ખાઈ ખાઈને બનાવી દીધા ઘણા વર્લ્ડ રેકોર્ડ, કમાય છે લાખો રૂપિયા

તમે ઘણા ફૂડ બ્લોગરોને જોયા હશે. જે વીડિયો બનાવીને લાખો રૂપિયા કમાય છે. જો કે આજે આપણે જે યુવતીની વાત કરવા જઈ રહ્યા છીએ તેને ખાઈ ખાઈ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધા છે.

એક યુવતી દે ધનાધન સ્ટાઈલમાં ખાય છે. એકવાર ખાવાનું શરૂ કરે પછી ક્યાકે બંધ થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. રાઈના હુઆંગ નામની આ યુવતી તેની ખાવાની ક્ષમતા માટે ચર્ચામાં છે.

Raina Huang

રાઈનાની ખાવાની ક્ષમતા એટલી બધી છે કે તે એક સાથે એક કે બે કિલો નહીં પરંતુ ઘણા કિલો ખાઈ શકે છે. રાઈનાએ આ શોખને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. જેના કારણે હવે તે ખાવાની સાથે પૈસા કમાય છે.

29 વર્ષની રાઈના હુઆંગ આ શોખથી લાખો રૂપિયા કમાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે તાઈવાન, જાપાન અને વિયેતનામ જેવા દેશોની મુલાકાત લીધી છે અને ખાવાના ઘણા પડકારોમાં ભાગ લીધો છે અને જીતી છે.

અહેવાલો અનુસાર, તેણીએ આ પડકારોમાંથી 30 હજાર યુએસ ડોલર એટલે કે લગભગ 26 લાખ રૂપિયાની કમાણી પણ કરી છે.

હાલમાં જ એક સ્પર્ધા દરમિયાન રાઈનાએ માત્ર 10 મિનિટમાં 100 મોમોઝ ખાધા હતા. તેણે આ સ્પર્ધામાંથી 83 હજાર રૂપિયાની કમાણી કરી હતી.

ફિટનેસની વાત કરીએ તો તેણી એકદમ સ્લિમ અને ફિટ છે. 5 ફૂટ 2 ઈંચ ઊંચા રાઈનાના નામે સુશી ખાવાનો રેકોર્ડ પણ છે. તેણે માત્ર 35 મિનિટમાં 108 પ્લેટ સુશી ખાધી હતી. તેણે તેના TikTok એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે રાઈના શેફ પણ રહી ચૂકી છે. તેણી કહે છે કે હવે તે તેના જૂના કામ કરતાં દિવસભર ખોરાક ખાઈને વધુ કમાય છે. રાઈનાના જણાવ્યા અનુસાર, ફૂડ ચેલેન્જ સિવાય તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ અપલોડ કરે છે જેમાંથી તે પૈસા કમાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X