આ ગામમાં પુરૂષોને પ્રવેશ નથી, અહીં માત્ર મહિલાઓનું રાજ ચાલે છે

આ દુનિયામાં હંમેશાથી મહિલાઓને અત્યાચારનો ભોગ બનવુ પડ્યુ છે. પિતૃસત્તાક સમાજમાં મહિલાઓએ સ્વમાન વગર જીવવુ પડ્યુ છે. આ જ તમામ બાબતોથી કંટાળીને એક એવુ ગામ અસ્તિત્વમાં આવ્યુ કે ત્યાં માત્ર મહિલાઓ જ રહી શકે છે.

પુરૂષ સમાજના અત્યાચારથી કંટાળીને આ મહિલાઓએ પોતાનું જ એક ગામ વસાવી લીધુ. આ ગામમાં બધુ જ છે પરંતુ પુરૂષોને પ્રવેશ નથી. અહીંપુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં દરેક કામ મહિલાઓ કરે છે અને આ ગામ પર રાજ કરે છે.

Umoja

કેન્યામાં ઉમોજા નામનું ખુબ ચર્ચામાં રહે છે. આ ગામ વિશ્વના કોઈપણ સામાન્ય ગામ જેવું લાગે છે, પરંતુ તેમાં એક મોટો તફાવત છે અને તે બીજે ક્યાં જોવા મળતો નથી. આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

આ ગામ મહિલાઓ ચલાવે છે અને તેનું ધ્યાન રાખે છે. આ ગામની સ્થાપના લગભગ 30 વર્ષ પહેલા થઈ હતી. અહીં રહેતી મહિલાઓ શરણાર્થી છે. આ તમામ મહિલાઓ સંબુરુ જનજાતિનો એક નાનો હિસ્સો છે, જેને મસાઈ સમુદાયનો ભાગ માનવામાં આવે છે.

સંબુરુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ માનવામાં આવે છે. તેમની પાસે બહુ ઓછા અધિકારો છે. તેમની પાસે ન તો જમીનનો અધિકાર છે કે ન તો પ્રાણીઓનો અધિકાર છે. ઘણી વખત આ મહિલાઓને મોટી ઉંમરના પુરૂષો સાથે બાળ લગ્ન માટે દબાણ કરવામાં આવે છે અને કેટલીકવાર તેમની સુન્નત પણ કરવામાં આવે છે.

આ સિવાય ઘરેલુ હિંસા અને જાતીય સતામણીનો ભોગ બને છે. અહેવાલો અનુસાર, 1990ના દાયકામાં બ્રિટિશ સૈનિકોએ તે વિસ્તારમાં આ મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા. જે બાદ તેમના પતિઓએ તેમને સ્વીકારવાની ના પાડી દીધી. તે સમયે સંબુરુ જાતિની મહિલાઓ દ્વારા લગભગ 1400 બળાત્કારના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

રેબેકા લોલોસોલી નામની મહિલાએ પણ આવો જ ત્રાસ સહન કર્યો અને કોઈએ તેની વાત ન સાંભળી ત્યારે તેણે લગભગ 15 મહિલાઓ સાથે મળીને ઉમોજા નામના ગામની સ્થાપના કરી. ઉમોજાનો અર્થ એકતા થાય છે.

આ ગામમાં મહિલાઓમાં એકતા હતી અને તેના કારણે અહીં પુરૂષોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. હવે આ ગામમાં લગભગ 40 પરિવારો રહે છે, જેમાં માત્ર મહિલાઓ અને બાળકો રહે છે. મહિલાઓ પરંપરાગત માળાઓ વેચીને કમાણી કરે છે.

ગામ નજીક રહેતા પુરુષો વારંવાર તેમને હેરાન કરવા ઢોરની ચોરી કરે છે. પરંતુ આમ છત્તા મહિલાઓનું નિરાશ નથી થતી. મહિલાઓ આ ગામનો વહીવટ ચલાવી રહી છે, પૈસા કમાઈ રહી છે અને પરિવારનું ધ્યાન રાખી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X