Kolkata Doctor Case : બળાત્કાર પીડિતાના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરો તો કેટલી સજા થાય? જાણો કાયદા
Kolkata Doctor Case : કોલકત્તાની ખૌફનાર ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ દરમિયાન પોલીસે પીડિતાની ઓળખ જારી કરનારા સામે પણ કાર્યવાહી કરી છે.
જણાવી દઈએ કે, મહિલાઓ વિરૂદ્ધના અપરાધો દરમિયાન મહિલાની ઓળખ ઉજાગર કરવી એ ગંભીર ગુનો છે. આવુ કરવા પર જેલમાં જવાની નોબત આવી શકે છે.

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટનામાં પીડિતા મહિલા ડૉક્ટરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પીડિતાનો ફોટો તાત્કાલિક અસરથી હટાવવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે, કાયદા દ્વારા બળાત્કાર પીડિતાની ઓળખ તેની સંમતિથી જ જાહેર કરી શકાય છે.
આ જ કારણ છે કે 2012ની દિલ્હી ગેંગરેપ પીડિતાનું સાચું નામ લેવાને બદલે તેને નિર્ભયા કહેવામાં આવી હતી. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો કોઈ રેપ પીડિતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે તો તેને શું સજા મળે?
બળાત્કાર પીડિતાનો ફોટો શેર કરવા બદલ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015ની જોગવાઈનું ઉલ્લંઘન છે. તે સ્પષ્ટપણે જણાવે છે કે પરિવારની માહિતી સહિત આવી કોઈ માહિતી મીડિયામાં પ્રકાશિત થવી જોઈએ નહીં, જેનાથી કોઈપણ સગીર પીડિતાની ઓળખ થઈ શકે.
જણાવી દઈએ કે, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ 2015માં ગુનાઓનું અલગ-અલગ વર્ગીકરણ છે. આ અધિનિયમ મુજબ, ગંભીર અપરાધનો અર્થ એવો ગુનો છે કે જેના માટે કોઈપણ કાયદા હેઠળ 3 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. આવા ગુનાઓને જઘન્ય અપરાધોની શ્રેણીમાં સામેલ કરવામાં આવે છે જેના માટે કોઈપણ કાયદા હેઠળ લઘુત્તમ સજા 7 વર્ષ કે તેથી વધુ કેદની છે.
ફોજદારી કાર્યવાહી સંહિતા હેઠળ, બોર્ડ માટે કેસોમાં ટ્રાયલની પ્રક્રિયાને અનુસરીને નાના ગુનાઓ અને ગંભીર ગુનાઓ બંનેનો નિકાલ કરવાની જોગવાઈ છે. ગુનાની બીજી શ્રેણીમાં લઘુત્તમ સજા 7 વર્ષથી ઓછી હોય અથવા કોઈ લઘુત્તમ સજા નક્કી કરવામાં આવી નથી પરંતુ મહત્તમ સજા 7 વર્ષ કે તેથી વધુ હોઈ શકે છે.
અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મીડિયા સંસ્થાઓ જે રીતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ક્રૂરતાનો ભોગ બનેલી પીડિતાનું નામ અને ઓળખ જાહેર કરી રહી છે તે સંપૂર્ણપણે ખોટુ છે.
આ સાથે કોર્ટે કહ્યું છે કે, આ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં આપવામાં આવેલી સિસ્ટમની પણ વિરુદ્ધ છે કારણ કે રેપ પીડિતાની ઓળખ જાહેર કરી શકાતી નથી.












Click it and Unblock the Notifications
