જાણો કોણ છે વિકાસ ગાંડો થયો પાછળનો ભેજાબાજ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ચૂંટણી શરૂ થઇ તે પહેલા જ ભાજપનો માથાનો દુખાવો બની ગયો હતો સોશ્યલ મીડિયા ફરતો એક શબ્દ, વિકાસ ગાંડો થયો છે. જે વિકાસને લઇને પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં 22 વર્ષ સુધી ચૂંટણી લડી શાસન કરતા આવ્યા છે હવે તે વિકાસે જ તેમની મુશ્કેલીઓ વધારી. પણ તેથી પણ નવાઇની વાત એ કે આ અભિયાન પાછળ એક 20 વર્ષના છોકરાનો હાથ છે. જેનું નામ છે સાગર સવાલિયા. અમદાવાદનો આ પાટીદાર યુવક હાલ સિવિલ એન્જિનિયરિંગમાં ભણે છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત આંદોલન સમિતિમાં તે આઇટી સેલનો હેડ પણ છે. અને તેણે જ આ વિકાસ ગાંડો થયો છેનું અભિયાન સોશ્યલ મીડિયા પર ચલાવ્યું હતું અને તેને આટલું પોપ્યુલર પણ કર્યું હતું.

Patidar

સાગરે 24 ઓગસ્ટે ફેબસુક પર વિકાસ ગાંડો થયો છે પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે પેરોડી કરતા તમામ હાઇ વે અને બસ સ્ટેશનના જર્જરિત તસવીરોને મૂકી હતી. સાગરે જણાવ્યું કે તેની આ પોસ્ટને એક જ દિવસમાં 200 લોકોએ લાઇક કરી હતી. અને પહેલા સપ્તાહમાં જ તે લાઇન જોરદાર લોકપ્રિય થઇ ગઇ હતી. આ પછી કોંગ્રેસના આઇટી સેલ પણ તેને પોતાની ટેગલાઇનમાં ઉપયોગ કર્યો હતો. તેણે કેમ આ અભિયાન શરૂ કર્યું તે પર સ્પષ્ટતા આપતા સાગરે કહ્યું કે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે અમારા તમામ વહાનો આગને હવાલે કરી દીધા હતા. જે બાદ જ તે પાટીદાર આંદોલન સાથે જોડાયો હતો. ત્યારે હાલ તો આ વિકાસ ગાંડો થયો છે લાઇન એટલી પ્રખ્યાત થઇ છે કે રાહુલથી લઇને તમામ મોટા નેતા આ પર ચર્ચા કરી ચૂક્યા છે.

English summary
Man behind the campaign Vikas Gando Thayo Che is just 20 year your Sagar. He has started this campaign on social media.
Please Wait while comments are loading...