જ્યોતિષ: તમારા ડાબા હાથની રેખાઓ જોઇને, જાતે જાણો તમારા જીવન વિષે

સામાન્ય રીતે આપણને તેવી સલાહ આપવામાં આવે છે કે ક્યારેય પણ કોઇને પોતાનો હાથ અને હાથની રેખાઓ ના બતાવવી. કારણ કે કોઇ વાર જાણકારને આવી રીતે જ તમારી રેખાઓ બતાવીને તમે તમારા વિષે અનેક મહત્વપૂર્ણ માહિતીઓ અજાણતા જ કહી દો છો. અને માટે જ મોટેરા હંમેશા આપણને કહેતા રહેતા હોય છે કે કોઇને પણ પોતાનો હાથ ના બતાવવો.

તો બીજી તરફ જ્યારે આપણે કોઇ જ્યોતિષ પોતાનો હાથ આપણા ભવિષ્યને જાણવા માટે બતાવીએ છીએ તો આપણને મનમાં એક શંકા જરૂરથી થાય છે કે શું ખરેખરમાં આ જ્યોતિષ આપણા ભવિષ્ય વિષે જે કહી રહ્યો છે તે સાચું છે કે પછી તે આપણને ઉલ્લુ બનાવી રહ્યો છે. ત્યારે આજે અમે તમને તમારી આ મુશ્કેલીમાંથી છુટકારો આપીએ છીએ. કારણ કે આજે અમે તમને તમારો હાથ જાતે જ જાતો શીખવવાના છીએ.

ત્યારે તમારા હાથની રેખાઓ તમારા ભવિષ્ય અને જીવન વિષે શું કહે છે તે વિષે જાણો નીચેના આ રસપ્રદ આર્ટીકલમાં...

જીવન રેખા

જીવન રેખા

તમારા ડાબા હાથમાં દેખાતી આ રેખાને જીવનરેખા કહે છે. તે વ્યક્તિની શારિરીક તાકાત બતાવે છે. જાડી, ઓછા કાપા વાળી લાઇન તમારું સારું સ્વાસ્થય બતાવે છે. અને કાપા અને તૂટેલી લાઇન તમારો સંવેદનશીલ સ્વભાવ બતાવે છે જે વધુ પડતો તનાવ, બિમારીને બતાવે છે.

લગ્નની લાઇન

લગ્નની લાઇન

તમારા ડાબા હાથની ટચલી આંગળી પાસેનો આ કાપો તમારી લગ્નની લાઇનને બતાવે છે. વળી તે તમારા હાલની પ્રેમની સ્થિતિ પણ બતાવે છે. નાની લાઇનો એક તરફી પ્રેમ બતાવે છે. તો ફાંટ વાળી લાઇન તલાક અને જે લાઇનો એક બીજાને ક્રોસ કરે છે તે બતાવે છે કે તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધમાં છો. જો તમારા હાથમાં લગ્ન રેખાના હોય તો ચિંતા ના કરતા. તે બતાવે છે હાલ લગ્નનો યોગ્ય સમય નથી આવ્યો.

મુખ્ય રેખા

મુખ્ય રેખા

આ રેખા તમારી બુદ્ધિ અને તમારા વિચારોને બતાવે છે. જો તે જીવન રેખા સાથે ઓવરલેપ થાય છે તો તે તમારા વિચારોમાં સંતુલન બતાવે છે. જો આ રેખા લાંબી અને પહોળી હોય તો તે બતાવે છે કે તમારું મગજ બીજા લોકો દ્વારા નિયંત્રિત થાય છે. અને તે તમારા વતી નિર્ણયો લે છે. બે કરતા વધુ લાઇન બતાવે છે કે તમે યુનિક વ્યક્તિ છો. જે બતાવે છે કે તમે ક્રિએટિવ કે સ્માર્ટ છો.

નસીબની રેખા

નસીબની રેખા

નસીબની આ રેખા તમારા ભવિષ્ય વિષે ધણું કહી જાય છે. જાડી નસીબ રેખા બતાવે છે કે તમારું જીવન નાટકિયરીતે વિસ્તરશે. અને પાતળી રેખા બતાવે છે કે અન્ય લોકો તમારું જીવન નક્કી કરે છે. બેથી વધુ લીટી બતાવે છે કે તમે લોકપ્રિય અને તેજસ્વી રહેશો.

પૈસાની લાઇન

પૈસાની લાઇન

મની લાઇન તમારી રીંગ ફિંગરની નીચેના ઉભાર પાસેથી શરૂ થાય છે. આ નાનકડી રેખા તમારી આર્થિક સ્થિતિ બતાવે છે. નાનકડી લાઇન બતાવે છે કે તમને પૈસાની એટલી પડી નથી. લાંબી લાઇન બતાવે છે કે પૈસા તમારા માટે ખૂબ જ મહત્વના છે અને તમે બચત કરી જાણો છો. અનેક નાની લાઇનો બતાવે છે કે તમે ઉડાઉ છો.

રેખા

રેખા

હાથના અંતમાં આવી બ્રેસલેટ જેવી લાઇનો તે બતાવે છે કે તમારી પાસે કેટલો પૈસો આવશે. તો જેટલી વધુ લાઇનો તેટલો વધુ નાણાંનો વરસાદ.

ખુશીઓની રેખા

ખુશીઓની રેખા

તમારા અંગૂઠાની કાંડા સુધીને વચ્ચેની જગ્યા જેને ચંદ્રનો પહાડ કહેવાય છે તેની પર જે આ ઊભી લાઇનો દેખાય છે તે છે તમારી ખુશીઓની રેખાઓ. ડાબા હાથમાં દેખાતે આ રેખા તમારી સફળતા અને ખુશીઓને નક્કી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X