For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનો સૌથી સસ્તો ક્વાડ કોર સ્માર્ટફોન છે આ

|
Google Oneindia Gujarati News

આજકાલ પાવરફુલ સ્માર્ટફોનનો જમાનો છે, કેટલાક સમય પહેલા ડ્યુઅલ કોર ડિવાઇસીસનું માર્કેટ હતું, જ્યારે હવે ક્વાડકોરનો ટ્રેંડ છે. જોકે સ્માર્ટફોન બજારમાં હેક્સાકોર સ્માર્ટફોન પણ આવી ચૂક્યા છે. પરંતુ તેની કિંમત હજી સામાન્ય વ્યક્તિની પોકેટની બહાર છે. જ્યારે બીજી બાજું હવે તો સૌથી સસ્તો ક્વાડ કોર ભારતીય બજારમાં આવી ચૂક્યો છે. કાર્બનનું ટાયટેનિયમ એસ 1 પ્લસ 5,749 રૂપિયમાં ઓનલાઇન ખરીદી શકાય છે.

કેટલાંક સામાન્ય ફીચર તરફ પહેલા નજર કરીએ તો ટાયટેનિયમ એસ 1માં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે જેમાં 32 જીબી સુધી સપોર્ટ મેમરી એક્સપેન્ડ કરી શકાય છે. વાયરલેસ કનેક્ટિવિટીમાં 3જી, જીપીઆરએસ, વાઇફાઇ, બ્લૂટૂથ ઉપરાંત એફએમ રેડિયોનું ફીચર પણ આપવામાં આવ્યું છે. સાઇટ અનુસાર ફોનમાં 1500 એમએએચની બેટરી લાગેલી છે. માર્કેટમાં કાર્બન ટાઇટેનિયમ એસ 1 બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનની સાથે 5,749 રૂપિયામાં ઉપલબ્ધ છે.

કાર્બન ટાઇટેનિયમ એસ 1ના મુખ્ય ફીચર્સ જુઓ તસવીરોમાં...

ડ્યુઅલ સિમ

ડ્યુઅલ સિમ

કાર્બન ટાઇટેનિયમ એસ 1 પ્લસમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

એંડ્રોઇડ 4.3 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે.

સ્ક્રીન

સ્ક્રીન

સારો વીડિયો અને સ્પષ્ટ તસવીર જોવા માટે ટાઇટેનિયમ એસ 1માં 4 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 480x800 પિક્સલ રેજ્યૂલેશન સપોર્ટ કરે છે.

પ્રોસેસર

પ્રોસેસર

જેમકે અમે આપને પહેલા પણ બતાવી ચૂક્યા છીએ કે આ ફોનમાં ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 1.2 ગીગાહર્ટની સ્પીડથી રન થાય છે.

રેમ

રેમ

જેમાં 1 જીબીની રેમ આપવામાં આવી છે.

કેમેરો

કેમેરો

એસ1 પ્લસમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા લાગેલો છે જેમાં આપ લિડ ફ્લેશની મદદથી આપ ઓછા પ્રકાશમાં સારી ઇમેજ લઇ શકો છો. જો આપ સેલ્ફી લેવા માંગતા હોવ તો તેના માટે આમાં 0.3 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

English summary
Karbonn Titanium S1 Plus with quad-core CPU available online at Rs. 5,749.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X