મળો ભારતના સૌથી અમીર ભિખારીને, સંપતિ જાણીને આંખો પહોળી થઈ જશે
ભારત જેવા દેશોમાં ભીખ માંગવી સામાન્ય બાબત છે. ઘણા લોકો કામ કે નોકરી ન મળતા ભિક્ષાવૃતિ તરફ વળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક વ્યક્તિ એવો છે જેની પાસે કરોડો રૂપિયા છે તો પણ ભિખ માંગ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વનો સૌથી અમીર ભિખારી ભારતમાં જ રહે છે. મુંબઈમાં ભીખ માંગતા ભરત જૈનને વૈશ્વિક સ્તરે વિશ્વના સૌથી અમીર ભિખારી તરીકે ઓળખવામાં આવે છે.

તેઓ મુંબઈની સડકો પર ભીખ માગતા જોવા મળે છે. આર્થિક સંકડામણના કારણે તે શિક્ષણ મેળવી શક્યો નહીં. તે પરિણીત છે અને તેની પત્ની, બે પુત્રો, તેનો ભાઈ અને તેના પિતા તેની સાથે રહે છે.
શરૂઆતમાં આર્થિક સમસ્યાના કારણે ભરત જૈન તેના બાળકોને ન ભણાવી શક્યો. મૂળ મુંબઈના ભરત જૈનની કુલ સંપત્તિ 7.5 કરોડ રૂપિયા છે. ભીખ માંગવાથી તેની માસિક આવક 60 હજારથી 75 હજાર સુધીની છે.
આ સિવાય ભરત જૈન પાસે મુંબઈમાં 1.2 કરોડ રૂપિયાનો બે બેડરૂમનો ફ્લેટ છે અને તેણે થાણેમાં બે દુકાનો બનાવી છે, જ્યાંથી તેને દર મહિને 30,000 રૂપિયાનું ભાડું મળે છે.
ભરત જૈન ઘણીવાર છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાન જેવા અગ્રણી સ્થળોએ ભીખ માગતા જોવા મળે છે. આટલી સંપત્તિ હોવા છતાં ભરત જૈન મુંબઈની સડકો પર ભિખારીનું કામ કરે છે. ભરત જૈન 10 થી 12 કલાકમાં પ્રતિદિન 2,000 થી 2,500 રૂપિયા કલેક્ટ કરે છે.












Click it and Unblock the Notifications
