓ સરકારી કચેરીઓ અને કાર્યાલયોમાં જાતે પહોંચી જઇને ત્યાંની સાફસફાઇનું નીરિક્ષણ કરી રહ્યા છે અને અધિકારીઓ સાથે મળીને ઝાડું પણ લગાવી રહ્યા છે.
હાલમાં ફેસબુક પર 'જો બકા'નો ક્રેજ વધુ જોવા મળી રહ્યો છે. કંઇક આવા જ અંદાજમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ફોટા સાથે 'જો બકા'ની સ્ટાઇલમાં સફાઇ અભિયાન સોશિયલ મીડિયામાં શરૂ થઇ ગયું છે. આ તસવીરો થકી એક રમૂજી અંદાજમાં સાફ-સફાઇ રાખવાનું અભિયાન શરૂ થયું છે, અને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
વનઇન્ડિયા પણ આપને 'જો બકા' અંદાજમાં કહે છે કે 'જો બકા! આનંદીબેને કહ્યું એટલે માનવું તો પડે જ!!'

Jo Baka!
બીજા દેશની ચોખ્ખાઇની વાતો કરવાની નહીં, આપણો દેશ ચોખ્ખો રાખવાનો...

Jo Baka!
ચોકલેટ ખાઇને કાગળ ગમે ત્યાં ફેંકવાનું નહીં હો...

Jo Baka!
સફાઇ કરવામાં શરમ ના હોય હા...

Jo Baka!
મોદીજી ઝાડુ લેવા માટે તૈયાર હોય તો આપણે પણ લેવું પડે...

Jo Baka!
ગમે ત્યાં થૂકીએને તો આપણા જ ટાબરીયાઓ માંદા પડે...

Jo Baka!
હવે તો દેશ સાફ રાખવો જ પડે હો.... મોદી સાહેબે કીધું...

Jo Baka!
આપણું ઘર સાફ રાખવાનું અને મોહોલ્લો પણ સાફ રાખવાનો...

Jo Baka!
ગમે ત્યાં થૂંકાય નહીં...












Click it and Unblock the Notifications
