જાણો શું છે પેપરલેસ એસેમ્બલી? જાણો કેવી રીતે વિધાનસભાની કામગીરી બદલાશે?
આ દિવસોમાં પેપરલેસ એસેમ્બલીની ખુબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા નાગાલેન્ડથી શરૂ થઈ છે. નાગાલેન્ડ વિધાનસભાને હાલ સંપુર્ણ ઓનલાઈન રીતે ચલાવાઈ. આ પછી પુરા દેશમાં તેની ચર્ચા છે.
ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે ત્યારે વિવિધ કામકાજ પણ ઓનલાઈન થઈ રહ્યા છે. આ ક્રમમાં જ હવે વિધાનસભાની કાર્યવાહી પણ ઓનલાઈન શરૂ થવાનું શરૂ થયુ છે. આ શરૂઆત નાગાલેન્ડથી થઈ છે.

હાલમાં જ નાગાલેન્ડ રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન કાર્યક્રમને સંપૂર્ણપણે પેપરલેસ અમલમાં મૂકનાર દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે. 60 સભ્યો ધરાવતી નાગાલેન્ડ એસેમ્બલીમાં દરેક ટેબલ પર ટેબ્લેટ અને ઈ-બુક્સનો ઉપયોગ કરાયો.
આ બાબતે કેન્દ્રીય સંસદીયમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, નાગાલેન્ડ રાષ્ટ્રીય ઈ-વિધાન પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલમાં મૂકનાર ભારતની પહેલી વિધાનસભા બની છે. હવે સભ્યો ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકશે. આ પહેલ પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન આપે છે.
NeVA શું છે?
NeVA એક યુનિકોડસોફ્ટવેર છે, જેમાં વિવિધ ડોક્યુમેન્ટ પ્રશ્નોની યાદી, વ્યવસાયની યાદી, અહેવાલો વગેરેને બે ભાષાઓમાં પ્રદર્શિત કરવાની જોગવાઈ છે. આ ભાષામાં એક અંગ્રેજી અને બીજી કોઈપણ પ્રાદેશિક ભાષા હોઈ શકે છે.
આ એપ્લિકેશન સભ્યોને પ્રથમ વર્ગની સેવા પૂરી પાડવા માટે ક્લાઉડ ફર્સ્ટ અને મોબાઈલ ફર્સ્ટના ઉદ્દેશ્ય સાથે વન નેશન-વન એપ્લિકેશનના સિદ્ધાંતને આગળ ધપાવે છે. આ ટેક્નોલોજીને NeVA નામ આપવામાં આવ્યુ છે.
જણાવી દઈએ કે, દેશની તમામ વિધાનસભાના કામકાજને પેપરલેસ બનાવવા ડિજિટલ વિધાનસભા એક મિશન મોડ પ્રોજેક્ટ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) 'વન નેશન-વન એપ્લિકેશનની થીમ પર વિકસાવવામાં આવી છે.
આનો ઉદ્દેશ લોકોને સારી રીતે માહિતગાર રાખીને સમગ્ર દેશમાં શાસનમાં દૂરગામી ફેરફારો લાવવાનો છે. NeVA માત્ર એક રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં વિધાનસભા અને કારોબારી વચ્ચે વધુ તાલમેલ, સંકલન, પારદર્શિતા અને જવાબદારી લાવી રહ્યું છે. આ ટેક્નોલોજી વિકાસને ધ્યાનમાં રાખીને મજબૂત IT ઉત્પાદન બનાવવા માટે AI અને IOTનો મહત્તમ ઉપયોગ ICT ક્ષેત્રે કરવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
