PICS: જાણો કોણ હતા નિડર પત્રકાર જેમ્સ ફૉલી અને સ્ટીવેન સૉટલૉફ
બેંગ્લોર: આઇએસઆઇએસે ગત બે અઠવાડિયામાં નિર્દયતા પૂર્વક બે અમેરિકન પત્રકારોનું માથું કલમ કરી દિધું. અમેરિકાની સાથે-સાથે આખી દુનિયા આ ઘટનાઓથી સ્તબ્ધ છે. જેમ્સ ફૉલીની હત્યાને લોકોના હદયમાંથી નિકળી શકતા નથી કે આઇએસ આતંકવાદીઓએ સ્ટીવન સોટલૉફનું માથું કલમ કરવાનો વીડિયો જાહેર કરી દિધો નથી.
આ વીડિયોમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ચેતાવણી આપી છે કે જો તેમણે ઇરાક પર હવાઇ હુમલા બંધ ન કર્યા તો આ પ્રમાણે અમેરિકન લોકોના માથા કલમ કરવામાં આવતા રહેશે. ફૉલી અને સૉટલૉફની હત્યા પર અમેરિકા સહિત આખી દુનિયાએ દુખ વ્યક્ત કર્યું છે.
પરંતુ કોણ હતા આ નિડર પત્રકાર, જે ખતરાઓની સામે બાથ ભીડીને લડતા રહ્યાં. દુનિયા આજે તેમને બહાદુરી અને પત્રકારિતા માટે તેમના જોશને સલામ કરે છે.
જાણો કોણ હતા અમેરિકાના નિડર પત્રકાર જેમ્સ ફૉલી અને સ્ટિવન સૉટલૉફ.

બહાદુર અને અથક મહેનતું
ફૉલીએ અમેરિકન સમાચાર પત્ર ગ્લોબલ પોસ્ટ અને ફ્રાંસની સમાચાર એજન્સી એએફપી સહિત ઘણા મીડિયા સમૂહો માટે મધ્ય પૂર્વ એશિયાનું રિપોર્ટિંગ કર્યું છે. તેમણે 'બહાદુર અને અથક મહેનત' કરનાર પત્રકાર ગણવામાં આવતા હતા.

યુદ્ધ ક્ષેત્રની વતોને આગળ લાવવી છે
વર્ષ 2012માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફૉલીએ કહ્યું હતું, ''હું યુદ્ધ ક્ષેત્રની વણસાંભળેલી કહાણીઓને દુનિયાની સમક્ષ લાવવા માંગું છું,' તે પત્રકારત્વ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતા.

સીરિયામાં થયું હતું અપહરણ
નવેમ્બર 2012માં સીરિયામાં તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ઉત્તરી સીરિયાના ઇબલિબ પ્રાંતથી પસાર થતં તેમની ગાડીને ચરમપંથીઓએ રોકી હતી અને ત્યારબાદ તે જોવા મળી નહી.
|
ગદ્દાફી વિરૂદ્ધ રિપોર્ટિંગ
ઇરાક જેવા દેશોની હકિકત જાણવાની ઉત્સુકતાએ તેમણે અમેરિકીની સૈનિકોની સાથે પત્રકારિત્વ કરવાનો માર્ગ આપ્યો. વર્ષ 2011માં તે કર્નલ મુઅમ્મર ગદ્દાદી વિરૂદ્ધ વિદ્રોહનું રિપોર્ટિંગ કરવા માટે લીબિયા ગયા હતા. તેમણે વિદ્રોહી લડાકો સાથે રહીને રિપોર્ટિંગ કર્યું.
|
પત્રકાર પહેલાં શિક્ષક હતા
ચાલીસ વર્ષીય ફૉલી અમેરિકાના ન્યૂ હૈમ્પશરના રોચેસ્ટર શહેરના રહેવાલી હતા. પત્રકારિતામાં આવતાં પહેલાં તે એરિજોના, મૈસાચ્યુસેટ્સ અને શિકાગોમાં શિક્ષક હતા.

આતંકવાદીઓને જાણવા માંગતા હતા
તેમણે સીરિયાઇ રાષ્ટ્રપ્તિ બશર અલ-અસદના વફાદાર સુરક્ષા બળોની સાથે રિપોર્ટિંગ શરૂ કર્યું. જેમ્સનું કહેવું હતું, ''ત્યાં ભારે હિંસા છે પરંતુ એ જાણવાની એક ઇચ્છાશક્તિ પણ છે કે અંતે તે લોકો છે કોણ. અને હું સમજું છું કે આ મને પ્રેરિત કરી રહ્યાં છે.''

બહાદુર હતા સ્ટીવેન સૉટલૉફ
સ્ટીવેન સૉટલૉફ બીજા અમેરિકન પત્રકાર છે જેમનું ઇસ્લામિક સ્ટેટે માથું કલમ કરી દિધું. 31 વર્ષીય સ્ટીવેન સૉટલૉફનું એક વર્ષ પહેલાં સીરિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું.

ઘણા સમાચારપત્રોમાં લખતા હતા
સ્વતંત્ર પત્રકાર સ્ટીવેન સૉટલૉફે ટાઇમ્સ પત્રિકા, ફૉરેન પૉલિસી, ક્રિશ્વિયન સાયન્સ મૉનીટર અને વર્લ્ડ અફેયર્સ જર્નલ સહિત ઘણા સમાચાર પત્રો માટે આર્ટિકલ લખતા હત.

ખતરાને જાણતા હોવાછતાં કરતા હતા રિપોર્ટિંગ
તે મિસ્ર, લીબિયા અને સીરિયાથી રિપોર્ટિંગ કરી ચૂક્યા હતા. તેમને ઓળખનારાઓ કહે છે કે તેમણે પત્રકારત્વ સાથે પ્રેમ હતો. અને તમામ ખતરાઓ છતાં તે પત્રકારત્વ કરતા હતા.

ખતરા સામે બાથ ભીડી
તેમના એક મિત્રએ જણાવ્યું કે ''સ્ટીવન કહેતાં હતા કે ત્યાં હાલાત ખૂબ જ ડરામણા અને ખતરનાક હતા. ત્યાં રહેવું સુરક્ષિત ન હતું. એ જાણતા હોવાછતાં પણ તે ત્યાં જતા હતા. તેમના લેખમાં કહે છે કે ખતરો હોવાછતાં ગ્રાઉંડ રિપોર્ટિંગ માટે પ્રતિબદ્ધ હતા.
|
યમનમાં રહેતા હતા
લેખિકા એન મારલો જે સ્ટીવેન સૉટલૉફને લીબિયામાં કરવામાં આવેલા તેમના કામથી જાણે છે કહે છે 'તે યમનમાં રહેતા હતા, સારું અરબી બોલતા હતા અને ઇસ્લામી દુનિયા સાથે ઉંડો પ્રેમ હતો.'
|
લોકો વચ્ચે જઇને લાવતા હતા સમાચાર
સ્ટીવેન સૉટલૉફને ઓળખતા લોકો કહે છે કે તે યુદ્ધ ક્ષેત્રમાં સામાન્ય લોકો વચ્ચે જઇને સમાચાર લાવવા માંગતા હતા. તેમને પત્રકારત્વ સાથે પ્રેમ હતો.












Click it and Unblock the Notifications
