આવો એક નજર કરીએ ભૂતકાળમાં ધાર્મિક સ્થળોએ મચેલી નાસભાગ પર

આવો એક નજર નાંખીએ ભૂતકાળમાં મચેલી નાસભાગ પર
20 નવેમ્બર 2012: વર્ષના સૌથી મોટા તહેવાર છઠ્ઠ પર્વ દરમિયાન બિહારના લોકો ખુશી અને શાંતિ માંગવા માટે ગયા હતા, પરંતુ અચાનક દોડધામ મચતાં તેમની ખુશી ગમમાં ફેરવાઇ ગઇ હતી. છઠ્ઠ પર્વના તહેવારના દિવસે ગંગા નદીના કિનારે સોમવારે સાંજે દોડધામ મચી હતી જેમાં 21 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 9 બાળકોનો સમાવેશ થાય છે.
25 ઑક્ટોબર 2012: ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઉભરેલા ભક્તોમાં અફરાતફરી મચતા એક મહિલાનું મોત નિપજ્યું હતું જયારે પાંચ લોકોને ઇજા પહોંચી હતી.
20 ઑક્ટોબર 2012: મધ્યપ્રદેશના સલકનપુર સ્થિત આવેલ પ્રસિદ્ધ વિજયાસન દેવીના મંદિરમાં આરતીના સમયે નાસભાગ મચતાં 3 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 35 જેટલા શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી.
24 સપ્ટેમ્બર 2012 : ઝારખંડના દેવઘરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ટોળું બેકાબૂ બનતા નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે 9 લોકોનાં મોત થયા હતા. જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા.
23 સપ્ટેમ્બર 2012 : મથુરાના રાધા રાણી મંદિરમાં નાસભાગ થતાં 2 મહિલાઓના મોત નિપજ્યાં હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
23 મે 2012 : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા લક્ષ્મી મંદિરમાં ભારે ભીડના કારણે ધક્કામુક્કી થતાં 3 લોકોના મૃત્યું નિપજ્યા હતાં જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
26 મે 2012: વિશ્વ વિખ્યાત તિરૂપતિ મંદિરમાં ભક્તોના ભારે પ્રવાહના કારણે નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
8 નવેમ્બર 2011: હરિદ્રારમાં ગાયત્રી પરિવારના એક કાર્યક્રમમાં નાસભાગ મચી હતી જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત નિપજ્યાં હતા.
14 જાન્યુઆરી 2011: મકર સંક્રાંતિના પર્વ પર કેરલના ઝડુકે સ્થિત સબરીમાલાના અયપ્પા મંદિરમાં નાસભાગ મચતાં 102 લોકોના મોત નિપજ્યાં હતા.
16 ઑક્ટોબર 2010: બિહારમાં આવેલા બાંકાના પ્રસિદ્ધ તિલડીહા દુર્ગામંદિરમાં નાસભાગ મચતાં 10 લોકોના મોત નિપજ્યાં હતા.
13 જુલાઈ 2010: પુરીમાં આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મચેલી બે લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.
14 એપ્રિલ 2010: શાહી સ્નાનના અવસરે હરિદ્રારમાં નાસભાગ મચતાં આઠ લોકોના મોત નિપજ્યાં હતા.
4 માર્ચ 2010: પ્રતાપગઢના મનગઢ સ્થિત કૃપાલુ મહારાજના આશ્રમમાં નાસભાગ મચતાં 65 લોકોના મોત નિપજ્યાં હતા.
14 જાન્યુઆરી 2010: પશ્વિમ બંગાળના ગંગા સાગર મેળામાં નાસભાગ મચતાં સાત લોકોના મોત નિપજ્યાં હતા.
21 ડિસેમ્બર 2009: રાજકોટના ધોરાજીમાં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગ મચતાં આઠ મહિલાઓના મોત નિપજ્યાં હતા.
30 સપ્ટેમ્બર 2008: જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં દોડધામ મચતાં 147 લોકોના મોત નિપજ્યાં હતા.
3 ઑગષ્ટ 2008: હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલા નૈના દેવીના મંદિરમાં દોડધામ મચતાં 162 લોકોના મોત નિપજ્યાં હતા.
4 જુલાઇ 2008: પુરીમાં જગન્નાથ યાત્રા દરમિયાન મચેલી દોડધામમાં છ લોકોના મોત નિપજ્યાં હતા.
2006: જગન્નાથ યાત્રા દરમિયાન સર્જાયેલ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા.
14 ઑક્ટોબર 2007: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદિરમાં ભાગદોડ થતાં પાંચ લોકો મૃત્યું હતા. જ્યારે 25થી વધુ લોકોને ઇજા થઇ હતી.
25 જાન્યુઆરી 2005: મહારાષ્ટ્રના માંધરા દેવી મંદિરમાં નાસભાસ મચતાં 340 લોકોના મોત નિપજ્યાં હતા.
27 ઑગષ્ટ 2003: મહારાષ્ટ્રના નાસિક કુંભમાં નાસભાગ મચતાં 39 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હતા.
1999માં મકર સક્રાંતિના દિવસે કેરલના ઝડુકી સ્થિત સબરીમાલાના અયપ્પા મંદિરમાં નાસભાગ મચતાં 53 લોકોના મોત નિપજ્યાં હતા.












Click it and Unblock the Notifications
