જાણો ક્યાં ચાલી હતી સૌથી પહેલી મેટ્રો ટ્રેન? ભારતમાં મેટ્રોની શરૂઆત ક્યારે થઈ?
ભારત સહિત દુનિયાભરના મહાનગરોમાં મેટ્રો રેલ જાહેર પરિવહનનું સૌથી મહત્વનું સાધન છે. જો કે તમને એ નહીં ખબર હોય કે મેટ્રો રેલની શરૂઆત સૌથી પહેલા ક્યાં થઈ હતી?
દિલ્હી મેટ્રો એ ભારતની સૌથી મોટી મેટ્રો રેલ સેવા છે. દિલ્હી મેટ્રોમાં દરરોજ લગભગ 50 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દિલ્હી મેટ્રોની શરૂઆત વર્ષ 2002માં કરવામાં આવી હતી. મેટ્રો શાહદરાથી તીસ હજારી કોરિડોર સુધી ચાલી હતી. ત્યારપછી દિલ્હી મેટ્રોનું ઘણું વિસ્તરણ થયું.

દિલ્હી મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું. દિલ્હી મેટ્રો કુલ 12 લાઈનો પર તેની સેવાઓ પૂરી પાડે છે. તેમાં કુલ 286 મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.
જણાવી ગઈએ કે, વિશ્વમાં પ્રથમ વખત મેટ્રો લાવવાનો શ્રેય અંગ્રેજોને જાય છે. પ્રથમ મેટ્રો રેલ સેવા બ્રિટનમાં 1863માં શરૂ થઈ હતી. આ પછી દુનિયાભરમાં પહોંચી.
આ મેટ્રો બ્રિટિશ રાજધાની લંડનમાં દોડાવાઈ હતી. લંડન મેટ્રો રેલ સેવાને વિશ્વની સૌથી જૂની મેટ્રો સેવા ગણવામાં આવે છે. તેની શરૂઆત 1863માં મેટ્રોપોલિટન રેલ્વેના ઉદ્ઘાટન પછી થઈ હતી. શરૂઆતમાં તેમાં સ્ટીમ એન્જિનનો ઉપયોગ થતો હતો.
લંડન મેટ્રો રેલ સેવા એ વિશ્વની સૌથી મોટી ભૂગર્ભ મેટ્રો રેલ સેવા છે. તે કુલ 408 કિલોમીટરમાં ફેલાયેલી છે. લંડન મેટ્રોમાં દરરોજ લગભગ 48 લાખ લોકો મુસાફરી કરે છે.
ભારતની સૌથી જૂની મેટ્રો રેલ સેવા કોલકાતા મેટ્રો છે. તેની શરૂઆત 1984માં થઈ હતી. ભલે કોલકાતામાં મેટ્રો પહેલીવાર દોડી રહી હોય. પરંતુ દિલ્હી મેટ્રો રેલ સેવા એ ભારતની સૌથી મોટી મેટ્રો રેલ સેવા છે અને 391 કિલોમીટરમાં ફેલાયેલી છે.












Click it and Unblock the Notifications
