For Daily Alerts

Video: સનેડો સનેડો ગીત પર નાચો આ સ્ટાઇલથી
નવરાત્રીમાં સનેડો ગીત પર નાચવા માટે કૂલ ડાન્સ સ્ટેપ જુઓ આ વીડિયોમાં. ઘરે બેસીને નવરાત્રીના સ્ટેપ શીખો વનઇન્ડિયા ગુજરાતી સાથે. આ નવરાત્રી સ્પેશ્યલ વીડિયોમાં અમે તેમને ઓનલાઇન ગરબા શીખવીશું.
સનેડો સનેડો ગીત ગુજરાતમાં ખાસ લોકપ્રિય છે. આ ગીતમાં થોડીક વાર મ્યુઝિક ચાલે છે ત્યારે લોકો નીચે બેસી જાય છે અને તે પછી વચ્ચે વચ્ચે નાંચે છે. સનેડા ગીત મોટા ભાગના લગ્ન કાર્યક્રમોમાં અને નવરાત્રી સમયે ગાવામાં આવે છે અને લોકો પણ આ ગીત પર નાંચવાનું મોટા પ્રમાણમાં પસંદ કરે છે. ત્યારે જો તમને પણ સનેડાના ગીત પર નાંચવું ગમતું હોય અને તે માટે કોઇ કૂલ ડાન્સ સ્ટેપ શોધી રહ્યા હોવ તો આ માટે આ વીડિયો તમને કામમાં આવી શકે છે.
વનઇન્ડિયાના આ ખાસ વીડિયોમાં અમે તમને ગરબાની નીતનવી સ્ટાઇલ શીખવી રહ્યા છીએ. ત્યારે અમારા નવરાત્રીના તમામ વીડિયોને એક સાથે જોવા માટે તેની યૂટ્યૂબ લિંક માટે અહીં ક્લિક કરો. સાથે જ નીચેના વીડિયોમાં જુઓ સનેડા ડાન્સ માટેના સ્ટેપ. અને ઘરમાં વીડિયો જોઇને જાતે જ આ સ્ટેપ કરતા શીખો.
Comments
English summary
Learn How to Dance Sanedo Sanedo Dance step in this Navratri.