For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઈટ બેલ્ટ પહેરવાની ભૂલ ક્યારેય ન કરવી, આનાથી પુરુષોમાં વધે છે નપુંસકતાનુ જોખમ

ભારતમાં પુરૂષોની નપુંસકતા એક મોટી સમસ્યા બની ગઈ છે જેને તેઓ શરમના માર્યા જણાવતા ખચકાય છે. આવો જાણીએ એવી કઈ ખરાબ આદત છે જે પુરુષોને નપુંસકતા તરફ દોરી જાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં પુરૂષોની નપુંસકતા એક મોટી સમસ્યા બની ગઈ છે જેને તેઓ શરમના માર્યા જણાવતા ખચકાય છે. સામાન્ય રીતે આ સમસ્યાઓ આપણી કેટલીક ભૂલોને કારણે ઊભી થાય છે. જેમાં અવ્યવસ્થિત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોનો સમાવેશ થાય છે. જેને સુધારવા પર હંમેશા ભાર મૂકવામાં આવે છે. એક એવી ખરાબ આદત પણ છે કે જેના પર મોટાભાગના લોકો ધ્યાન આપતા નથી. આવો જાણીએ એવી કઈ ખરાબ આદત છે જે પુરુષોને નપુંસકતા તરફ દોરી જાય છે.

સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર

સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર

બહાર જતી વખતે પુરૂષો મોટાભાગે સારા કપડાં પહેરતા હોય છે જેથી તેમનો ઓવરઓલ લુક કોઈપણ રીતે ઓછો ન થઈ જાય. કેટલાક લોકો વધુ પડતા ટાઈટ બેલ્ટ પહેરે છે. જો તે લાંબા સમયથી તમારી આદત બની ગઈ હોય તો તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પાડે છે. જ્યાં આપણે પેટના નીચેના ભાગમાં બેલ્ટ પહેરીએ છીએ ત્યાં શરીરના મહત્વપૂર્ણ અંગો અને રક્તવાહિનીઓ હોય છે.

એલર્ટ રહેવામાં જ શાણપણ છે

એલર્ટ રહેવામાં જ શાણપણ છે

કેટલાક લોકો મોટા થયેલા પેટ અને સ્થૂળતાને છુપાવવા માટે ટાઈટ બેલ્ટ પહેરે છે. હાલમાં બજારમાં ઘણા પ્રકારના બેલ્ટ મળે છે જે સ્લિમ દેખાવાનો દાવો કરે છે. આવા બેલ્ટ ભલે તમને થોડા સમય માટે સ્લિમ દેખાડે છે પરંતુ પેટને લાંબા સમય સુધી ચુસ્ત રાખવાના ઘણા ગેરફાયદા છે જે સમયસર જાણી લેવામાં જ શાણપણ છે.

સ્પર્મ કાઉન્ટ ઘટશે

સ્પર્મ કાઉન્ટ ઘટશે

જો કોઈ પુરૂષ લાંબા સમય સુધી ચુસ્ત બેલ્ટ પહેરે તો ધીમે ધીમે તેની પ્રજનન ક્ષમતા ઓછી થવા લાગે છે. તેનુ કારણ એ છે કે ચુસ્ત બેલ્ટ પહેરવાથી પેલ્વિક એરિયા પર બિનજરૂરી દબાણ સર્જાય છે. આ ભાગમાં પુરૂષોનો પ્રાઈવેટ પાર્ટ હોય છે, જેનુ મહત્વનુ કામ પ્રજનન કરવાનુ છે. આ ઉપરાંત ટાઈટ પેન્ટના કારણે આ ભાગોમાં હવા યોગ્ય રીતે પહોંચી શકતી નથી જેના કારણે અહીં તાપમાન વધે છે અને તેને શુક્રાણુઓની સંખ્યા ઘટાડવા માટે જવાબદાર માનવામાં આવે છે.

English summary
Man wearing tight belt might hamper masculinity, Know the side effect and health dangers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X