For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maha Shivratri 2020: મહાશિવરાત્રી પર જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે

Maha Shivratri 2020: મહાશિવરાત્રી પર જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વેદોમાં પંચદેવ પૂજાનું વિધાન જણાવવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ દેવતાના રૂપે ભગવાન શિવને માન્યતા આપવામાં આવી છે. ભગવાન શિવની પૂજા માત્ર વિજય જ નથી અપાવતી, બલકે જીવનની પ્રત્યે સમસ્યાનો ઉકેલ પણ પ્રદાન કરે છે. ધન, સંપત્તિ, સુખ, વૈભવ, રોગોથી મુક્તિથી લઈ તમામ સાધન-સંસાધનોની પૂર્તિ ભગવાન શિવની આરાધના-પૂજાથી થાય છે. આમ તો ભગવાન શિવની ગમે ત્યારે પૂજા કરવાથી શુભ ફળ મળે છે, પરંતુ વિશેષ દિવસ મહાશિવરાત્રિ પર જો તમે કોઈ વિશેષ કામની પૂર્તિ કરવા માટે તેમની પૂજા કરો છો તો તે કેટલાય ગણુ અધિક શુભ હોય છે.

સંપત્તિ સુખની પ્રાપ્તિ માટે શેરડીના રસથી અભિષેક

સંપત્તિ સુખની પ્રાપ્તિ માટે શેરડીના રસથી અભિષેક

જો તમે ધનના અભાવથી પરેશાન છો. સંપત્તિ એકત્રિત નથી કરી શકતા તો મહાશિવરાત્રિ પર ભગવાન શિવને વિશેષ રૂપે શેરડીના રસથી અભિષેક કરો. ભગવાન શિવને શેરડી બહુ પસંદ છે. શેરડીમાં મહાલક્ષ્મીનો વાસ છે. જો શવિરાત્રિ પર ભગવાન શિવને શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો ધન સંપત્તિની કદી કમી નથી આવતી. આનાથી શિવ પણ પ્રસન્ન થઈ જાય છે અને લક્ષ્મી પણ. સ્થાયી લક્ષ્ીની પ્રાપ્તિ માટે શેરડીના રસથી શિવ મહિમ્નસ્તોત્રની 21 આવૃતિ સાથે અભિષેક કરવો જોઈએ.

રોગ મુક્તિ માટે ઘીથી અભિષેક

રોગ મુક્તિ માટે ઘીથી અભિષેક

ભગવાન શિવની પૂજા રોગોથી મુક્તિ પ્રદાન કરે છે. જો તમારા પરિવારમાં કોઈને કોઈ સભ્ય બીમાર રહેતો હોય તો મહાશિવરાત્રિના દિવસે કાળા પથ્થરના શિવલિંગનો ઘીથી અભિષેક કરો. ઘી આયુ અને આરોગ્યનું પ્રતિક છે. આમ છતાં શિવલિંગ પર સવા પાવ અક્ષત અર્પિત કરો અને મહામૃત્યુંજય મંત્રના 11 માળા જપ કરો. આ ઉપરાંત શિવલિંગ પરથી થોડો અક્ષત લઈ તેને સફેદ કપડામાં બાંધી રોગીની નજીક રાખો ત્રણ દિવસમાં રોગ ઠીક થઈ જશે. ઠીક થઈ ગયા બાદ બાજુમાં રાખેલી અક્ષતની પોટલી કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરી દો.

નોકરી બિઝનેસમાં પ્રગતિ માટે

નોકરી બિઝનેસમાં પ્રગતિ માટે

કેટલાય લોકોને બિઝનેસમાં સફળતા નથી મળતી. વારંવાર બિઝનેસ બદલવાની નોબત આવે છે. નોકરીમાં પણ સ્થાયિત્વ અને પ્રગતિ નથી મળી શકતી. એવામાં શિવરાત્રિના દિવસે કેસરના દુધથી શિવજીનો અભિષેક કરવાથી મોટો લાભ પ્રાપ્ત થાય છે. આનાથી સૂર્ય ઠીક થાય છે અને માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ મળે છે.

દુર્ઘટનાઓથી બચવા માટે

દુર્ઘટનાઓથી બચવા માટે

કેટલાય લોકોને વારંવાર વાહન દુર્ઘટનાનો સામનો કરવો પડે છે. આનાથી બચવા માટે શિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા શિવલિંગ પર 1008 બિલીપત્ર અને 1008 ધતૂરા અર્પિત કરો. આનાથી દૂર્ઘટનાથી બચી શકાય છે.

સર્વસુખોની પ્રાપ્તિ માટે

સર્વસુખોની પ્રાપ્તિ માટે

જો તમે સમસ્ત સુખોની પ્રાપ્તિ કરવા માંગો છો. પારિવારિક, વૈવાહિક, સંતાન પક્ષ તરફથી સુખી થવા માંગો છો તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો અભિષેક પંચામૃત દૂધ, દહી, ઘી, મધ, શાકરથી કરો. અભિષેક કરતી વખતે શિવ મહિમ્નસ્તોત્રનો પાઠ કરો અથવા ऊं नमः शिवाय મંત્રનો જાપ કરવામાં આવી શકે છે.

હસ્તરેખા જ્યોતિષઃ કિસ્મતમાં છે રાજયોગનું સુખ, હથેળીથી મળી શકે છે આવા સંકેતહસ્તરેખા જ્યોતિષઃ કિસ્મતમાં છે રાજયોગનું સુખ, હથેળીથી મળી શકે છે આવા સંકેત

English summary
Maha Shivratri will be observed on February 21 this year.Maha Shivratri (Night of Lord Shiva) is an annual festival that celebrated across India in honour of Lord Shiva.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X