Love Tips: ભાઈની બેસ્ટ ફ્રેન્ડ ગમી જાય તો શું કરવુ? આ વાતો ધ્યાનમાં રાખજો નહિતર...

જો ભાઈ કે બહેનની દોસ્ત સાથે પ્રેમ થઈ જાય કે પછી તમારી બેસ્ટ ફ્રેન્ડના ભાઈ કે બહેન સાથે પ્રેમ થઈ જાય તો વસ્તુઓ કૉમ્પ્લિકેટેડ બની જાય છે. જો તમે પણ આવી જ સ્થિતિમાં ફસાયેલા હોય તો અહીં જાણો અમુક ટીપ્સ...

Love Tips: કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે, ગમે ત્યારે, ગમે એની સાથે થઈ શકે છે. પ્રેમ એક એવી વસ્તુ છે જે સમજી-વિચારીને નથી થતી, બસ થઈ જાય છે. દિમાગ ગમે એટલુ સમજાવવાની કોશિશ કરે પણ દિલ ક્યાં માનવાનુ છે. પોતાના પ્રેમને જોઈને જોરથી ધડકવા જ લાગે છે. પરંતુ, જો કોઈ ખાસ સંબંધ સાથે જોડાયેલ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય તો મુશ્કેલી ઉભી થઈ જાય છે. જો ભાઈ કે બહેનની દોસ્ત સાથે પ્રેમ થઈ જાય કે પછી તમારી બેસ્ટ ફ્રેન્ડના ભાઈ કે બહેન સાથે પ્રેમ થઈ જાય તો વસ્તુઓ કૉમ્પ્લિકેટેડ બની જાય છે. જો તમે પણ આવી જ સ્થિતિમાં ફસાયેલા હોય તો અમે તમને અમુક ટીપ્સ જણાવીએ, જેનાથી તમારા સંબંધ પણ નહિ બગડે અને તમારુ દિલ પણ નહિ તૂટે.

કોઈ પગલુ લેતા પહેલા ભાઈની દોસ્તીને ધ્યાનમાં રાખો

કોઈ પગલુ લેતા પહેલા ભાઈની દોસ્તીને ધ્યાનમાં રાખો

જો તમને તમારા ભાઈ કે બહેનની ફ્રેન્ડ સાથે પ્રેમ થઈ ગયો હોય, તો તમારા ક્રશને જણાવતા પહેલા થોડા દિવસો માટે ભાઈ કે બહેન સાથે મિત્રતા કરો. પછી તક જોઈને, તમે તેમને કહી શકો છો.જો તમે તમારા મિત્રના ભાઈ અથવા બહેન સાથે પ્રેમમાં પડ્યા હોય તો તમારે ખૂબ જ સાવચેતીભર્યા પગલાં લેવા પડશે. તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકતા પહેલા તમારી મિત્રતા વિશે ચોક્કસ વિચારો. તમારુ આ પગલુ તમારી મિત્રતાને અસર ન કરે.જો તમે તમારા મિત્રને સારી રીતે ઓળખો છો, તો એ પણ ધ્યાનમાં રાખો કે તે તેની બહેન માટે કેટલો ગંભીર છે. એવુ ન થાય કે તે તેની સાથે લડે અને તમારા બંનેના પ્રેમની વિરુદ્ધ થઈ જાય.

ગ્રીન સિગ્નલ વિના કોઈ રિસ્પૉન્સ ન આપો

ગ્રીન સિગ્નલ વિના કોઈ રિસ્પૉન્સ ન આપો

જો તમને તમારા બેસ્ટ ફ્રેન્ડના ભાઈ સાથે પ્રેમ થઈ ગયો હોય, તો જ્યાં સુધી ત્યાંથી કોઈ રિસ્પોન્સ ન આવે ત્યાં સુધી તમારી તરફથી કોઈ ગ્રીન સિગ્નલ ન આપો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

તમારી દોસ્તીનુ ભવિષ્ય પહેલા વિચારી લો

તમારી દોસ્તીનુ ભવિષ્ય પહેલા વિચારી લો

જો તમારા બેસ્ટ ફ્રેન્ડની બહેન પણ તમને પસંદ કરે છે, તો પછી તમારે બહાદુરીભર્યુ પગલું ભરવુ પડશે. તમારે તમારા મિત્રને તમારા અને તેની બહેન વચ્ચેના સંબંધ વિશે જણાવવુ જોઈએ. જેથી તમારા મિત્રને ખબર પડે કે તમે તેની સાથે છેતરપિંડી કરી નથી. તેને સાચી વાત કહી છે. સૌથી અગત્યનું, તમારે તમારા મિત્રની પ્રતિક્રિયા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવુ પડશે, તે ગમે તે હોય. આ સાથે, તમારે પહેલા તમારી મિત્રતાના ભવિષ્ય વિશે વિચારવુ જોઈએ.

ક્યાંક એવુ ન બને કે એ તમારી સાથે બહેનની જેમ વર્તતી હોય

ક્યાંક એવુ ન બને કે એ તમારી સાથે બહેનની જેમ વર્તતી હોય

ઘણી વખત એવુ પણ બને છે કે તમે તમારા ભાઈની ફ્રેન્ડને પસંદ કરવા માંડો છો પરંતુ તે તમારી સાથે તેની બહેનની જેમ વર્તે છે. આ વિશે વિચાર્યા પછી તમારે એક પગલુ આગળ વધવુ જોઈએ, નહીં તો તમને શરમ સિવાય બીજુ કંઈ નહિ મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X