• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મળો: હીરોને જેણે સોશ્યિલ મિડીયાને બનાવી તાકાત

|

રસ્તા કિનારે ખરા તડકામાં પોતાના હાડકા શેકીને ખુદની રોજી રોટી કમાનારા લોકોને તો તમે જોયા જ હશે અને તેમના પર ક્યારેક દબાણ તો ક્યારેક અન્ય કારણોસર પોલીસને દમન ગુજારતી પણ જોઇ હશે. પરંતુ થોડા દિવસ દિવસ પહેલા જ યુપીમાં સડક કિનારે ટાઇપ રાઇટીંગ કરીને રોજના 50 રૂપિયાની રોજીરોટી કમાનાર કૃષ્ણ કુમારનો અવાજ બનનાર અને પોતાની તસવીરો દ્વારા લોકોને આ આખીય ખબર સોશ્યિલ મિડીયા પર જણાવનાર આજ કડીમાં એક નવી કહાની લખી રહ્યો છે, એક યુવાન ફોટોગ્રાફર આશુતોષ.

હાલમાં જ 65 વર્ષીય ટાઇપીસ્ટ કૃષ્ણ કુમાર સાથે ઉત્તરપ્રદેશ પોલીસે બર્બરતા ભર્યો વ્યવહાર કર્યો હતો, આ આખીય ઘટનાની તસવીરો સોશ્યિલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. પરંતુ આ તસવીરો પાછળ એક યુવાન ફોટોગ્રાફર આશુતોષ ત્રિપાઠીના કેમેરા લેન્સનો હાથ છે કે જે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ દૈનિક ભાસ્કરમાં કાર્યરત છે.

એક તકે બદલી નાખ્યુ જીવન

આશુતોષે પત્રકારત્વની દુનિયામાં લગભગ 4 વર્ષ પહેલા એક રીપોર્ટર તરીકે પગ મૂક્યો હતો. તેનામાં હંમેશાથી તસવીરોના માધ્યમથી લોકોની સમસ્યાને ઉઠાવવાનું જુનુન હતુ. અને આ જુનુનના કારણે જ તેમને એક મોટા ન્યૂઝ પેપર નવ ભારત ટાઇમ્સમાં ફોટોગ્રાફર તરીકે તક મળી.

આ તક બાદ આશુતોષે ક્યારેય પાછા વળીને નથી જોયું. માત્ર પોતાના જુનુનને લઇને તડકો, છાયડો, કે ઠંડી હોય તે રસ્તાઓ પર ફરતો રહ્યો. અને સમાજને સ્પર્શતા દરેક વિષયને પોતાના લેન્સ થકી લોકોની વચ્ચે મૂકવાની કોશિષ કરી. જો કે હાલમાં આશુતોષ મુખ્ય ફોટોગ્રાફર તરીકે દૈનિક ભાસ્કરના લખનઉ કાર્યાલયમાં કાર્યરત છે.

એક બપોરે બનાવ્યો હીરો

ટાઇપીસ્ટ કૃષ્ણ કુમારની સોશ્યિલ મિડીયા પર વાયરલ થયેલી તસવીરો અંગે આશુતોષ કહે છેકે આ દિવસ પણ તેમની માટે સામાન્ય દિવસની જેમ જ હતો. તેઓ વિધાનસભાની બહાર ચાની ચૂસ્કી ભરી રહ્યાં હતા, ત્યારે જ એક પોલીસ કર્મચારીએ અહીં ચા વેચનાર દુકાનદારના ચાના ડબ્બાને પગ મારીને પાડી દીધો હતો.

ત્યારે મેં મારો કેમેરો કાઢ્યો અને તસવીરો લેવાની શરૂઆત કરી દીધી. મને એવો અંદાજ પણ ન હતો કે આ પોલીસ કર્મચારી વરિષ્ઠ કૃષ્ણ કુમારના ટાઇપરાઇટરને પણ પગ વડે તોડી પાડશે. આ વરિષ્ઠ નાગરિક પોલીસ કર્મચારી સામે કાલાવાલા કરતો રહ્યો પણ પોલીસકર્મી ટસનો મસ ન થયો. જો કે પોલીસ કર્મચારીએ આ તમામ ફોટા ડીલીટ કરવા માટે કહ્યું, પણ હું જાણતો હતો કે આ ફોટા પિડીત ટાઇપરાઇટરનો અવાજ બની શકે છે.

સોશ્યિલ મિડીયા એક મજબૂત અવાજ

જ્યારે હું તસવીરોને લઇને ઓફીસ પહોંચ્યો ત્યારે મારા ટીમ લીડરને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે આ તસવીરો શું કરી શકે છે. આ તસવીરોને સોશ્યિલ મિડીયા પર મૂકી દેવામાં આવી અને તુરંત વરિષ્ઠને હક્ક અને ન્યાય મળ્યા. મારા માટે આ એક ખાસ ક્ષણ હતી. લોકો મને દુનિયાભરમાં જાણવા લાગ્યા છે. ફેસબુક પર મારી પાસે હજારોની સંખ્યામાં ફ્રેન્ડ રીકવેસ્ટ આવી રહી છે.

સાચા અર્થમાં મારા માટે આ ક્ષણ ખુબ જ ખાસ છે, એ ક્ષણને હું સાચવીને રાખવા માંગુ છું અને લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરવા માંગુ છું. હું હંમેશા એ વાતની કોશિષ કરીશ કે લોકો મને હંમેશા મારા કામ માટે યાદ રાખે અને સતત પોતાના પ્રયાસોને ચાલુ રાખુ.

કેમેરો હંમેશા મારૂં જુનુન રહ્યો છે, અને હું એ જુનુનને હર ક્ષણ જીવવા માંગુ છું.

લેન્સ નહીં હથિયાર છે

લેન્સ નહીં હથિયાર છે

આશુતોષ કેમેરાના લેન્સને માત્ર લેન્સ નહીં પણ હથિયાર માને છે.

ડીએમ અને SSPએ કર્યા સન્માનિત

ડીએમ અને SSPએ કર્યા સન્માનિત

આશુતોષના સરાહનીય કામના કારણે ડીએમ અને SSPએ તેમને સન્માનિત કર્યા હતા.

આરોપી પોલીસકર્મી

આરોપી પોલીસકર્મી

આ પોલીસકર્મીના આવા કાર્યના કારણે યુપી પોલીસની ઘણી આલોચના થઇ હતી.

પોલીસકર્મીની દબંગાઇએ કોઇના પર રહેમ ન કરી

પોલીસકર્મીની દબંગાઇએ કોઇના પર રહેમ ન કરી

પોલીસ યુનિફોર્મના નશામાં ચુર પોલીસકર્મીએ ચા વાળાના દુધના કેનને પણ રસ્તા પર ફેંકી દીધા હતા.

પોલીસકર્મીની દાદાગીરી

પોલીસકર્મીની દાદાગીરી

પોલીસ યુનિફોર્મના નશામાં ચુર પોલીસકર્મીએ કહ્યું કે એક તસવીર સારી ખેંચીને દરેક જગ્યાએ છાપી દેજે.

સપના તૂટ્યા

સપના તૂટ્યા

વરિષ્ઠ કૃષ્ણ કુમારનું તુટેલુ ટાઇપરાઇટર કે જેના થકી તે રોજી કમાય છે.

ટાઇપરાઇટરના ભંગારને સમેટ્યો

ટાઇપરાઇટરના ભંગારને સમેટ્યો

પોતાના પરિવારને પાલવનાર ટાઇપરાઇટરના ભંગારને વરિષ્ઠ કૃષ્ણકાંતે આ રીતે ભેગો કર્યો હતો.

DM અને SSPએ વરિષ્ઠને આપ્યું ટાઇપરાઇટર

DM અને SSPએ વરિષ્ઠને આપ્યું ટાઇપરાઇટર

આ તમામ તસવીરો સોશ્યિલ મિડીયા પર વાઇરલ થયા બાદ DM અને SSPએ વરિષ્ઠ કૃષ્ણકાંતને નવુ ટાઇપરાઇટર આપ્યું.

English summary
Meet the man who given a new definition to the power of Social Media Ashutosh Tripathi. His photographs gone viral and brought justice to 65 year old typewriter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more