Friendship Day 2023 : આ વર્ષે ફ્રેન્ડશીપ ડે ક્યારે ઉજવાશે?
Friendship Day 2023 : માતાપિતા, ભાઇબહેન અને સગાસંબધી જેવા સંબંધ જન્મથી જ મળે છે. આવામાં મિત્રતા એક એવો સમય છે કે, જેમાં આપણને પસંદગી કરવાની સતા મળે છે.
આવામાં મિત્રતા એ જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંથી એક છે અને આ સુંદર સંબંધના મહત્વને દર્શાવવા માટે, દર વર્ષે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.
કોઈ વ્યક્તિ દરરોજ પોતાના મિત્રો સાથે મળી શકે છે અને આનંદ-પ્રમોદ કરી શકે છે, પરંતુ આ અજોડ બંધનને ઉજવવા માટે સમર્પિત એક દિવસ પણ હોય છે. જેમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 6 ઓગસ્ટના રોજ આવે છે.

આ દિવસ સૌપ્રથમ 1958માં પેરાગ્વેમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. જોકે, તે 1930માં જોયસ હોલ દ્વારા હોલમાર્ક કાર્ડ્સમાંથી આવ્યું હોવાનું જાણવા મળે છે.
નજીકના મિત્રો આપણા જીવનમાં જે મહત્વની ભૂમિકા ભજવે છે, અને તેઓ આપણને એક સારા વ્યક્તિ તરીકે કેવી રીતે આકાર આપે છે, તેની ઉજવણી કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે.
સામાન્ય રીતે લોકો એકબીજાના કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ બાંધીને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. તેને કાયમ માટે એકબીજાના શ્રેષ્ઠ મિત્રો (BFFs) બનવાના વચન તરીકે ગણવામાં આવે છે.
આ દિવસે મિત્રો એકબીજાની કંપનીનો આનંદ માણે છે, અને ક્વોલિટી સમય પસાર કરવા માટે બહાર જાય છે. તેઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. આ સાથે ઘણા લોકો એકબીજાને ભેટ અને ફૂલ પણ આપે છે.












Click it and Unblock the Notifications
